તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજે 7થી 9 કિમીની ઝડપે પવન ફૂકાશે, ચાંદેદાર જ નહીં, ઢાલ હશે તોપણ ઊંચે આકાશે પેચ લડાવી શકશો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • આખો દિવસ ધાબા પરથી ‘એ લપેટ...’ ‘કાયપો છે...’ની બૂમ સંભળાશે
  • સૂર્યનારાયણ દેવ ધન રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરશે : આજના દિવસે દાનધર્મ અને પુણ્ય કમાવાનો અવસર

આણંદ: મંકરસંક્રાતિ પર્વ એટલે ઉત્તરાયણની ઉજવણી કરવા માટે ચરોતરવાસીઓ સજ્જ થઇ ગયા છે. ત્યારે ચરોતરવાસીઓ માટે આનંદની વાત છે કે, ઉતરાયના દિવસે ચરોતર પંથક પર પવનદેવની મેહર રહેશે અને બંને દિવસ દરમિયાના 7 થી 9 કિમીની ઝડપે પવન ફૂકાશે તેમ કૃષિ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. સૂર્યનારાયણ દેવ ધન રાશિ છોડીને મકર રાશિ પ્રવેશે છે. મકરરાશિ પ્રવેશ હિન્દુશાસ્ત્રોમાં શુભ મનાય છે.આ દિવસે દાનપૂર્ણ કરવાનો મહિમા હોવાથી સવાર થી સાંજ સુધી ધાર્મિક સ્થળો પર દાતાઓ દ્વારા કપડા સહિત જીવન જરૂરીયાત વસ્તુઓનું દાન કરશે.ઉત્તરાયણના દિવસે એ કાપ્યો.... લપેટની ધૂમ શહેરમાં ચારેબાજુ જાવા મળશે. નાના અને મોટા મકાનો તથા અન્યત્ર જગ્યાઓ પર નાના બાળકોથી લઈને મોટા લોકો સુધી ભીડ જાવા મળશે.

બજારોમાં મોડી રાત સુધી ખરીદી
મકરસંક્રાતિના પ્રારંભ સાથે જ મંગળવારે ધનાર્ક કમૂર્હતાની પણ પૂર્ણાહુતિ થશે. ઉત્તરાયણના તહેવારને લઇ ચરોતરવાસીઓમાંભારે ઉત્સાહનો માહોલ જાવા મળી રહ્યો છે. ઊતરાયણના તહેવારને લઇ શહેરના વિવિધ માર્ગો અને વિસ્તારોમાં પતંગ-દોરીના સ્ટોલ્સ, મંડપો અને શામિયાણા ઉપરાંત ટોપી, ગોગલ્સ, પીપૂડા સહિતની આકર્ષક અને અવનવી ચીજવસ્તુઓ લઇને ફેરિયાઓ બિલાડીના ટોપની જેમ ફુટી નીકળ્યા હતા, જે ખાસ કરીને નાના બાળકો, મહિલાઓ અને યંગસ્ટર્સનું ખાસ ધ્યાન ખેંચતા હતા. નડિયાદ શહેરમાં ઉત્તરાયણને આડે બે દિવસ બાકી હોવા છતાં ખાસ કોઇ ઘરાકી ન હોવાના કારણે વેપારીઓ નિરાશ થવા લાગ્યાં હતાં.પરંતુ સોમવારની સવારનો સુરજ તેમના માટે ખુશીની પળ લાવ્યો હતો. શહેરની પતંગ બજારમાં સવારથી જ પતંગ રસીકોની ભીડ શરૂ થઇ ગઈ હતી. મોડી સાંજ સુધી મોડા ભાગના વેપારીઓએ પોતાની પતંગો વેચી હતી. આ ઉપરાંત એસેસરીઝ પણ એટલી જ મોટી સંખ્યામાં ખરીદી થતાં વેપારીઓ ખુશ થઇ ગયાં હતાં.

અગાસીઓમાં ઉત્તરાયણની પૂર્વ સંધ્યાએ ડીજે મૂકી તૈયારી પૂર્ણ કરી 
ઉત્સાહી પતંગરસિયાઓએ મંગળવારની મોડી સાંજથી જ ધાબાઓ, ટેરેસ અને છત પર મ્યૂઝીક સિસ્ટમ, સ્પીકર્સ અને લાઉડ સ્પીકર ગોઠવી દીધા હતા. મ્યુઝીક, ડાન્સ, ડીજેના તાલ અને ગીતોની ધૂમ વચ્ચે ઊતરાયણની ઉજવણી કરવાનું આયોજન કર્યું છે. 

ચરોતરના બજારો છેલ્લી ઘડીએ પતંગરસિયાઓની ખરીદી ભીડ જામી
સોમવારની સંધ્યાએ પતંગરસિયાઓએ શહેરના વિવિધ પતંગ-દોરી બજારોમાં ખરીદી કરવા ઉમટી પડયા હતા.કેટલાક દિવસો સુધી સુસ્ત અને સૂના લાગતા બજારો કલાકોની ખરીદીના કારણે માનવમહેરામણરૂપી કિડિયારાથી જાણે ઉભરાયા હતા. 

પવનના લીધે 9 કે 12 તારનો માંઝા ચાલશે
5 કિમીની વધુ ઝડપે પવન હોય તો પતંગ ચગાવવા માટે પુરતો હોય છે. નાની પતંગો ચંગાગવા માટે 3 કિમીનો પવન પુરતો છે. પરંતુ આ વખતે દિવસ દરમિયાન 7 કિમી ઝડપે પવન ફુકાંશે .જેથી મોટી પતંગો પણ આકાશ ઉડી શકશે.

સૂર્ય ઉતર દિશામાં પ્રયાણ કરીને મકરરાશિમાં પ્રવેશે
જયોતિષ શાસ્ત્રીઓ માનવું છે કે, રાશીમાંથી બીજી રાશીમાં સ્થળાંતર કરે છે આ પ્રમાણે વર્ષમાં કુલ 12 સંક્રાંતિઓ થાય છે. પરંતુ સૂર્ય ધનુ રાશીમાંથી મકર રાશીમાં સ્થળાંતર કરે છે ત્યારે ઉત્તરાયણ શરૂ થાય છે. કારણ કે આ સમય સૂર્ય પૃથ્વીની આજુ બાજુની પરિભ્રમણ દિશામાં પણ પરિભ્રમણ થાય છે. સૂર્ય ઉત્તર દિશા તરફ ખશે છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

    વધુ વાંચો