તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચરોતરમાં આજથી વરસારદીય નવરાત્રિ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • આણંદ જિલ્લામાં 818 મંડળો દ્વારા આદ્યશક્તિ મા જગદંબાની આરાધનાનું પર્વ ધામધૂમથી ઉજવાશે
  • આણંદ સહિત જિલ્લામાં મા જગદંબાના વધામણા માટે શ્રદ્ધાળુઓ ઘેલા બનશે

આણંદ: આણંદ શહેર સહિત જિલ્લામાં બપોરબાદ વરસાદે વિરામ લેતા ગામેગામ નવરાત્રિના આયોજકો ગરબાના મેદાનોને સજાવવામાં કામે લાગી ગયા હતા. આણંદ શહેરમાં છ જગ્યાએ મોટાપાયે ગરબાનું આયોજન કરાય છે. જયારે બોરસદ,પેટલાદ, ખંભાત શહેર સહિત ગ્રામ્ય વિસ્તારો મા જગદંબાની નવરાત્રિની ઉજવણી 818 મંડળો દ્વારા કરાશે. સાથે સાથે 3 હજારથી વધુ પરિવારો દ્વારા માનતા ગરબા મુકીને નવ દિવસ સુધી આરાધના કરાશે.

આણંદ શહેરમાં હાર્ટકિલર ગૃપ,વિદ્યાનગર યુવક મંડળ,ગણેશ યુવક મંડળ,ડીએન હાઇસ્કુલ,અંબાજી યુવક મંડળ દ્વારા મોટાપાયે ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. તો બીજી શહેરના અંબાજી મંદિર,મોટી ખોટીયાર મંદિર, મહાકાળી માતાના મંદિર  વિશેષ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. વલાસણ મેલડી માતા મંદિર, પાળજ આશાપુરી માતા મંદિર, કાસોર મહાકાળી માતા મંદિર નવ દિવસ દરમિયાન માતાજીની વિશેષ પુજન કરાશે. નવરાત્રિ દરમિયાન શ્રધ્ધાળુ નવ દિવસ સુધી ઉપાવસ કરીને આરાધના કરવા માટે તૈયારીઓ આરંભી દીધી છે. શનિવાર સાંજે આણંદના બજારમાં ગ્રામ્ય વિસ્તારમાંથી માતજીની ચંુદડી,પૂજા,ગરબીઓ ખરીદવા માટે ઉમટી પડયા હતા.

વિદ્યાનગર રોડ પર પ્રથમ વખત પંચાલ સમાજની વાડીમાં બાળનવરાત્રિ યોજાશે
આણંદ શહેરમાં મોટાપાયે 5 જગ્યાએ ગરબાનું યોજન કરવામાં આવે છે. પરંતુ નાના ભુલકાઓ માટે કોઇ આયોજન કરાતું નથી.તેને ધ્યાન લઇને જી-દર્શન અને જલતરંગ દ્વારા  નાના બાળકો માટે બાળનવરાત્રિનું આયોજન વિદ્યાનગર રોડ પર પંચાલ સમાજની વાડીમાં કરવામાં આવ્યું છે. ગરબાના આયોજક લક્ષ્મણભાઇ રાજપૂતે જણાવ્યું હતું કે,જી-દર્શન અને જલતરંગ દ્વારા નવદિવસમાં દરમિયાન બાળકો માટે દરરોજ રાત્રે બેસ્ટ એકશન તથા બેસ્ટ ડ્રેસીસ ઇનામોનું આયોજન કરવામાં આવ્યું છે. 

એરોબિક્સના તાલે ગરબા 
ગરબા ભલે મા જગતજનીની આરાધનાથી જોડાયેલા છે, પરંતુ હવે તો તેને પણ હેલ્થની સાથે રિલેટ કરી દેવામાં આવ્યા છે. ગરબા રમવાથી કેલેરી બર્ન થાય તેને લઇને હવે ગરબા રમવાનો ક્રેઝ સતત વધતો જઇ રહ્યો છે.

જિલ્લામાં સઘન બંદોબસ્ત ગોઠવાશે
આણંદ જિલ્લા પોલીસ તંત્ર દ્વારા નવરાત્રિ દરમિયાન શહેર સહિત ગામેગામ  સધન બંદોબસ્ત ગોઠવાશે. જેમાં સુપરવિઝન માટે 1 એસપી,5 ડીવાયએસપી,10 પીઆઇ,45 પીએસઆઇ,600 પોલીસ જવાનો તથા 1300 હોમગાર્ડનો કાફલો મુકાશે. 

અન્ય સમાચારો પણ છે...