તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

8.5 ડિગ્રી સાથે શુક્રવાર સિઝનનો સૌથી ઠંડો દિવસ બન્યો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • દાહોદમાં પાંચ સ્થળોએ સ્માર્ટ સિટી એન્વાર્યમેન્ટલ સેન્સર્સ મુકવામાં આવ્યા

દાહોદ: શુક્રવારે દાહોદમાં આ સિઝનનું ‘ઓલ ટાઇમ લો’ તાપમાન થતા શહેરમાં સવારના સમયે કાતિલ ઠંડક વ્યાપી જતા લોકો હેરાનપરેશાન થઇ જવા પામ્યા હતા. તા.10 જાન્યુ. ને શુક્રવારે વહેલી સવારે 6 થી 7 દરમ્યાન દાહોદમાં અત્યાર સુધીનું સૌથી ઓછું તાપમાન 8.57 સે.ગ્રે. ડિગ્રી નોંધાવા પામ્યું હતું.
દેશના ઉત્તરી પ્રાંતોમાં થયેલી હિમવર્ષાની અસર હેઠળ દાહોદમાં પણ શીતલહેર ફેલાઈ જવા પામતા ચોમેર અસહ્ય ઠંડક વ્યાપી જવા પામી હતી. જબરજસ્ત ઠંડકની અસરથી બચવા શુક્રવારે બપોરના સમયે પણ દાહોદવાસીઓ સ્વેટર, ટોપી, મફલર વગેરે ગરમ વસ્ત્રો ધારણ કરીને ફરતા હતા. સાંજ ઢળતા જ કાતિલ કોલ્ડવેવને લઈને શહેરના બજારોમાં સન્નાટાની સ્થિતિ જોવા મળી હતી.
દાહોદમાં ઠંડી કે ગરમીનો પારો માપવા માટે અત્યાર સુધી કોઈ સાધન ન હતું. જેને લઇને ઇન્ટરનેટ કે અમુક લોકોએ પોતાને ત્યાં આ કાજે મુકેલ થર્મોમીટરનો સહારો લઇ ઠંડી-ગરમીના આંક જાહેર કરવામાં આવતા હતા. તા.10 જાન્યુઆરીના રોજ વહેલી સવારે આ સિઝનનું દાહોદ ખાતે અત્યાર સુધી નોંધાયેલ સૌથી લોએસ્ટ ટેમ્પરેચર એટલે કે 8.57 સે.ગ્રે. ડિગ્રી તાપમાન થઇ જવા પામ્યું હતું. દાહોદમાં શુક્રવારે બપોરના સમયે મહત્તમ 24 સે.ગ્રે.ડિગ્રી તાપમાન નોંધાયું હતું. 
તો બાદમાં રવિવારથી મંગળવાર સુધીના ઉત્તરાયણના દિવસોમાં દાહોદમાં તાપમાન વધીને લઘુત્તમ 13 થી 17 સે.ગ્રે.ડિગ્રી તાપમાન રહેવાના વર્તારો હોઈ પતંગબાજીના રસિયાઓમાં આનંદની લાગણી છે કે છત, ધાબા કે ખુલ્લા મેદાનોમાં જ આ પર્વ ઉજવવાનું હોઈ સ્હેજ હુંફ્સભર વાતાવરણ મળતા પતંગ ચગાવવાની પણ મજા આવશે.

5 સ્થળોએ તાપમાનમાપક યંત્રની સુવિધા કાર્યાન્વિત થઇ ચૂકી છે
તાપમાન માપવા માટે અત્રે અધિકૃત સાધનની ઉણપ હતી. ત્યારે દાહોદ સ્માર્ટ સીટી લિ. તરફથી વર્તમાન સમયની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને અનેક સ્થળોએ પોલ ઉભા કરાશે. જે પૈકી દાહોદ પાલિકા ભવન, એ.પી.એમ.સી. ચોક ગેટ નં.2 પાસે, કલેકટર ઓફિસ સંકુલ, ગોદીરોડ પોલીસ ચોકી ના.6 પાસે અને જૂની આર..ટી.ઓ.કચેરી પાસે સ્માર્ટ સીટી કાર્યવાહી અંતર્ગત આ એન્વાયરમેન્ટલ સેન્સર્સનું ઇન્સ્ટોલેશન થઇ ચુક્યું છે. જેના થકી શહેરમાં પ્રવર્તતા પ્રદુષણ કે ભેજની માહિતી સાથે દાહોદના તાપમાનના આંકડા પણ મળતા થયા છે. - વિજય ખરાડી, દાહોદ કલેકટર

પંચમહાલમાં ફુંકાતા પવનથી ઠંડીની અસર વર્તાઇ
ગોધરા સહિત પંચમહાલમાં ફુકાતા પવનને કારણે ઠંડીની અસર વર્તાઇ રહી છે. જેમા વહેલી સવારે તેમજ મોડી રાત્રે કડકડતી ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. લોકો વહેલી સવારે તથા રાત્રે તાપણાનો સહારો લઇ ગરમાવો લઇ રહ્યા છે. તેમજ ઠંડીથી બચવા ગરમ વસ્ત્રો પહેરવાની ફરજ પડી રહી છે. ઉત્તર ભારત સહિત જમ્મુ કાશ્મીરમાં થઇ રહેલ હિમવર્ષાને કારણે ગોધરા સહિત પંચમહાલમાં છેલ્લા બે ત્રણ દિવસથી ફુકાતા ઠંડા પવનને કારણે દિવસે પણ ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. ઠંડીની શરૂઆત થતાં સ્વાસ્થ્ય પ્રેમીઓમાં તેમજ ખેડૂતોમાં આનંદની લાગણી વ્યાપી છે. લોકો ઠંડીથી બચવા માટે ગરમ વસ્ત્રોમાં લપેટાયેલા નજરે પડતા હતા. તો કેટલાક લોકો વહેલી સવારે તથા રાત્રે તાપણાનો સહારો લઇ ગરમાવો લઇ રહ્યા છે. ઠંડીમાં વધારો થતા ખેડુત વર્ગ પણ સારા શિયાળુ પાકની આશા સાથે આનંદીત થઇ રહ્યા છે. વડીલોના કહેવા પ્રમાણે આવા પવનનો સીલસીલો ઉતરાયણ સુધી રહેશે. જોકે ઉત્તર ભારતમાં થઇ રહેલ હીમ વર્ષાને કારણે આગામી દિવસોમાં ઠંડીનું પ્રમાણ યથાવત રહેશે તેવુ ચોક્કસ ઇાગી રહ્યુ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

વધુ વાંચો