આણંદમાં દાદાગીરી / યુવકે વિધવા માતાની મૂડી સટ્ટામાં ગુમાવી દીધી, પૈસા વસૂલવા ગયેલા અપક્ષ કાઉન્સિલરે યુવાનની માતાને લાફા માર્યા

independent councillor threat family in cricket batting case in anand

  • નિલકંઠ પાસેથી યુનીયન બેંકના 11 લાખનો અને કેનેરા બેંકનો 9 લાખનો ચેક લખાવી દીધો હતો

Divyabhaskar.com

Jul 13, 2019, 12:11 PM IST

આણંદઃ આણંદમાં ક્રિકેટના સટ્ટામાં કરોડો રૂપિયા હારી જતાં યુવકને તેમજ તેની વિધવા માતાને અપહરણ કરી કિડની વેચાવીને પણ પૈસા વસુલ કરીશું તેવી ધમકી આપતા સમગ્ર મામલો આણંદ શહેર પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. આ મામલે આણંદ શહેર પોલીસે અપક્ષ કાઉન્સિલર સોહિલ વ્હોરા ઉર્ફે ડટ્ટો તેમજ તેના અન્ય 8 સાગરિત વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

આણંદ શહેરના ગામડીવડ સ્થિત પુરાણીના ખાંચામાં નિર્મળાબેન રતિલાલ ચૌધરી રહે છે. તેમના પતિ 4 વર્ષ અગાઉ મૃત્યુ પામ્યા છે. તેમના સંતાનમાં 2 પુત્ર અને 1 પુત્રી છે. તેઓ મનમંદિર નામે કપડાં ધોવાની દુકાન ધરાવે છે. તેમના 2 પુત્ર પૈકી નાના પુત્ર નિલકંઠને આણંદ નતૂન નગર ખાતે રહેતા અને અપક્ષ કાઉન્સિલર સોહિલ ઉર્ફે ડટ્ટો સફી વ્હોરા સાથે મિત્રતા થઈ હતી. જે થકી સોહિલના બીજા મિત્રો ડેલો વ્હોરા, હાજી વ્હોરા, ગોપાલ સોની સહિત અન્ય શખ્સ સાથે પણ મિત્રતા થઈ હતી.

દરમિયાન, આ તમામે યુવકને ક્રિકેટના સટ્ટામાં વધુ નાણાં મળશે તેવી લાલચ આપી તેને સટ્ટો રમાડતો કર્યો હતો. જોકે, સટ્ટો રમતાં યુવક હારી જતાં તેને કરોડોનું દેવું થયું હતું. આ નાણાંની ઊઘરાણી સોહિલ તેમજ તેના સાગરિતો અવાર-નવાર કરતાં હતા. જે પેટે તેણે નાણાં ચૂકવી પણ દીધી હતા. જોકે, આમ છતાં પણ તેમણે નિલકંઠ પાસેથી યુનીયન બેંકના 11 લાખનો અને કેનેરા બેંકનો 9 લાખનો ચેક લખાવી દીધો હતો.

આ ઉપરાંત, ગત 28મી જૂને બપોરે ગામડીવડ ખાતેની વોશિંગ કંપનીમાં વિધવા હાજર હતા ત્યારે સોહિલ તેમજ તેના અન્ય સાગરિતો આવી પહોંચ્યા હતા અને ક્રિકેટના સટ્ટાના બાકી નાણાંની ચૂકવણીની વાત કરી હતી. જોકે, મહિલાએ તમામ નાણાં ચૂકવી દીધા હોવાનું જણાવ્યું હતું. અને સોહિલે કહ્યું કે, અમારા પૈસા તો ચૂકવવા જ પડશે નહીં તો તારા દીકરા નિલકંઠનું અપહરણ કરી કિડનીઓ વેચાવીને પણ અમારા પૈસા વસૂલ કરીશું અને તારા દીકરાને જીવતો નહીં છોડીએ. અમે આણંદના ડોન છીએ અને પૈસા કઢાવતા અમને આવડે છે તેમ જણાવી સોહિલે તેમને લાફા મારી દીધા હતા.

તેમણે આણંદ સરદાર ગંજ મર્કેન્ટાઈલ બેંકના 5-5 લાખના 2 ચેક બળજબરીથી લખાવી દીધા હતા. આ દરમિયાન, તેમણે બુમરાણ મચાવતા તેમના મોટા દીકરા નિલેષ તેમજ તેમની પત્ની જાગૃતિ અને દીકરી પરાગીની આવી પહોંચતા જ તમામ શખ્સ ફરાર થઈ ગયા હતા. આ શખ્સો માથાભારે હોય એ સમયે ફરિયાદ લખાવવાનું ટાળ્યું હતું. પરંતુ આખરે પરિવારજનોએ હિંમત આપતા આ સંદર્ભે આણંદ શહેર પોલીસ મથકે સોહિલ ઉર્ફે ડટ્ટો સફી વ્હોરા, યાસીન ઉર્ફે ડેલો સત્તાર વ્હોરા, યાસીન ઉર્ફે હાજી ઈસ્માઈલ વ્હોરા, ગોપાલ ચંપકલાલ સોની, નિલેષ ઉર્ફે મુન્નો જયંતિ સોની, અસ્મત બાવાજી રાણા, જુબેર ઉર્ફે રવિ યુનુસ ઠાકોર, મુસ્તાક આઝીરઅલી સૈયદ અને ઈમરખાન ઉર્ફે કાલી માતબરખાન પઠાણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

વિધવા માતાએ બચાવેલી મૂડી યુવકે ક્રિકેટના સટ્ટામાં ગુમાવી દીધી
કાઉન્સિલર તેમજ તેના અન્ય સાગરિતોએ ક્રિકેટના સટ્ટાની લત લગાડ્યા બાદ કરોડોનો સટ્ટો તેની પાસે રમાડ્યો હતો. જેમાં તે કરોડો રૂપિયા હારી ગયો હોવાનો આક્ષેપ યુવકની માતાએ કર્યો હતો. જોકે, અવાર-નવાર અપક્ષ કાઉન્સિલર અને તેના સાગરિતો દ્વારા પૈસાની માંગણી કરાતા તેણે તેમના મકાનના પ્લોટ, દાગીના, એફડી વેચીને અપક્ષ કાઉન્સિલર સોહિલ ડટ્ટા અને તેના સાગરિતોને ચૂકવણી કરી હતી. આમ, સટ્ટામાં યુવકે જીવનભરની વિધવા માતાએ બચાવેલી મૂડી ગુમાવી હતી.

ઓનલાઈન સટ્ટો રમાડતા હતા
સોહિલ વ્હોરા 2 પ્રકારે ઓનલાઈન સટ્ટો રમાડતો હતો. 1. ફોન કરીને હાર-જીત નક્કી કરાતી હતી. 2. વોટ્સએપમાં વીવીઆઈપી બેટ નામની લિન્કથી મોબાઈલમાં જે તે વ્યક્તિના પાસવર્ડથી લિન્ક ખોલી સટ્ટો રમાડાતો હતો. અને સટ્ટોડિયો ઈચ્છે ત્યારે તે તેના જીતેલા પૈસા લઈ શકે. અથવા આઈડી પર પૈસા જમા રહેતા. જે આઈડી બુકી મોકલી આપે તેના પર આપણે બેલેન્સ કરવાનું રહેતું. આઈડી જનરેટ કરતાં પહેલાં એક ફિક્સ રકમ રોકડમાં લેવાતી. ક્રિકેટ ઉપરાંત IPL પર પણ આ રીતે સટ્ટો રમાડતા હતા. બેલેન્સ જે કર્યું હોય તેમાંથી જ રકમ ક્રેડિટ અથવા તો ડેબિટ થઈ જાય. > નીલકંઠભાઈ ચૌધરી, પીડિત

X
independent councillor threat family in cricket batting case in anand

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી