તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગવાસદની કંપનીમાં બ્લાસ્ટમાં મોતને ભેટેલા 6ના મૃતદેહો પરિવારજનોએ સ્વિકાર્યા, પાંચ સામે ફરિયાદ, પોલીસે 3ને ઝડપ્યાં

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • કંપનીના માલિક સહિત ડાયરેકટ, સુપરવાઈઝર સહિત પ્લાન્ટ ઓપરેટર સહિતના સામે ફરિયાદ

વડોદરાઃપાદરાના ગવાસદ ગામ પાસે આવેલી એમ્સ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઈવેટ કંપનીમાં બ્લાસ્ટ થતા 6 કામદારોના મોત થયા હતા. આ બનાવ સંદર્ભે વડું પોલીસે કંપની ના 5 જવાબદાર સામે ફરિયાદ નોંધીને 3ની ધરપકડ કરી હતી. મૃતકોના પરિવારજનોએ કંપની તરફથી ચેક મળતાં મૃતદેહ સ્વિકાર્યાં હતાં.

કંપની માલિક સહિત ડાયરેક્ટર પોલીસ પકડથી દૂર
પાદરાના ગવાસદ ગામે આવેલ એમ્સ ઇન્ડસ્ટ્રીઝ પ્રા. લી કંપનીમાં શનિવારે બ્લાસ્ટ થયો જેમાં 6ના મોત થયા હતાં. વડું પોલીસે કંપનીના માલિક સહિત ડાયરેકટ, સુપરવાઈઝર સહિત પ્લાન્ટ ઓપરેટર સહિત 5 ની સામે ફરિયાદ નોંધાઇ હતી.   વડું પોલીસ સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ બનાવ સ્થળ પર પહોંચી હતી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. વડું પોલીસે સત્યકુમાર બાલ નાયર (ડાયરેકટર), રાજુ રાઠવા (ઓપરેટર કમ સુપરવાઈઝર), આકાશ અગ્રવાલ (પ્લાન્ટ મેનેજર) સહિત 3 ની ધરપકડ કરી હતી જ્યારે કંપનીના માલિક સિદ્ધર્થ પટેલ અને ડાયરેકટર શ્વેતાસુ પટેલ હજુ પોલીસ પકડથી દુર છે. પોલીસ કંપની પર તપાસ નો ધમધમાટ શરૂ કર્યો છે.

પરિવારે મૃતદેહ સ્વિકાર્યા
પરિવારના સભ્યોને 21લાખનો ચેક મળી જતાં મૃતદેહ સ્વિકાર્યા હતાં. રાત્રે કંપની તરફથી 21લાખ મૃતક દીઠ આપવાની જાહેરાત કરી હતી. સવારે 9 કલાકે ચેક આપવાની વાત કરી હતી. તે બાદ છ મૃતદેહ વડોદરા સયાજી હોસ્પિટલમાં લવાયા હતાં.સવારે પરિવારના સભ્યો મૃતદેહ લેવા માટે હોસ્પિટલમાં આવ્યા હતાં. પરંતુ ચેક ન મળતા મૃતદેહો સ્વિકાર કરવાનો બહિષ્કાર કર્યો હતો. બપોરે એક વાગે પાદરા ખાતે મૃતકોના પરિવારજનો ને ચેક મળતા મૃતદેહ સ્વિકાર કર્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો