તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
આણંદઃ આણંદ જિલ્લા કોંગ્રેસના પ્રમુખપદથી શનિવારે વિનુભાઈ ઠાકોરે રાજીનામુ આપીને ભાજપનો ભગવો ખેસ લુણાવાડા પાસે જાહેર સભામાં ધારણ કરી લીધો હતો. ત્યારબાદ આજે સોમવારે સવારે 9.50 કલાકે ફેસબુક પર વિનુભાઈ ઠાકોરે પોસ્ટ મૂકી હતી. જેમાં લખ્યુ હતું કે, બધા જ મિત્રોને જવાબ આપુ છુ. બધા જ સવાલોના થોડા જ કલાકોમાં પણ વિચારુ છું કેટલાને ઉઘાડા કરુ ? આ પોસ્ટ વાયરલ થતા કોંગ્રસી કાર્યકરો અને કોંગ્રેસ સમર્થિત લોકોએ જવાબનો મારો શરૂ કરી દીધો હતો.
જેમાં એક કોંગ્રેસ પ્રેમીએ લખ્યુ હતુ કે, વિચારીને કોમેન્ટ કરો ઔકાત કોની કેટલી છે. અમને ખબર છે. જ્યારે બીજાએ લખ્યુ કે, તમારી ઔકાત નથી પણ તારા જેવા બે કોડીના માણસનો સન્માન હજમ ન થયુ. જ્યારે વિનુભાઈ ઠાકોરે વળતો જવાબ આપતા બહું ઉતાવળ લાગે છે. આ ઉપરાંત અનેક જણાં મેદાનમાં આવીને કોમેન્ટસ કરવા લાગ્યા હતા. આ પોસ્ટને ઢગલાબંધ લાઇક મળી હતી.
ભૂતપૂર્વ કોંગ્રેસ પ્રમુખે કોંગ્રેસીઓને ઉઘાડા પાડવા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યુ
સોશીયલ મીડિયા પર આખો દિવસ વોર ચાલુ રહી હતી. આથી સાંજે આણંદ જિલ્લા ભાજપ કાર્યાલય તરફથી મીડીયાને વોટ્સઅપ પર આમંત્રણ માટેનો મેસેજ ફરતા કરાયો હતો. જેમાં 15મીઓકટોમ્બર સવારે 9.45 કલાકે ભાજપ કાર્યાલય ખાતે પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવી હોવાનું જણાવ્યુ હતું. જેમાં વિનુભાઈ ઠાકોરના નામે આ મેસેજ ફરતો કરાયો હતો. આમ તેઓ પ્રેસ કોન્ફરન્સ આણંદ જિલ્લા કોંગ્રેસની કાર્યપદ્ધતિ અને કોંગ્રેસી નેતાઓને ઉઘાડા પાડશે તેવી ચર્ચાઓ ચાલી રહી છે.
પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.