તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદમાં 1935માં 15 જાન્યુઆરીએ છાબ તળાવ ઉપર બરફની છારી જામી હતી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • સરકાર દ્વારા ગેઝેટિયર પ્રકાશિત થતાં હતાં તે પૈકીના 1935ના વર્ષના નડિયાદ ડિવિઝનના ગેઝેટિયરમાં વિશેષ નોંધ લેવામાં આવી હતી

દાહોદ: આજથી 85 વર્ષ અગાઉની ઉત્તરાયણના બીજા દિવસે એટલે કે તા.15 જાન્યુઆરી, 1935 ના રોજ દાહોદમાં 0.0 સે.ગ્રે. (32 ફેરનહીટ) ડિગ્રી તાપમાન થઇ જવા પામ્યું હતું. તે વખતે તો દાહોદ, અત્યારના આટલા વિકસિત શહેર બદલે સાવ નાના ગામડા જેવું હતું. ત્યારે દાહોદમાં અત્યારની માફક તાપમાન માપવાના સોફ્ટવેર્સ કે એવું કશું ન હતું. એટલે માત્ર સરકારી રાહે જ તાપમાનની વિશેષ નોંધ લેવાતી હતી. તે સમયે સરકાર દ્વારા ગેઝેટિયર પ્રકાશિત થતા હતા અને તે પૈકીના 1935 ના વર્ષના નડીયાદ ડિવિઝનના ગેઝેટિયરમાં આ વિશેષ નોંધ લેવામાં આવી હતી. એ સમયના સરકારી ધોરણે પ્રકાશિત થતા ગેઝેટિયરમાં પ્રસિદ્ધ માહિતી મુજબ દાહોદમાં 15 -1-1935 ના દિવસે 0.0 સે.ગ્રે.ડિગ્રી (32 ફેરનહીટ) નોંધાયું હતું. જેના કારણે આ દિવસે દાહોદના ઐતિહાસિક છાબ તળાવની ઉપર બરફની છારી જામી ગયાની નોંધ લેવાઇ હતી.

ગેઝેટિયર (સર્વ સંગ્રહ) એટલે શું 
ગેઝેટિયર એટલે શહેરની, જિલ્‍લાની રાજ્યની ભૌગોલિક, ઐતિહાસિક, રાજકીય, સામાજિક, આર્થિક, લોકકલ્‍યાણ, શિક્ષણ, લોકો, ધર્મ, ઉત્‍સવ, વાહન અને સંદેશા વ્‍યવહાર, કાયદો અને વ્‍યવસ્‍થા તથા ન્‍યાય સાથે જોવાલાયક સ્‍થળો અંગેની માહિતી પૂરી પાડતો ગ્રંથ! ગેઝેટિયર એ એક એવું પ્રમાણિત સરકારી પ્રકાશન છે કે જેમાં દરેક પાસાને આવરી લેતી આધારભૂત અને સર્વગ્રાહી વિસ્‍તૃત માહિતી પૂરી પાડવામાં આવતી હતી, જેથી આવી માહિતી ઉપલબ્‍ધ કરવા માટે અનેક પુસ્‍તકોનો અભ્‍યાસ કરવો ન પડે અને એક જ સર્વસંગ્રહ (ગેઝેટિયર) પુસ્‍તકમાંથી તમામ સર્વગ્રાહી પ્રમાણિત માહિતી ઉપલબ્‍ધ થઇ શકે.

ગત વર્ષે 28 જાન્યુઆરીએ દાહોદમાં 5 સે.ગ્રે. ડિગ્રી તાપમાન થઇ ગયેલું
દાહોદમાં 1935 માં શૂન્ય ડિગ્રી તાપમાન થયાના 15 વર્ષ બાદ તા.11-2-’50 ના રોજ માત્ર 2.2 સે.ગ્રે.ડિગ્રી નોંધાયું હતું. તો ગત વર્ષે તા.28-1-’19 ના રોજ દાહોદમાં માત્ર 5 સે.ગ્રે.ડિગ્રી અને તા.29-1-’19 ના દિવસે 8 સે.ગ્રે.ડિગ્રી તાપમાન થઇ જવા પામ્યું હતું. તો પખવાડિયા અગાઉ તા.28 ડિસેમ્બરે 9 સે.ગ્રે.ડિગ્રી અને છેલ્લે તા.10-1-’20 ના રોજ પણ દાહોદમાં માત્ર 8.57 સે.ગ્રે. ડિગ્રી તાપમાન થઇ ગયુ હતું.
 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો