તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ: મહાત્મા ગાંધીના પર્યાવરણલક્ષી વીચારોનું સંવર્ધન કરવા તેમજ શાળાઓમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓમાં શિક્ષણન માધ્યમથી પર્યાવરણની જાગ-તિ કેળવાય તે હેતુથી રાજ્યાની તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં તબ્બકાવાર પર્યાવરણ પ્રયોગશાળા શરૂ કરવાનો નિર્ણય ગુજરાત શાળા શિક્ષણ પરિષદ દ્વારા લેવાયો છે.
તેમાં રાજ્યની 6123 શાળા સાથે દાહોદ જિલ્લાની પણ 200 શાળામાં આ વર્ષથી જ પર્યાવરણ પ્રયોગ શાળા શરૂ થઇ જાય તેવી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ પ્રયોગશાળામાં કૃષિ, ઔષધ,રોગ અને ઉર્જાને આવરી લેવામાં આવશે. હાલમાં જ યોજાયેલી શિક્ષણ સચિવની વિડિયો કોન્ફરન્સમાં નોડેલ શિક્ષક તૈયાર કરીને માહિતી જિલ્લા કક્ષાએ આપવા અને અન્ય ફોલોઅપ લેવા તાકીદ કરવામાં આવી છે. શાળાઓમાં જેમ કમ્પ્યુટર, ગણિત કે વિજ્ઞાનના શિક્ષણ માટે પ્રયોગશાળા હોય છે તેવી જ રીતે આ પ્રથમ તબ્બકે દાહોદ જિલ્લામાં તાલુકા દીઠ પસંદ કરેલી 25થી 30 શાળાઓમાં પર્યાવરણ પ્રયોગશાળા શરૂ કરવામાં આવશે. પ્રાથમિક શાળા સાથે માધ્યમિક શાળાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે પરંતુ જિલ્લામાં કેટલી માધ્યમિક શાળામાં આયોજન કરાશે તે જાણવા
મળ્યું નથી.
કયા ધોરણની શાળાને કેટલી ગ્રાન્ટ ચૂકવાશે
ખાનગી નોન ગ્રાન્ટેડ શાળા સિવાયની ધોરણ1થી5ની શાળા દીઠ પાંચ હજાર, ધો.6થીધો 8ની અને ધો.1થી8ની શાળાઓ દીઠ 15 હજાર રૂપિયા, ધોરણ 6થી12. ધો.9થી 10, ધો9થી 12ની શાળા માટે શાળા દીઠ રૂપિયા 25 હજારની ગ્રાન્ટ જિલ્લા એસએસએ મારફત ચુકવશે.
પર્યાવરણ પ્રયોગશાળામાં શું હશે
* ખોરાક માટે બિન રાસાયણિક ખાતરમાંથી બાગાયતી પાકો, શાકભાજી, કઠોળ તથા મસાલાના ઉત્પાદનની સમજ અપાશે
* પર્યાવરણની જાળવણી કરીને ઉચ્ચ ગુણવત્તાયુક્ત ખેતી કરવાની પદ્ધતિની સમજ અપાશે
* બિન ફળદ્રુપ માટીનું ઉપયોગી જમીનમાં પરિવર્તન
* પાણીની બચત અને સ્વચ્છ-પર્યાપ્ત પાણી મળે તે માટે વ્યવસ્થા, નવી ટેકનોલોજી અને પદ્ધતિની સમજ
* સામાન્ય રોગના ઉપચાર માટે ઔષધિય વનસ્પતિના
ઉછેરની સમજ
* શાળા નર્સરી તૈયાર કરીને રોપા ઉછેર કરવા, હર્બલ ગાર્ડનના નિર્માણ કરવા
* કિચન ગાર્ડન દ્વારા શાકભાજીનું વાવેતર અને ઉત્પાદન કરવું
* વરસાદી પાણીના સંગ્રહ માટે રેઇન વોટર હાર્વેસ્ટીંગ સિસ્ટમ ઉભી કરવી
* પાણીની બચત માટે ટપક સિંચાઇના મોડેલ તૈયારકરવા
* સિંગલ યુઝ પ્લાસ્ટિક મુક્ત શાળાનું સ્થાપન કરવું
પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.