વડોદરા / રાજસ્થાનથી ભાવનગર લઈ જવાતો 123 પેટી વિદેશી દારૂનો જથ્થો આઈસર સાથે ઝડપાયો

પોલીસે દારૂના જથ્થા સાથે આરોપીને પણ ઝડપી પાડ્યો હતો.

  • 6,41,000ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
  • સ્ટેટ વિજીલન્સ સ્ક્વોડે બાતમીના આધારે દારૂ ઝડપ્યો 

Divyabhaskar.com

Jan 14, 2020, 04:55 PM IST

વડોદરાઃશહેરની ગોલ્ડન ચોકડી પાસેથી મોડી રાત્રે સ્ટેટ વિજીલન્સ સ્ક્વોડે રૂપિયા 6,41,000ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આઇસર ટેમ્પોમાં 123 દારૂની પેટી ભાવનગર ખાતે લઇ જવાતી હતી.

મુદ્દામાલ સાથે આરોપી ઝડપાયા

સ્ટેટ વિજિલન્સ સ્ક્વોડને રાજસ્થાનથી વિદેશી દારૂનો જથ્થો લઇ આઇસર ટેમ્પો હાલોલ વડોદરા ગોલ્ડન ચોકડીથી પસાર થવાનો હોવાની બાતમી મળી હતી. જે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી ટેમ્પોમાં લઇ જવાતો રૂપિયા 6.41 લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે ટેમ્પો ચાલક બસીરખાન અલીખાન બેલીમ (રહે. સાંચોર, રાજસ્થાન) અને ફુલારામ હરીશ ગોગરા (રહે. માજોલા ગામ, રાજસ્થાન)ની ધરપકડ કરી હતી. પોલીસે તેઓ પાસેથી બે મોબાઇલ ફોન અને રોકડ રૂપિયા 3,950 કબજે કર્યા હતા. ઉપરાંત ટેમ્પો મળી કુલ્લે રૂપિયા 13,95,950નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

ભાવનગરના વિજયસિંહે દારૂ મગાવ્યો હતો

પોલીસ દ્વારા ટેમ્પો સાથે ઝડપાયેલા શખ્સોની પૂછપરછ કરતા આ વિદેશી દારૂનો જથ્થો રાજસ્થાનના ધુંધરા ગામના સંજય અને કૌશિક ડાહ્યાલાલ પાટીદારે (રહે.સુરપુર, રાજસ્થાન) મોકલાવ્યો હતો. અને ભાવનગરના વિજયસિંહ બાપુએ મંગાવ્યો હતો. વિજીલન્સ સ્ક્વોડે આ અંગેની ફરિયાદ હરણી પોલીસ મથકમાં નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. અને વિદેશી દારૂ મોકલનાર અને મંગાવનાર બુટલેગરોને વોન્ટેડ જાહેર કરી કાર્યવાહી હાથ ધરી છે.

X

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી