તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાવડી ગામે દીપડાના પંજામાંથી પતિને છોડાવવા પત્ની ઝઝૂમી, છતાં બચાવી ન શકી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાવી જેતપુરના વાવડી ખાતે દીપડાના હુમલા બાદ પાંજરુ મૂકાયું - Divya Bhaskar
પાવી જેતપુરના વાવડી ખાતે દીપડાના હુમલા બાદ પાંજરુ મૂકાયું
  • પાવીજેતપુરના વાવડીમાં ખેતરમાં કામ કરતા દંપતી પર હુમલો 
  • આસપાસથી અન્ય ખેડૂતો દોડી આવતાં દીપડાે ભાગી ગયો 
પાવી જેતપુર: દાહોદ બાદ હવે છોટાઉદેપુર જિલ્લામાં દીપડાના હુમલાનો બનાવ બન્યો છે. પાવી જેતપુરના વાવડી ગામે આજે સવારે ખેતરમાં કામ કરતા દંપતી ઉપર દીપડાએ હુમલો કર્યો હતો. આ હુમલામાં એક આધેડનું મોત થયું હતું. માનવભક્ષી બનેલા દીપડાને કારણે પંથકના ખેડૂતોમાં ભય ફેલાઇ ગયો હતો. 

પાવીજેતપુરના વાવડી ગામના બલુભાઇ રાઠવા તેમનાં પત્ની સાથે સવારે કપાસના ખેતરમાં ગયા હતા. ત્યાં લગભગ સાડા આઠ વાગ્યાના અરસામાં બાજુના જંગલમાંથી શિકારની શોધમાં નીકળેલો દીપડો આવી ગયો હતો અને ખેતરમા કામ કરતા બલુભાઇ ઉપર તૂટી પડ્યો હતો અને બલુભાઇને ગળાના ભાગે પકડી લીધા હતા. આ હુમલાથી પોતાના પતિને બચાવવા માટે દળકીબેન મરણિયાં બની ગયાં હતાં અને દીપડાને ભગાવવા તેની પૂંછડી પકડીને દૂર કરવાનો પ્રયત્ન કર્યો હતો.  બધા જ પ્રયત્નો કરી જોયા હતા. તેમ છતાં દીપડો બલુભાઇને છોડતો ન હતો. જેથી દળકીબેને બૂમાબૂમ કરીને આજુબાજુના ખેતરમાં કામ કરતા લોકોને બોલાવતાં ખેડૂતોએ આવીને બલુભાઇને દીપડાના મોઢામાંથી છોડાવ્યા હતા. પરંતુ ત્યાં સુધીમાં બલુભાઇનો જીવ જતો રહ્યો હતો. 

અન્ય સમાચારો પણ છે...