તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભગવાનપૂરાનાં કેનાલ બ્રિજ પર અજાણ્યા વાહનની ટક્કરે ત્રણ બાઈક સવારોનાં કરૂણ મોત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અકસ્માત બાદ ઘટનાસ્થળે લોકના ટોળેટોળાં એકત્ર થયાં હતાં - Divya Bhaskar
અકસ્માત બાદ ઘટનાસ્થળે લોકના ટોળેટોળાં એકત્ર થયાં હતાં
  • લગ્ન પ્રસંગમાં હાજરી આપીને પાવી જેતપુર તરફ ઘરે જતા અકસ્માત નડ્યો

બોડેલીઃ તાલુકાનાં ભગવાનપુરા ગામ નજીક આવેલી નર્મદા કેનાલ પરના બ્રિજ પરથી ત્રણ બાઈક સવાર પુરપાટ બોડેલી તરફ આવી રહ્યા હતા ત્યારે એક ડમ્પરે  ટક્કર મારતાં ત્રણેય યુવકોનાં કમકમાટીભર્યા મોત નીપજ્યા હતાં. આ ગમખ્વાર અકસ્માત બાદ ઘટનાસ્થળે લોકના ટોળેટોળાં એકત્ર થયાં હતાં.

 

એક યુવકનું સારવાર દરમિયાન મોત થયું

 

આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર પાવીજેતપુરનાં રહીશ રોહન રમેશભાઈ તડવી,અરુણ અરવિંદભાઈ તડવી અને મુકેશ રમેશભાઈ તડવી ત્રણેય યુવકો એરાલ ગામે એક લગ્ન પ્રસંગમાં ગયા હતાં ત્યાંથી પરત પાવી જેતપુર જવા માટે નર્મદા કેનાલ માર્ગે બાઈક લઇને નીકળ્યાં હતાં બોડેલી તરફ આવતા ભગવાનપુરા પાસે નર્મદા કેનાલનાં બ્રિજ પરથી પસાર થતા હતાં ત્યારે સામેથી એક ડમ્પર ટક્કર મારીને સ્થળ પરથી જતું રહ્યુ હતુ. આ અકસ્માતમાં બે યુવકોના ઘટના સ્થળે જ મોત થયા હતા જ્યારે અન્ય એક યુવકનું સારવાર દરમિયાન મોત થયું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

વધુ વાંચો