ભાસ્કર વિશેષ  / ચીનમાં વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સ-2019માં લજ્જા ગોસ્વામીએ બે ગોલ્ડ મેડલ મેળવ્યા

લજ્જા ગોસ્વામી
લજ્જા ગોસ્વામી

  • વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સ-2019માં સ્વતંત્રતા દિવસ પૂર્વે લજ્જાએ ગૌરવ અપાવ્યું
  • 2017માં આ ગેમ્સમાં 6 મેડલ મેળવ્યા હતા

Divyabhaskar.com

Aug 14, 2019, 05:26 AM IST

આણંદ: આણંદના જીટોડીયા ગામમાં રહેતી આંતરરાષ્ટ્રીય શુટર અને ગુજરાત પોલીસમાં હથિયારી પોલીસ ઇન્સ્પેકટર તરીકે ફજર બજાવતા લજ્જા ગોસ્વામીએ ચીનના ચેંગડુ ખાતે રમાઇ રહેલ વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સ-2019માં સોમવારે વ્યકિતગત સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે.જયારે મંગળવારે ટીમ ઇન્ડિયાને ગોલ્ડ મેડલ મળ્યો છે.આ ટીમમાં પણ લજ્જાએ ઉત્કુષ્ટ પ્રર્દશન કર્યું હતું.લજ્જા ગોસ્વામીયએ સ્વતંત્રદિન પર્વની પૂર્વે બે ગોલ્ડ મેડલ જીતની દેશવાસીઓને અનોખી ભેટ અર્પણ કરી છે.આમ લજ્જા સમગ્ર દેશઅને ગુજરાત પોલીસ તેમજ ચરોતર પંથકનું ગૌરવ વધાર્યું છે.

600 સ્કોરમાંથી સૌથી વધુ 586 સ્કોર મેળવી દેશનું નામ રોશન કર્યું
આંતરરાષ્ટ્રીય શુટર લજ્જા ગોસ્વામીએ શુટીંગ સ્પર્ધામાં અગાઉ 22 મેડલ મેળવ્યા છે. હાલ તેઓ ગુજરાત પોલીસમાં હથિયારી પોલીસ ઈન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવે છે. પોલીસ કર્મીઓ માટે વિશ્વ કક્ષાની સ્પર્ધા દર બે વર્ષે યોજાય છે. દેશમાંથી 150 થી વધુ રમતવીરોની આ સ્પર્ધામાં પસંદગી થાય છે. ચાલુ મહિને એટલે કે ઓગષ્ટ માસમાં હાલ ચાઈના ખાતે વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સ-2019 રમાઈ રહી છે. સોમવારે લજ્જા સ્વામીએ . 22 સ્પોર્ટ રાયફલ થ્રી પોઝીસન વ્યક્તિગત સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. 600 સ્કોરમાંથી તેઓએ સૌથી વધુ 586 સ્કોર મેળવી દેશનું નામ રોશન કર્યું છે. આ ઉપરાંત ચાઈના ખાતે હાલ ચાલી રહેલ આ સ્પર્ધામાં ગુજરાત પોલીસની ટીમે વ્યક્તિગત સ્પર્ધામાં સીલ્વર અને બ્રોન્ઝ મેડલ પણ હાંસલ કરી ગુજરાત પોલીસનો ડંકો ચાઈનામાં વગાડ્યો છે.આ ઉપરાંત મંગળવારે યોજાયેલ લેઇંગ પોઝીસન .22 રાયફલ શુટીંગ સ્પર્ધામાં ટીમ ઇન્ટિયાને ગોલ્ડ મેડલ મળ્યો છે. આ ટીમમાં લજ્જા ગોસ્વામી સામેલ હતી.તેણેટીમવતી ઉત્કુષ્ટ પ્રદર્શન કરીને ટીમે ગોલ્ડ અપાવ્યો છે.આમ કુ.લજ્જા ગોસ્વામીએ ગુજરાત પોલીસ તથા ચરોતરનું ગૌરવ વધાર્યું છે.

પ્રેક્ટીસ કરવા માટે લજ્જાએ 12.95 લાખની જર્મન બનાવટની રાયફલ ખરીદી
અત્રે ઉલ્લેખની છે કે ચાઈના ખાતે હાલ ચાલી રહેલ આ સ્પર્ધામાં પ્રેક્ટીસ કરવા માટે લજ્જાએ 12.95 લાખની જર્મન બનાવટની રાયફલ ખરીદી હતી. અને કોઈપણ હિસાબે ગોલ્ડ મેડલ મેળવો એ ધ્યેય સાથે તેમણે પ્રેક્ટીસ શરુ કરી હતી. અને ગત રોજ વ્યક્તિગત સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવીને ગુજરાત પોલીસ અને દેશનું ગૌરવ વધાર્યું છે.

2017માં આ ગેમ્સમાં 6 મેડલ મેળવ્યા હતા
આણંદ ખાતે રહેતા લજ્જાના પિતા તિલક ગોસ્વામી સાથે થયેલ વાતચીતમાં તેઓએ જણાવ્યું હતું કે અમેરિકામાં યોજાયેલ વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સ-2017માં પણ લજ્જાએ ઉત્કૃષ્ટ દેખાવ કરીને 3 ગોલ્ડ, 2 સિલ્વર અને 1 બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. તેમજ 2010માં યોજાયેલ કોમનવેલ્થમાં સિલ્વર, 2013માં વર્લ્ડ ચેમ્પિયન ગેમ્સ સ્પેન અને 2014ની કોમનવેલ્થ ગેમ્સ બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો.

X
લજ્જા ગોસ્વામીલજ્જા ગોસ્વામી
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી