તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • In The Midst Of A Downturn, Capricorns Are Desperate To Get Traders Out Of The Market

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મંદીના માહોલ વચ્ચે મકરસંક્રાતિના અગાઉ બજારમાં ખરીદી નીકળતા વેપારીઓને હાશકારો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પતંગરસિયાઓ પતંગ દોરા સહિતની એસેસરિઝની ખરીદી કરવા નીકળ્યાં હતાં. - Divya Bhaskar
પતંગરસિયાઓ પતંગ દોરા સહિતની એસેસરિઝની ખરીદી કરવા નીકળ્યાં હતાં.
  • ઉતરાયણ અગાઉના રવિવારે ગ્રાહકો ખરીદી માટે નીકળ્યાં

વડોદરાઃમકરસંક્રાતિ પૂર્વેના છેલ્લા રવિવારે શહેરના પતંગ બજારોમાં પતંગ-દોરો તેમજ મકરસંક્રાતિમાં ઉત્સાહ વધારતી વિવિધ ચીજવસ્તુઓની ખરીદીનું ઘોડાપૂર ઉમટ્યું હતું. સવારથી જ શહેરના પતંગના મુખ્ય બજાર ગણાવતા ચાર દરવાજા વિસ્તારમાં પતંગ રસીયાઓ ઉમટી પડ્યા હતા. આ ઉપરાંત શહેરના વિવિધ વિસ્તારોમાં શરૂ થયેલા પતંગ બજારોમાં પણ પતંગો સહિત વિવિધ ચીજવસ્તુઓ ખરીદવા માટે અભૂતપૂર્વ લોકોનો ધસારો રહ્યો હતો.

ત્રણ દિવસથી ઘરાકી નીકળી-વેપારી
વડોદરા પતંગ મર્ચન્ટ એસોસિએશનના પ્રમુખ અતુલભાઇ છત્રીવાલાએ જણાવ્યું હતું કે, છેલ્લા એક વર્ષથી આર્થિક મંદિનો સમય ચાલી રહ્યો છે. જેની અસર પતંગોના વેપાર ઉપર જોવા મળ્યો છે. દિવાળી પૂર્વેથી જથ્થાબંધ પતંગોનો વેપાર શરૂ થઇ જાય છે. પરંતુ, આ વખતે જથ્થાબંધ પતંગ વેપાર ઓછો રહ્યો છે. આ ઉપરાંત દિવાળી સુધી રહેલા વરસાદને કારણે પણ પતંગ બજાર ઉપર અસર પડી છે. બજારમાં રોકડ નાણાંનો અભાવ હોવાથી વેપાર ઉપર માઠી અસર થઇ છે. પતંગો બનાવવા માટેના મટીરીયલમાં ભાવ વધારો થયો છે. જેના કારણે પતંગોમાં પણ 10 ટકા વધારો થયો છે. પરંતુ, પતંગોના વેપારીઓ ગ્રાહક જોઇને ભાવ વધારો કરી રહ્યા છે. ઉત્તરાયણને આડે બે દિવસ બાકી રહ્યા હોવા છતાં રીટેઇલમાં ઘરાકી નીકળી ન હતી. જોકે, છેલ્લા ત્રણ દિવસથી સાંજના સમયે રીટેઇલમાં ઘરાકી નીકળતા વેપારીઓમાં ખૂશી જોવા મળી રહી છે.

મોડિ રાત્રે પતંગોની હરાજી થશે
આજે ઉત્તરાયણ પૂર્વેનો છેલ્લો રવિવાર હોવાથી ઘરાકી નીકળશે. ચાર દરવાજા વિસ્તારમાં આજે પણ વર્ષો પૂર્વે જે પતંગોની ખરીદીનો માહોલ રહેતો તેવો જ માહોલ યથાવત રહ્યો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં ભલે પતંગ બજાર શરૂ થયા હોય. પરંતુ, પતંગોના શોખીન ચાર દરવાજા વિસ્તારમાં આવે જ છે. ઉત્તરાયણમાં પક્ષીઓ તેમજ માણસોને દોરી વાગવાથી મૃત્યુ થવા સુધીની ઘટનાઓ બનવા છતાં, પતંગોના શોખીનો વર્ષમાં એક વખત ઉજવાતા ઉત્તરાયણને આનંદ ઉલ્લાસથી મનાવે છે. જીવદયા પ્રેમિઓની પતંગ રસીઆઓ ઉપર કોઇ અસર જોવા મળતી નથી.પ્રતિ વર્ષ મુજબ આ વર્ષે પણ પતંગ બજારમાં ટુક્કલથી લઇ મોટા પતંગો બજારમાં વેચાઇ રહ્યા છે. ગત વર્ષની સરખામણીમાં ભાવોમાં કોઇ વધારો થયો નથી. રૂપિયા 60થી માંડી રૂપિયા 200 સુધીની કોડી પતંગો વેચાઇ રહી છે. કેટલાંક પતંગોના શોખીનો દ્વારા મોટા પતંગોની પણ ખરીદી રહ્યા છે. આ ઉપરાંત બજારમાં પીપુડા, રંગબેરંગી ટોપી, ગોગલ્સ, ચાઇનીસ રમકડાં, દેશી ગુબ્બારા સહિતની ચીજવસ્તુઓ વેચાણમાં આવી છે. ચાઇનીસ ગુબ્બારા ઉપર પ્રતિબંધ હોવાથી લોકો દેશી ગુબ્બારાની ખરીદી કરી રહ્યા છે. સોમવારે પણ મોડી રાત સુધી પતંગ બજારો ખૂલ્લા રહેશે. અને ચાર દરવાજા વિસ્તારમાં પરંપરા મુજબ રાત્રે 12 વાગ્યા પછી પતંગોની હરાજી શરૂ થશે. જેમાં શહેરના ખૂણે ખૂણામાંથી લોકો પતંગો ખરીદવા માટે ઉમટી પડશે. 

ફાયર સેફ્ટી પણ ગોઠવાઈ
શહેરના ચાર દરવાજા વિસ્તારમાં જામતા પતંગ બજારને ધ્યાનમાં લઇ શહેર પોલીસ તંત્ર દ્વારા શનિવારથીજ ચુસ્ત પોલીસ બંદોબસ્તનું આયોજન કરી દેવામાં આવ્યું છે. ચાર દરવાજા વિસ્તારમાં પોલીસ તંત્ર દ્વારા લાઉડ સ્પિકર ગોઠવી દેવામાં આવ્યા છે. લાઉડ સ્પિકરો દ્વારા પતંગો ખરીદવા માટે આવતા લોકોને ખીસ્સા કાતરુંઓથી સાવધાન, તેમજ સાવચેતી અંગેની સતત સુચનાઓ આપવામાં આવી રહી છે. આ સાથે ફાયર સેફ્ટી અંગે ફાયર બ્રિગેડ દ્વારા પણ માંડવી અને ગેડીંગેટ દરવાજા ખાતે ફાયર બંબાઓ તૈનાત કરી દેવામાં આવ્યા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

વધુ વાંચો