પારદર્શકતા / રાજ્યની તમામ નગર પાલિકામાં ફાઇલ ટ્રેકર સિસ્ટમ લાગુ થશે

પ્રતિકાત્મક તસવીર.
પ્રતિકાત્મક તસવીર.

  • પેટલાદમાં વડોદરા ઝોનની સમીક્ષા બેઠક
  • પેટલાદ નગરપાલિકાની કામગીરીના વખાણ

Divyabhaskar.com

Jan 04, 2020, 03:20 AM IST
પેટલાદ, આણંદ: પેટલાદમાં શુક્રવારે વડોદરા ઝોનના આણંદ, મહીસાગર, લુનાવાડા, પંચમહાલ અને વડોદરા જિલ્લાની કુલ 26 નગર પાલિકાઓની સમીક્ષા બેઠક યોજાઇ હતી. જેમાં વડોદરા ઝોનના પ્રાદેશીક કમિશ્નર ડો.હર્ષિત ગોસ્વામીએ ચીફ ઓફિસરોને સંબોધતા જણાવ્યું હતું કે,રાજ્યની તમામ નગરપાલિકાઓમાં ઉત્તરાયણ પછી ફાઇલ ટ્રેકર સિસ્ટમ લાગું થશે. ફાઇલ ટ્રેકર સિસ્ટમના કારણે ગાંધીનગરમાં બેઠેલા મુખ્યમંત્રી પણ નગરપાલિકાઓના મહત્વના પ્રોજેક્ટની કામગીરી જાણી શકશે. અને ક્યાં કેટલી ગ્રાન્ટ વપારાઇ તે ગાંધીનગરમાં પણ ખબર પડી જશે. કામગીરી ઓનલાઇન થઇ રહી હોવાથી કશું છુપાવી શકાશે નહી. સરકાર દ્વારા બનાવેલા અલગ અલગ ઝોન પૈકી વડોદરા ઝોનની નગરપાલિકાઓની સમીક્ષા બેઠકનું પેટલાદમાં આયોજન કરાયું હતું.
X
પ્રતિકાત્મક તસવીર.પ્રતિકાત્મક તસવીર.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી