તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દાહોદમાં પરીક્ષાર્થીને લોકરક્ષક દળનું અધુરું પ્રશ્નપત્ર મળ્યું, પ્રશ્ન નંબર-24થી 80 સુધીના પ્રશ્નો જ ગાયબ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • વિદ્યાર્થીનીએ સંપૂર્ણ પ્રશ્નપત્ર જોયા વગર જ લખવાનું શરૂ કરી દીધુ હતું
  • પેપર લખ્યાના 35 મિનિટ બાદ પરીક્ષા સંચાલકને લેખિતમાં જાણ કરાઈ
  • પરીક્ષા નિયમ અન્તર્ગત વિદ્યાર્થીનીએ પ્રશ્નપત્રની ચકાસણી નથી કરી

દાહોદ: દાહોદમાં એક મહિલા પરીક્ષાર્થીને અધુરું પ્રશ્નપત્ર મળ્યો હોવાનો બનાવ બન્યો હતો. આ પ્રશ્નપત્રમાં પ્રશ્ન નંબર-24થી 80 સુધીના પ્રશ્નો જ ન હતી. તેણે પરીક્ષા સંચાલકને લેખિતમાં જાણ કરી હતી પણ પેપર બદલીને નહીં આપ્યું.


પ્રશ્નપત્રમાં સવાલ નંબર- 24થી 80 સુધીના પ્રશ્ન ગાયબ


મળતી માહિતી પ્રમાણે દાહોદની લીમડી સેન્ટરમાં એક પરીક્ષાર્થીને પ્રશ્નપત્ર હાથમાં આવતા જ તેને લખવાનું શરૂ કરી દીધું હતું. પરંતુ જ્યારે સવાલ નંબર 24 સુધી પહોંચી ત્યારે તેને જાણ થઈ કે તેના પછીના સવાલો જ નથી. પણ આ ત્યાં સુધી સમય 35 મિનિટ જેટલો વીતી ગયો હતો. બાદમાં પરીક્ષાર્થીએ પરીક્ષા સંચાલકને લેખિતમાં જાણ કરી હતી. પણ બહુ મોડું થઈ જતાં નિયમ અન્તર્ગત તેને બીજુ પ્રશ્નપત્ર ન મળ્યું.

અન્ય સમાચારો પણ છે...