તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આણંદ-લાંભવેલ રોડ પર આંગડિયા પેઢીના સંચાલક પિતા-પુત્ર પાસેથી 45 લાખની લૂંટ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • આણંદમાં વી. પટેલ આંગડિયા પેઢીની ફ્રેન્ચાઇઝી ધરાવતા પિતા-પુત્ર ઘરેથી બુલેટ પર નાણાં લઈને પેઢી પર જવા નીકળ્યા હતા
  • લૂંટની ઘટના CCTV કૅમેરામાં કેદ થઈ, લુંટારુઓને પકડવા પોલીસે નાકાબંધી કરી
  • રી-કન્સ્ટ્રક્શન અઘિકારીઓએ ઘટનાસ્થળે જઈને લૂંટની ઘટનાનું રી-કન્સ્ટ્રક્શન કર્યું હતું

આણંદ: બળિયાકાકા માર્ગ પર વી. પટેલ આંગડિયા પેઢીની ફ્રેન્ચાઇઝી ધરાવતા લાંભવેલના પિતા-પુત્ર પાસેથી 2 લૂંટારુ રોકડા રૂ. 45 લાખ ભરેલો થેલો ઉઠાવી રફૂચક્કર થઈ ગયા હતા. ગુરુવારે સવારે પિતા-પુત્ર બુલેટ પર ઘરેથી પેઢીએ જઈ રહ્યા હતા ત્યારે લાંભવેલ રોડ પર પેટ્રોલ પમ્પ પાસે લૂંટની ઘટના બની હતી. આ અંગે આણંદ ગ્રામ્ય પોલીસે શહેર અને જિલ્લામાં નાકાબંધી કરીને લૂંટારુઓને ઝડપી પાડવાનાં ચક્રો ગતિમાન કર્યાં હતાં. 

લાંભવેલ હનુમાન મંદિરે પણ પોલીસે તપાસ કરી 
કચ્છના ગાંધીધામના વતની જયંતિભાઈ તુલસીદાસ ઠકકર (62) 6 વર્ષ અગાઉ  વી. પટેલ આંગડિયા પેઢીની ફ્રેન્ચાઇઝી મળતાં ધંધાર્થે આણંદ આવ્યા હતા. તેમની બળિયાકાકા માર્ગ પર વી. પટેલ આંગડિયા પેઢી આવેલી છે. તેઓ આણંદ નજીક લાંભવેલ ગામે માનસી સોસાયટીમાં પત્ની, 2  પુત્ર, પુત્રવધૂઓ અને પૌત્રી સાથે રહે છે. જયંતિભાઈ રોજ પેઢીનાં નાણાં ઘરે લઈને આવતા હતા અને સવારે નાણાં લઈને પેઢીએ જતા હતા. ગુરુવાર સવારે જયંતિભાઈ મોટા પુત્ર અમિતને લઈને બુલેટ પર 45 લાખની રોકડ ભરેલો થેલો લઈને પેઢી પર જવા નીકળ્યા હતા. 
જયંતિભાઈ બુલેટ ચલાવતા હતા જ્યારે અમિતભાઈ પાછળ બેઠા હતા. બુલેટની પેટ્રૉલ ટૅન્ક પર રૂપિયાનો થેલો મૂક્યો હતો. પેટ્રૉલ પુરાવવાનું હોવાથી તેમણે લાંભવેલ પેટ્રૉલ પમ્પ પાસે બુલેટ ધીમું પાડ્યું હતું. દરમિયાન પાછળથી પલ્સર બાઇક પર હૅલ્મેટ અને બુકાનધારી બે લૂંટારુ આવ્યા હતા અને બુલેટની પેટ્રૉલ ટૅન્ક પર મૂકેલો રોકડા રૂ. 45 લાખ ભરેલો થેલો બાઇક પાછળ બેઠેલા શખ્સે તફડાવીને રફૂચક્કર થઈ ગયા હતા. આ ઘટના બનતાં પિતા-પુત્રે લૂંટારુઓનો પીછો કર્યો હતો. ઝાયડસ હૉસ્પિટલથી લૂંટારુઓ ખાંચામાં બાઇક વાળી દઈને ગલીમાં ઘૂસી ગયા હતા અને ચકમો આપીને ભાગી ગયા હતા. બનાવની જાણ આણંદ ગ્રામ્ય પોલીસને કરવામાં આવતાં પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. લૂંટારુઓને ઝડપી પાડવા તાત્કાલિક જિલ્લાના મુખ્ય માર્ગોની ચોકડી પર નાકાબંધી કરાવી હતી.

થેલામાં રહેલા મોબાઇલથી છેલ્લું લોકેશન ઉમરેઠ-ડાકોર રોડ પર મળ્યું
જયંતિભાઇ ઘરેથી નીકળ્યા ત્યારે કેસના થેલામાં તેમનો મોબાઇલ મૂક્યો હતો, જેની જાણ પોલીસને કરવામાં આવતાં પોલીસે એક ટીમ બનાવી. મોબાઇલ લોકેશનના આધારે તે દિશામાં તપાસ ચાલુ કરી હતી. બપોરના સમયે મોબાઇલ ફોનના આધારે લૂંટારુઓનું લોકેશન ઉમરેઠ-ડાકોર રોડ પર ટ્રેસ થતાં પોલીસે તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે.

નાકાબંધી દરમિયાન ખીજલપુરના યુવકને પોલીસે માર મારતાં હોબાળો
લૂંટના બનાવે જિલ્લામાં તમામ જગ્યાએ નાકાબંધી કરાઈ હતી. ખીજલપુરથી બાઇક લઈને નીકળેલા જગદીશભાઈને પોલીસે ચોકડી પર અટકાવી ઓળખ માટે પુરાવા માગતાં ચકમક ઝરી હતી. આથી પોલીસે જગદીશભાઈને માર માર્યો હતો. જોકે આ મામલે ફરિયાદ નોંધાઈ નથી. આ શખ્સનો વીડિયો વાઇરલ થયો હતો પરંતુ તેનો ઉપરોક્ત લૂંટના બનાવ સાથે કોઈ પણ જાતનો સંબંધ ન હોવાનું જાણવા મળ્યું છે.

ચાલકે હૅલ્મેટ પહેર્યું હતું, પાછ‌ળ બેઠેલા લૂંટારુએ બુકાની બાંધી હતી
આણંદ ગ્રામ્ય પોલીસના પીએસઆઇ તથા ડીવાયએસપી સહિતના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટન સ્થળે દોડી આવ્યો હતો અને જલારામ સ્કૂલ તથા પેટ્રૉલ પમ્પના સીસીટીવી ફૂટેજ તપાસતાં માલૂમ પડ્યું હતું કે એક લૂંટારુએ હૅલ્મેટ પહેર્યું હતું જ્યારે બીજા લૂંટારુએ બુકાની બાંધી હતી.

નાના પુત્ર સાથે લૂંટનો પ્રયાસ થયો હતો
26 ફેબ્રુઆરીએ લાંભવેલ સોસાયટીના નાકા પાસે જયંતિભાઇના નાના પુત્ર વિજય પર હુમલો કરી 65 લાખ લૂંટવાનો પ્રયાસ કરાયો હતો
તપાસ શહેરમાં આવેલી વી. પટેલ આંગડિયા પેઢી તથા CCTV ફૂટેજના આધારે તપાસ હાથ ધરી
પોલીસે  લાંભવેલ રોડ આવેલ જલારામ સ્કુલ તથા પેટ્રોલ પંપના સીસીટીવી ફટેઝ તપસ્યા હતા.તેમજ પોલીસ ફરિયાદને લઇને બનાવ કેવી રીતે બન્યો તેનું રીકન્ટ્રકશન કરવામાં આવ્યું હતું. 

( વીડિયો અને અહેવાલ-કલ્પેશ પટેલ, આણંદ ) 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

વધુ વાંચો