કેનેડા / ટોરેન્ટોમાં હિરલની હત્યા બાદ પૂર્વ પતિ રાકેશ પટેલની લાશ મળી

હિરલ પટેલ અને રાકેશ પટેલની ફાઇલ તસવીર.
હિરલ પટેલ અને રાકેશ પટેલની ફાઇલ તસવીર.

  • રાકેશે આત્મહત્યા કરી હોવાની શક્યતા
  • 14મીએ હિરલની કચડાયેલી લાશ મળી હતી

Divyabhaskar.com

Jan 22, 2020, 06:51 AM IST
બોરસદ: પામોલની હિરલ પટેલની ગત 14મીએ કચડાયેલી સ્થિતિમાં લાશ મળી હતી. કેનેડા પોલીસે તેના પૂર્વ પતિ રાકેશ પટેલ પર શંકા જતાં તેની શોધખોળ હાથ ધરી હતી. પરંતુ તે મળી આવ્યો ન હતો. ગત 17મીએ પોલીસને એક લાશ મળી આવી હતી. તે લાશ રાકેશ પટેલની હોવાનું સામે આવ્યું છે જો કે રાકેશ પટેલની હત્યા થઇ છે કે તેઓએ આત્મહત્યા કરી છે તે રિપોર્ટ આવ્યા બાદ ખબર પડશે.
પોલીસે રાકેશ પટેલ વિરુદ્ધ ધરપકડ વોરંટ ઇસ્યુ કર્યો હતો
ગત 14મીએ બ્રેમ્પટોનમાં નેક્સસ એવન્યુ અને ફોગલ રોડ નજીક પોલીસને હિરલની લાશ હતી. પોલીસે તેના પૂર્વ પતિ રાકેશ પટેલને શકમંદ ગણી તેને વોન્ટેડ જાહેર કર્યો હતો પરંતુ રાકેશ પટેલ હાથમાં નહીં આવતા પોલીસે રાકેશ પટેલ વિરુદ્ધ ધરપકડ વોરંટ ઇસ્યુ કર્યો હતો. જો કે શુક્રવારે ટોરેન્ટોના હમ્બર પાર્ક નજીક બીજા નંબરના હાઈડ્રો ટાવર પર લાશ લટકતી હોવાનું જોતાં પોલીસને જાણ કરાઈ હતી. લાશની ઓળખ માટે પોલીસે ઓટોપ્સી કરાવી હતી જેના રિપોર્ટ આવતા લાશ રાકેશ પટેલની જ હોવાનું સામે આવ્યું હતું.
X
હિરલ પટેલ અને રાકેશ પટેલની ફાઇલ તસવીર.હિરલ પટેલ અને રાકેશ પટેલની ફાઇલ તસવીર.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી