સફળતા / રાયફલ શુટિંગમાં દેશનું નામ રોશન કરનાર આણંદની લજ્જાને ધોરણ 11ના પાઠ્યપુસ્તકમાં સ્થાન

Indian marks woman Lajja Goswamis success story now place in 11th stds english book

  • લજ્જાએ અત્યાર સુધીમાં ગોલ્ડ, બ્રોન્ઝ, સિલ્વર સહિતના ઘણા મેડલો પોતાના નામે કર્યા છે
  • લજ્જાની સફળતા પાછળ તેના પિતાનો ખુબ જ મોટો ફાળો રહ્યો છે
  • અનેક કોમ્પિટિશન જીતી લજ્જાએ દેશ, રાજ્ય અને ખાસ તો આણંદ જિલ્લાનું નામ રોશન કર્યું છે

Divyabhaskar.com

Dec 04, 2019, 12:54 PM IST

આણંદ: નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલે રાયફલ શુટિંગમાં સિદ્ધિ મેળવનાર આણંદની લજ્જા ગોસ્વામીની જીવનગાથા હવે પાઠ્ય પુસ્તકમાં જોવા મળશે. ધોરણ 11ના ગુજરાતી મીડિયમના અંગ્રેજી વિષયમાં લજ્જાની સિદ્ધિઓ અને તેની મહેનત વિશેનો એક પાઠ વિદ્યાર્થીઓને ભણાવવામાં આવી રહ્યો છે. આ પાઠમાં લજ્જાએ સ્ટડીની સાથોસાથ કેવી રીતે એનસીસીની કારકિર્દી શરૂ કરી તે વિશે જણાવવામાં આવ્યું છે. લજ્જાની સફળતાની કહાણી વાંચીને અન્ય વિદ્યાર્થીઓમાં પણ કઇક અલગ કરવાની ઇચ્છા ઉત્પન્ન થાયા તે હેતુથી આ નિર્ણય લેવાયો છે.


પિતાના માર્ગદર્શનથી ભણવાની સાથે શુટિંગ શરૂ કર્યું
આણંદના જીટોડિયા ગામની રહેવાસી લજ્જા ગૌસ્વામીએ ઘણી નાની વયે જ રાયફલ શુટરમાં અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરી લીધી છે. તેણે અત્યાર સુધીમાં ગોલ્ડ, બ્રોન્ઝ, સિલ્વર સહિતના ઘણા મેડલો પોતાના નામે કર્યા છે. પોતાની મહેનત અને સાહસથી જીત હાસલ કરીને લજ્જાએ દેશ, રાજ્ય અને ખાસ તો આણંદ જિલ્લાનું નામ રોશન કર્યું છે. લજ્જાની સફળતા પાછળ તેના પિતાનો ખુબ જ મોટો ફાળો રહ્યો છે. પિતાના માર્ગદર્શન હેઠળ લજ્જાએ ભણવાની સાથે શુટિંગ કોમ્પિટિશનમાં એકપછી એક જીત મેળવી પોતાની એક અલગ જ ઓળખ ઉભી કરી લીધી છે.


નેશનલથી લઇ ઇન્ટરનેશનલ લેવલે જીત હાસલ કરી
લજ્જા ગુજરાતની એકમાત્ર એવી યુવતી છે જેણે પીઆઇ કક્ષામાં ફરજ બજાવી મોટી સંખ્યામાં મેડલો જીતી છે. ત્યારે હવે લજ્જાની સિદ્ધિઓમાં ઉમેરો થયો છે. લજ્જાને ધોરણ 11ના ગુજરાતી મીડિયમની અંગ્રેજીની ચોપડીમાં સ્થાન મળ્યું છે. આ બુક્સમાં તેના જીવન પર આધારિત એક પાઠ આપવામાં આવ્યો છે. કોમનવેલ્થ ગેમમાં 50 મીટર રાયફલમાં લજ્જાએ ભારતને 2010માં સિલ્વર અને 2014માં બ્રોન્જ મેડલ અપાવ્યો હતો. 2015માં હેનોવર જર્મનીમાં યોજાયેલી ઇન્ટરનેશનલ શુટિંગ ચેમ્પિયન કોમ્પિટિશનમાં ગોલ્ટ મેડલ પ્રાપ્ત કર્યો છે. ઉપરાંત તેણે ઇન્ટરનેશનલ કોમ્પિટિશનમાં 2 સુવર્ણ, 2 રૌપ્ય અને કેન્દ્રિય ડિફેન્સ વિભાગે પણ લજ્જાને મેડલથી સન્માનિત કરી છે.

X
Indian marks woman Lajja Goswamis success story now place in 11th stds english book

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી