આણંદ / માત્ર બે રૂપિયામાં બે ટાઇમનું ભોજન, લોકોને ઘરે બેઠા સ્વાદિષ્ટ જમવાનું પહોંચાડાય છે

in anand, A two-time meal for only two rupees, delivers delicious food to people sitting at home

  • NRI દાતા મરી-મસાલા, ઘઉં, ચોખા, લોટ સહિત વિવિધ ચીજવસ્તુઓ આપીને જતાં હતાં
  • વૃદ્ધોને ધ્યાનમાં રાખીને 365 દિવસ અલગ-અલગ મેનુ રાખવામાં આવે છે
  • 51થી શરૂઆત થઇ હતી, આજે 400થી વધારે લોકો સ્વાદિષ્ટ ભોજન જમે છે 

Divyabhaskar.com

Oct 21, 2019, 01:13 PM IST

આણંદ: ભારતીય સંસ્કૃતિમાં ભૂખ્યાને ભોજન કરાવવું એ સૌથી મોટું પુણ્ય મનાય છે. દેશમાં અનેક એવી સંસ્થાઓ છે જે અલગ-અલગ રીતે પોતાની ક્ષમતા અનુસાર ગરીબો અને વૃદ્ધોને જમવાનું પુરુ પાડે છે. ત્યારે ગુજરાતના આણંદ જિલ્લામાં આવેલા જલારામ જનકલ્યાણ સેવા ટ્રસ્ટ પોતાની સેવાઓને લઇને જાણીતા બન્યા છે. આ ટ્રસ્ટ છેલ્લા 7/8 વર્ષથી 400થી વધારે જરૂરિયાતમંદ અને વૃદ્ધોને ઘરે બેઠા માત્ર બે રૂપિયામાં ટોકન ચાર્જ લઇ જમવાવનું પહોચાડવાનું કામ કરે છે. ટ્રસ્ટની આ સેવામાં કેટલાક NRI લોકોનો પણ મોટો ફાળો રહ્યો છે.

માત્ર બે રૂપિયાના ટોકન પર બે ટાઈમનું ભોજન
આણંદના જલારામ જનકલ્યાણ સેવા ટ્રસ્ટમાં દાન અને ભોજન માટે જરૂરી વસ્તુઓનું એડવાન્સ બુકિંગ છે. મુસ્લિમ બિરાદર દ્વારા છેલ્લા છ વર્ષથી વિનામૂલ્યે શાકભાજીનો પુરવઠો રસોડા સુધી પહોંચાડવામાં આવે છે. બે રૂપિયાએ માત્ર ટોકન ચાર્જ છે. પરંતુ અહીંના એક ટાઇમના ટીફીનમાં બે ટાઇમનું પૂરતુ ભોજન કવોલિટી વાળુ આપવામાં આવે છે. વૃદ્ધોને ધ્યાનમાં રાખીને 365 દિવસ અલગ-અલગ મેનુ રાખવામાં આવ્યું છે. ટ્રસ્ટના પ્રમુખ મહેન્દ્રભાઈ પટેલ (લેમન કિંગ)એ જણાવ્યું હતું કે, અમે સૌ પ્રથમ સર્વે શરૂ કર્યો હતો. જેમાં 50 વ્યક્તિઓ જરૂરિયાતમંદ અને અશક્ત વૃદ્ધ હોવાનું જાણવા મળ્યું હતું. તેના આધારે 51 ટીફીનથી શરૂઆત કરી હતી.

અંદાજિત 10 જણાનો સ્ટાફ રસોડુ ચલાવે છે
તેમના સ્વજનની સો ફૂટના રોડ પર કામચલાઉના ધોરણે જગ્યા મળી હતી. ત્યાં બે રીક્ષાવાળાઓને પગાર પર બાંધીને ઘરે ટીફીન આપવાનું કામ શરૂ કર્યુ હતુ઼. ત્યારબાદ આ કામને વેગ મળ્યો હતો. અને કન્યાશાળા સ્કૂલમાં કાયમી ધોરણે રસોડુ શરૂ કર્યુ હતું. 8થી10 જણાનો સ્ટાફ રસોડુ ચલાવે છે. અને અંદાજિત 3 રીક્ષા ભાડે રાખી છે જેનાથી યોગ્ય સમયે કવોલિટીવાળુ ભોજન અપાય છે.

સફળતા પાછળ NRIઓ મોટો ફાળો
પ્રમુખે જણાવ્યું હતું કે, કોઇ પાસે દાન માંગતા ન હતા. પહેલા કહેતા કે આ ટીફીન સેવાની પ્રવૃતિ જોવા માટે આવો તેવો જોતા એનઆરઆઇ દાતા વસ્તુઓનું દાન આપતા હતા. જેમાં મરી-મસાલા, ઘઉં, ચોખા, લોટ સહિત વિવિધ ચીજવસ્તુઓ આપીને જતાં હતાં. ત્યારબાદ અમુક એનઆરઆઇઓએ રોકડ રકમ આપવાની શરૂઆત કરી હતી. અમારો આજે પણ નિયમ છે જેને ઇચ્છા હોય તે પહેલા અમારી પ્રવૃતિ જોવે સ્વેચ્છાએ જે આપે તે લેવાનું.

X
in anand, A two-time meal for only two rupees, delivers delicious food to people sitting at home

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી