તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

BVMમાં જ્યુબિલી સેલિબ્રેશનના ભાગરૂપે ઉર્જા મૈત્રી ઉત્સવ ઉજવાયો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • એલ્મની એસો. ડાયમંડ જ્યુબિલી સેલિબ્રેશનમાં મહાનુભાવો હાજર રહ્યાં

આણંદઃ બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલય  ખાતે બીવીએમ એલ્મની એસોસિએશન તથા લોકલ એલ્મનીટીમ ચરોતર દ્વારા બીવીએમ પ્લેટિનમ જ્યુબિલી તથા બીવીએમ એલ્મની  એસોસિએશન ડાયમંડ જ્યુબિલી સેલિબ્રેશનના ભાગ રૂપે ઉર્જા-2020 (મૈત્રી ઉત્સવ) યોજાયો. આ પ્રસંગે ભીખુભાઇ પટેલ, ઘનશ્યામભાઇ પટેલ, રોહિતભાઇ પટેલ, લાલસિંહ વડોદીયા, જાગૃતભાઇ ભટ્ટ, બી.એમ.વ્યાસ, ડૉ.ઇંદ્રજિત પટેલ, પ્રદીપભાઇ પટેલ, ડૉ.દિપક વ્યાસ ઉપસ્થિત રહ્યા હતા.

સંસ્થાના પ્રિન્સિપાલ ઇન્દ્રજીત પટેલે જણાવ્યુ હતું
આ પ્રસંગે સંસ્થાના પ્રિન્સિપાલ ઇન્દ્રજીત પટેલે જણાવ્યુ હતું કે બીવીએમપ્રોડ્યુસ ગ્લોબલી એમ્પલોયેબલ ઇનોવેટિવ એન્જીનીયર વિથ કોર વેલ્યુઝ તથા સીવીએમ ના વિઝન યુથ ડેવલપમેન્ટ પર સતત પ્રયત્નશીલ છે. સંસ્થા ખાતે TEQIP-II તથા  TEQIP_III સફળ રીતે ઇમ્પ્લીમેન્ટ થયેલ છે જેના અંતર્ગત ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ટ્રેનિંગ પ્રોગ્રામ્સ વર્કશોપ, એકસપર્ટ ટૉક, ટેકનિકલ સિમ્પોઝિયમ, ઇન્ડસ્ટ્રી ઇન્ડસ્ટીટ્યુટ ઇન્ટરેકશન, પ્રોજેકટ એકસ્પોનો સમાવેશ થયા છે ઉપરાંત વિદેશની 9 યુનિ. સાથે એમ.ઓ.યુ. સ્ટુડન્ટ એકસચેન્જ પ્રોગ્રામ, અમુલ વોલ્કેનોમાં સતત ચેમ્પિયન, એન.એસ.એસ. માં રાજ્યક્ક્ષાએ બેસ્ટ એવોર્ડ, સ્પોર્ટસમાં ઉત્કૃષ્ટ પરફોર્મન્સ જેવી સંસ્થાની સિદ્ધિ બદલ બીવીએમ ગર્વ અનુભવે છે. આ પ્રસંગે ભીખુભાઇ પટેલે જણાવ્યુ હતું કે સીવીએમ બીવીએમ ના એમ્પાવરમેન્ટ માટે હંમેશા પ્રયત્નશીલ છે તથા વર્તમાન સમયને અનુલક્ષીને આગામી સમયમાં બીવીએમ ખાતે સ્ટેટ ઓફ આર્ટ ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલમેન્ટ તથા ઇકવીપમેન્ટ અપગ્રેડેશન હાથ ધરવામાં આવશે

અન્ય સમાચારો પણ છે...