તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાટ બજાર અંગે કોઈ નિર્ણય લેવાયો નથી,પ્રશ્ન ચર્ચાનો વિષય બન્યો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કોરોના વાયરસ ફેલાવવાની શક્યતાઓ
  • હાંટમાં પાંચ હજાર જેવી મેદની એકત્રિત થાય છે

છોટાઉદેપુર: છોટાઉદેપુર જિલ્લામાં અઠવાડિયાના દરેક વારના દિવસે જુદા જુદા ગામે હાંટ બજાર ભરાય છે. તેમાં ખરીદી અર્થે જુદા જુદા ગામના મોટી સંખ્યામાં આદિવાસીઓ અને વહેપારીઓ એકત્રિત થાય છે. આ હાંટ બજાર ઉપર નિયંત્રણ હજુ સુધી આવ્યુ નથી.  જેને લઈ છોટાઉદેપુર જિલ્લામાં કોરોના વાયરસ ફેલાવવાની શક્યતાઓ છે. 

હાટ બજાર અંગે કેમ કોઈ નિર્ણય લેતા નથી એ પ્રશ્ન ચર્ચાનો વિષય બન્યો
સમગ્ર ગુજરાત રાજ્યની  અંદર શાળા કોલેજો મોલ સિનેમા જાહેર કાર્યક્રમો સરકારે બંધ રાખવાનો સરકારે આદેશ કરી ધીધો અને તેનો અમલ શરૂ થઈ ગયો છે. છોટાઉદેપુર જિલ્લાના આદિવાસીઓ કોરોના વાયરસથી તદ્દન અજાણ છે. એવા વિસ્તારમાં જે હાંટ ની અંદર પાંચ હજાર જેવી મેદની એકત્રિત થાય છે. એ યથાવત ચાલી રહ્યા છે.એક તરફ જિલ્લા વિકાસ અધિકારી ગામડાની અંદર જાહેરમાં કોઈ થુકે તો તેને રૂ 500 નો દંડ કરવાનો આદેશ કર્યો છે. તો ગામડાઓની અંદર ગ્રામ પંચાયતોમાં અઠવાડિક હાંટ બજાર ભરાય છે. તે બંધ રાખવા અંગે જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી કેમ કોઈ નિર્ણય લેતા નથી એ પ્રશ્ન ચર્ચાનો વિષય બન્યો છે. 

છોટાઉદેપુરની અંદર 100 જેટલા ઈન્ડોર દર્દીઓ દાખલ કરેલ છે
 જ્યાં પણ અઠવાડિક હાંટ બજાર ભરાય છે. ત્યાં ભારે ગંદકી થાય છે કોરોના વાયરસ માં સ્વછતાંનું મહત્વ વિષેશ છે. આ અંગે પણ કોઈ ધ્યાન આપતું નથી. રામ રાજ્ય જેવું તંત્ર ચાલી રહ્યું છે. 
આની સાથે જિલ્લાની અંદર મટન શોપ બંધ કરાવવા અંગે પણ કોઈ આદેશ નથી. આપવામાં આવ્યો જેને લઈને મરઘાં કેન્દ્રો ઉપર ખુલ્લેઆમ વેચાણ ચાલી રહ્યું છે. તો શું આનાથી કોરોના વાયરસ ફેલાઈ નહીં શકે?  જનરલ હોસ્પિટલ છોટાઉદેપુરની અંદર 100 જેટલા ઈન્ડોર દર્દીઓ દાખલ કરેલ છે. તેઓ જુદા જુદા રોગ ધરાવતા હોય છે. તેઓને કોરોના વાયરસ ને લઈ માસ્ક પહેરવા અર્થે ફરજીયાત આપવા જોઈએ પરંતુ એવી સુવિધા કરવામાં આવી નથી આમેય જનરલ હોસ્પિટલમાં સ્વચ્છતાનો અભાવ છે. ત્યારે માસ્ક આપવાનો નિર્ણય લેવો જરૂરી છે. 

અન્ય સમાચારો પણ છે...