તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોંગ્રેસ માત્ર 'પરિવારવાદ'માં જ્યારે ભાજપ 'સૌનો સાથ સૌનો વિકાસ'માં માને છે: રૂપાણી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • દાહોદમાં CMએ 3-3 સભા ગજવી, વિવિધ સમાજના આગેવાનો સાથે પણ ચર્ચા કરી

દાહોદ: દાહોદ ખાતે બુધવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ત્રણ કલાકમાં ત્રણ ત્રણ સભાઓ ગજવી હતી. બુધવારે બપોરે 1.30થી 4.30 સુધીના ત્રણ કલાકમાં મુખ્યમંત્રીએ પ્રચારસભા, વિવિધ સંસ્થાઓના સન્માન સમારંભમાં અને છેલ્લે દાઉદી વોરા સમાજના કાર્યક્રમમાં વક્તવ્યો કર્યા હતા. મુખ્યમંત્રીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસ માત્ર પરિવારવાદમાં જ માને છે અને તેમનો પરિવાર જ દેશ પર રાજ કરે તેવી માનસિકતા ધરાવે છે જ્યારે ભાજપ સૌના સાથ સૌના વિકાસમાં માને છે. 
બુધવારે બપોરે આગમન બાદ ઇન્દોર હાઇવે પર મહિન્દ્રા શોરૂમ સામે સ્થિત મેદાનમાં સભા યોજાઈ હતી. આ સભામાં ઉપસ્થિત લોકોને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દિલ્હીની ગાદી ઉપર ફરીથી બેસાડવા માટે દાહોદના જશવંતસિંહ ભાભોરને ભવ્ય વિજય અપાવવા હાંકલ કરી હતી. 
મુખ્યમંત્રીએ કોંગ્રસના કરતૂતોનો પર્દાફાશ કરતા પરિવારવાદનો ખાત્મો કરી રાષ્ટ્રવાદી ભાજપ પુન: સત્તાસ્થાને બિરાજે તે માટે જંગી મતદાન કરવા જણાવ્યું હતું. 
ત્યાર બાદ પ્રસંગ-2 પાર્ટીપ્લોટ ખાતે દાહોદના વિવિધ ધર્મ, સમાજ અને સામાજિક-ધાર્મિક સંસ્થાઓના અગ્રણીઓ દ્વારા મુખ્યમંત્રીનું સન્માન થયું હતું. આ પૂર્વે રૂપાણીએ જણાવ્યું હતું કે દાહોદના કોઈ ત્રણ ગામના નામ પણ ખબર નહીં હોય, તેવા કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીને વોટ આપવા કરતા દાહોદ સહિત દેશના ખૂણાખૂણાથી પરિચિત નરેન્દ્ર મોદીના વડપણ હેઠળના ભાજપને ભવ્ય વિજય અપાવવા જણાવ્યું હતું. 
દાઉદી વોરા સમાજ સાથે બેઠક યોજી 
દાહોદના દાઉદી વ્હોરા સમાજ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં મુખ્યમંત્રી ઉપસ્થિત રહી દાઉદી વોરા સમાજના કાર્યક્રમમાં આરંભે વોરાા સમાજની વિવિધ સંસ્થાઓના ઉપક્રમે મુખ્યમંત્રીનું સન્માન થયું હતું. બાદમાં વિવિધ ક્ષેત્રના તેજસ્વી તારલાઓનું સન્માન તેમના હસ્તે થયું હતું. આ ઉપરાંત ભાજપના દાહોદ લોકસભા બેઠકના ઉમેદવાર જશવંતસિંહને વિજયી બનાવવાની પણ રૂપાણીએ અપીલ કરી હતી. 
 
અન્ય સમાચારો પણ છે...