વિવાદ / 'મોદી સાહેબ કેમેરા લઇને બેઠા છે, મત ઓછા મળ્યા તો કામ પણ ઓછું કરશે' ભાજપના MLA રમેશ કટારાની મતદારોને ધમકી

ફતેપુરાના ભાજપના ધારાસભ્ય રમેશ કટારા
ફતેપુરાના ભાજપના ધારાસભ્ય રમેશ કટારા

  • મધુ શ્રીવાસ્તવ પછી રમેશ કટારાએ મતદારોને ધમકી આપી

DivyaBhaskar.com

Apr 16, 2019, 12:48 PM IST

દાહોદઃ લોકસભાની ચૂંટણીની તારીખ નજીક આવી રહી છે, ત્યારે એક પછી એક ભાજપના નેતાઓ વિવાદિત નિવેદનો કરી રહ્મા છે, હવે દાહોદ જિલ્લાના ફતેપુરાના ભાજપના ધારાસભ્ય રમેશ કટારાનો મતદારોને ધમકી આપતો વીડિયો વાયરલ થયો છે. જેમાં રમેશ કટારા મતદારોને ધમકી આપતા કહે છે કે, 'મોદી સાહેબ કેમેરા લઇને બેઠા છે, કયા બુથમાં કેટલા મત ભાજપને અને કોંગ્રેસને પડ્યા, તે ભાળે છે, આ બધુ તે પોતાની નજરે જોવે છે. જો મત ઓછા મળ્યા તો ભાજપ કામ પણ ઓછું કરશે'

ભાજપને મત નહીં આપો તો ઝૂંપડાના પૈસા મોદી તમારા ખાતામાં નહીં નાખે
ધારાસભ્ય રમેશ કટારા વીડિયોમાં મતદારોને ભાજપને મત નહીં આપો તો સરકારી લાભો નહીં મળે તેવી ધમકી આપે છે. વાયરલ વીડિયોમાં રમેશ કટારા કહે છે કે, જો ભાજપને મત નહીં નાખો તો મોદી કામ ઓછું આપશે. ઝૂંપડાના પૈસા પણ મોદી તમારા ખાતામાં નહીં નાખે. મોદી કેમેરામાં બેઠા બેઠા બધું ભાળે છે કે, કયા બુથમાં કેટલા મત ભાજપને અને કોંગ્રેસને પડ્યા અને જો તમે ભાજપને મત નહીં આપો અને કોંગ્રેસને આપશો તો અવળું થાશે.

ભાજપના નેતાઓ વિવાદિત નિવેદનો કરી ચૂક્યા છે
આ પહેલા વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ અને ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સહિતના નેતાઓ વિવાદિત નિવેદનો કરી ચૂક્યા છે. ત્યારે હવે ધારાસભ્ય રમેશ કટારા પોતાના નિવેદનથી ચર્ચામાં આવ્યા છે. ત્યારે હવે ચૂંટણી પંચ તેમની સામે કાર્યવાહી કરે તે જરૂરી છે.

X
ફતેપુરાના ભાજપના ધારાસભ્ય રમેશ કટારાફતેપુરાના ભાજપના ધારાસભ્ય રમેશ કટારા
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી