તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવરાત્રિના પ્રથમ દિવસે માતાજીની મૂર્તિ, શાસ્ત્રોક્ત વિધિથી મોલડી, ઘટસ્થાપન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં મા આદ્યશક્તિના શ્રદ્ધાળુઓએ ઘેરઘેર ગરબીનું સ્થાપન કર્યું હતું
  • શોભાયાત્રામાં નગરજનોએ ફટાકડા ફોડ્યા તથા ગરબાની રમઝટ બોલાવી

આણંદ: આણંદ શહેરના અંબાજી મંદિર, મોટીખોડિયાર મંદિર, મહાકાળી મંદિર સહિતના માતજીના મંદિરમો નવરાત્રિ પર્વની ઉજવણી નિમિતે મહાપુજા કરવામાં આવી હતી. તો બીજી બાજુ શહેરના છ મોટા મંડળો દ્વારા ગરબાના મેદાનને સજાવવાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી હતી. ત્યારે બપોરે અડધો કલાકમાં 10 મીમી વરસાદ વરસ્યો હતો. જેના પગલે ગરબાના મેદાનોમાં પાણી ભરાઇ ગયા હતા. જેથી આયોજકો સહિત ખેલૈયાઓમાં ચિંતા વ્યાપી ગઇ હતી જો કે બપોરબાદ વરસાદના પડતા તાત્કાલિક મેદાનોમાં પાણી દૂર કરવામાં આવ્યા હતા. સાંજે મંડળો દ્વારા માતાજીની સ્થાપના કરીને ઘટસ્થાપન કરવામાં આવી હતી. ગ્રામ્ય વિસ્તારોમાં મોલડીનું સ્થાપન શાસ્ત્રોકતવિધિ કરવામાં આવ્યું હતું.

આણંદ શહેરમાં હાર્ટકિલર ગૃપ, વિદ્યાનગર યુવક મંડળ, ગણેશ યુવક મંડળ, અંબાજી યુવક મંડળ દ્વારા સાંજે મહાનુભાવોની ઉપસ્થિતમાં માતાજીની મૂર્તિ મૂકીને ઘટસ્થાપન કરવામાં આવ્યું હતું. આણંદ હાર્ટકિલર ગૃપ દ્વારા અંબાજી માતાના મંદિરેથી માતાજીની પ્રતિમાની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં નગરજનોએ માર્ગો પર ગરબાની રમઝટ જામાવી હતી. તેમજ ફટાકડા ફોડીને માતજીના વધામણા કરવામાં આવ્યા છે. ડીએન હાઇસ્કુલ ખાતે સવારે માતજીની સ્થાપના કરવામાં આવી હતી.જેમાં સંસ્થા મંત્રી કે ડી પટેલ, કેમ્પસ ડાયરેક્ટર મહેશભાઇ વગેરે ઉપસ્થિત રહ્યાં હતા.સાંઇબાબા મંદિર ખાતે 71 ફૂટના ગઢ બનાવવામાં આવ્યો છે.જેમાં માતાજીની જયોતની સ્થાપન કરવામાં આવી હતી. તેના દર્શનનો લાભ મોટીસંખ્યામાં લીધો હતો. તો બીજી ખેલૈયાઓ પ્રથમ દિવસ ગરબાનો આનંદ માણવા માટે  તૈયારીઓ આરંભી દિધી હતી.

અન્ય સમાચારો પણ છે...