આણંદઃ ભારત સરકારના જહાજ, કેમીકલ, ફર્ટીલાઝર મંત્રી મનસુખભાઇ માંડવીયાએ જણાવ્યું હતું કે, દેશમાં ફાર્મા સેક્ટરનું ભવિષ્ય ઉજ્જવળ છે આજે દુનિયાના 120 દેશોમાં ભારતીય દવાઓની નિકાસ થાય છે અમેરિકા અને યુરોપના દેશોમાં પણ ભારતીય દવાઓને સ્થાન મળ્યું છે ભારતમાં દવાઓના સંશોધનમાં પણ આપણો યુવા વર્ગ અગ્રેસર રહ્યો છે પહેલા ભારતિય શંશોધિત થયેલ દવાને પેટન્ટ મેળવતા ત્રણ-ચાર વર્ષ લાગતા હતા આજે દોઢ વર્ષમાં જ મળી જાય છે અને દેશની એક હજાર જેટલી રીસર્ચને પેટન્ટ મળી ચૂકી છે આ બદલાવ ભારત સરકાર લાવી શકી છે.
ચારુતર યુનિ ચાંગા, રામભાઈ પટેલ કોલેજ ઓફ ફાર્મસી ખાતે વિધાર્થી વિકાસ ના નિધિ ટ્રસ્ટ અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના ઉપક્રમે નવમા નેશનલ ફાર્માવિઝન સેમિનારના આજના બીજા દિવસે ભારત સરકારના મંત્રી મનસુખ ભાઈ માંડવીયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ સેમિનારમાં દેશના 26 રાજ્યોના વિદ્યાર્થીઓની ઉપસ્થિતિને આવકારતાં મંત્રી મનસુખભાઈ માંડવીયા એ જણાવ્યું હતું કે ગુજરાત આવ્યા છો તો ગુજરાતને ભરપૂર માણો જાણો અને કરો તમે ઘણું જાણવાનું મળશે દેશની સૌથી મોટી દવા ઉત્પાદક કંપનીઓ ગુજરાતમાં જ છે તેની મુલાકાત લેવા પણ મંત્રીએ સૂચવ્યું હતું મંત્રી મનસુખભાઈ માંડવીયા એ સેમિનારની સફળતા બદલ શુભેચ્છાઓ પાઠવી હતી.બે દિવસીય ફાર્મા વિઝન સેમિનાર માં વિધાર્થી ઓ એ પ્લાસ્ટિક નો ઉપયોગ ન કરવો તેમજ અન્ન ભોજન નો બગાડ ન કરવો તેવા સંકલ્પ મુજબ સફળતા મેળવી હતી.આ સેમિનાર માં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતાં.
ડૉ, જયેશ ચૌહાણે સૌને આવકાર્યા હતા અને તેઓએ નેશનલ નવમા ફાર્મા સેમિનાર ની ફલ સ્વરૂપે દવાઓ માટેનું એ.ટી.એમ.અને દવાઓના પેકીંગ ઉપર બ્રેઇન લિપી માં લખાણ નો દિવ્યાંગ જનો માટે ઉપયોગ ના સુંદર પ્રોજેક્ટ રજૂ થયા એમ જણાવી ચૌહાણ કહ્યું કે આ સેમિનાર માં 1014 જેટલા 45 સંસ્થા ના વિદયાર્થીઓ એ ભાગ લીધો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.