આણંદ / લિથોનિયાનું કહી આર્મેનિયા મોકલી આણંદના એજન્ટે 28 લાખ પડાવ્યા

Anand's agent sent 28 million from Lithuania to Armenia

  • છેતરપિંડીનો ભોગ બનેલી 4 મહિલાઓની ફરિયાદ

Divyabhaskar.com

Oct 13, 2019, 08:01 AM IST

આણંદ: આણંદના એજન્ટે 4 મહિલાઓને લિથોનિયાના વિઝા અપાવવાની લાલચે તેઓની પાસેથી 28 લાખ પડાવી લીધા હતા. શનિવારે આણંદ પોલીસ મથકે આણંદના એજન્ટ સહિત અન્ય એજન્ટો વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ છે. નડિયાદ ખાતે આવેલ ઝેવીયર્સ પાર્ક સોસાયટીમાં મીનાબેન પરમાર પરિવાર સાથે રહે છે. તેમને અગાઉ આણંદના 100 ફુટના રોડ ઉપર આવેલ ઈમાનુએલ સોસાયટીમાં રહેતા રાજેશ એડમીનભાઈ બારૈયા જેમની ઓફિસ આણંદ હરીબાભુવન સ્ટેશન રોડ ઉપર આવેલી છે. તેમણે ઈઝરાયલ મોકલ્યા હતા. જેથી તેઓ તેમને સારી રીતે ઓળખતા હતા. ઈઝરાયલથી પરત આવ્યા બાદ મીનાબેન તથા કૈલાસબેન વણકર, મીનાબેન સોલંકી, સરોજબેન રાઠોડ વગેરે રાજેશ બારૈયાને મળ્યા હતા.

1 જાન્યુઆરી 2017એ રાજેશે લિથોનીયા મુકામે સારા પગારથી નોકરી તથા વીઝા અપાવીશ તેવી ખાતરી આપી હતી. જે માટે રૂ. 1 લાખ પહેલા જોઇએ, તેમ કહેતા 4 મહિલાઓએ ભેગા મળીને 4 લાખ તેમને આપ્યા હતા. થોડા સમય પછી રાજેશે 4 મહિલાઓને બોલાવીને જણાવ્યું કે, લિથોનીયા ડાયરેક્ટ નહીં જવાય તમને આર્મેનિયા લઈ જઈશું. 4થી એપ્રિલ 2018એ રાજેશે ફરી 4 મહિલાઓને કહ્યું કે, આર્મેનિયાના વીઝા આવી ગયા છે. દરેકના 6 લાખ તથા 1 લાખ ખર્ચ મળી રૂ. 7 લાખ આપવા પડશે. એટલે 4 મહિલાઓએ ભેગા થઈ અગાઉ 4 લાખ ચુકવ્યા હોય તેમને બાકીના 24 લાખ તુટક તુટક આપ્યા હતા.

રૂ. 28 લાખ મળી ગયા પછી 4 મહિલાઓને આર્મેનિયા લઈ જવાયા હતા. અને કહ્યું કે, 20 દિવસ પછી લિથોનીયાના વીઝા મળી જશે. ત્યાં ગયા પછી તમામના પાસપોર્ટ અને બીજા દસ્તાવેજા લઈ લેવાયા હતા. જેથી મહિલાઓ આર્મેનિયામાં કોઈ કામ કરી શક્યા નહોતા. આર્મેનિયામાં પુછપરછ કરતાં યોગ્ય જવાબ મળતો નહોતો. એટલે મહિલાઓને શક જતાં જાણકાર માણસોને પુછપરછ કરતાં બહાર આવ્યું કે, તેમને અહીયા કોઈ કામ મળશે નહી એટલે તેમણે રાજેશ બારૈયાને ભારત પરત મોકલી લેવા અનુરોધ કર્યો હતો. ભારત આવ્યા બાદ આ મહિલાઓએ રાજેશ બારૈયા પાસે નાણાં માંગ્યા હતા પરંતુ ધમકીઓ આપતો હતો. રકમ મળશે નહી થાય તે કરી લેજા. આ મહિલાઓએ 20મી ડિસેમ્બર 2018 ના રોજ જીલ્લા પોલીસ વડાને લેખિત ફરિયાદ આપી હતી. આજ સુધી કોઈ કાર્યવાહી ન થતાં 4 મહિલાઓએ કોર્ટમાં રજુઆત કરી હતી.

X
Anand's agent sent 28 million from Lithuania to Armenia

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી