આણંદ / વડતાલના સમાધાનની આચાર્ય અને દેવપક્ષ વચ્ચેની મંત્રણા અટકી પડી

The negotiations between the Acharya Paksh and Dev Paksh were stalled

  • બન્ને પક્ષોના મધ્યસ્થીઓ મંત્રણાનો બીજો રાઉન્ડ શરૂ થાય તેવા પ્રયસો હાથ ધરી રહ્યા છે
  • પ્રથમ રાઉન્ડની ફોર્મ્યુલામાં બન્ને પક્ષોના બબ્બે મુદ્દાનો સમાવેશ કરાયો હતો

Divyabhaskar.com

Sep 12, 2019, 04:59 AM IST

આણંદ: વડતાલ મંદિરના આચાર્ય અને દેવપક્ષના વચ્ચે સમાધાન કરવાના તાજેતરમાં પ્રયત્નો શરૂ થયા હતાં. તે માટે મૂકાયેલી ફોર્મ્યુલા ફેઇલ ગઇ છે. આ સમાધાનની મંત્રણા સ્થગિત થઇ છે. બન્ને પક્ષો બીજા રાઉન્ડ મંત્રણા અંગે આશાવાદી છે. બન્ને પક્ષોના મધ્યસ્થીઓ ઝડપથી મંત્રણાનો બીજો રાઉન્ડ શરૂ થાય તેવા પ્રયસો હાથ ધરી રહ્યાં છે. આમ છતાં હાલ હરિભક્તોમાં નિરાશાનું મોજુ ફરી વળ્યું છે.

સમાધાનના પ્રથમ રાઉન્ડની ફોર્મ્યુલા ઘડાઇ હતી
આજે સોશીયલ મિડિયા પર આ મંત્રણા સ્થગિત થઇ હોવાની પત્રિકાની પીડીએફ ફરતી થઇ હતી.જેમાં પાંચ હરિભક્તોના નામ અને સહી પણ કરેલી હતી. આ સમાધાનના પ્રથમ રાઉન્ડની ફોર્મ્યુલા ઘડાઇ હતી. જેમાં બન્ને પક્ષોના બબ્બે મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ ફોર્મ્યુલા કુલ છ મુદ્દાઓનો સમાવેશ કરાયો હતો. તે સહિત તમામ વિસ્તૃત વિગતો આ પત્રિકામાં દર્શાવેલી છે.

સમાધાન ન થયું તેનું દુ: ખ પણ બીજા રાઉન્ડ માટે આશાવાદી
અજેન્દ્વ પ્રસાદ જૂથના સત્સંગી નારાયણ ભાઇ ભરવાડે જણાવ્યુ હતું કે, વડતાલ મંદિરના આચાર્ય અને દેવપક્ષ વચ્ચે ચાલી રહેલી સમાધાનની મંત્રણા હાલ સ્થગિત થઇ હોવાનું મને જાણવા મળ્યુંછે.સમાધાન ના થયું તેનું સૌને દુ: ખ છે. પરંતુ ટુંક સમયમાં સમાધાન માટેનો બીજો રાઉન્ડ શરૂ થવાની સૌને આશા છે.

X
The negotiations between the Acharya Paksh and Dev Paksh were stalled
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી