તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભેટાસીમાં ડુપ્લીકેટ ખાતર બનાવવાની ફેકટરી ઝડપાઈ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ડુપ્લીકેટ ખાતર બનાવવાની ફેક્ટરી ઝડપાઈ - Divya Bhaskar
ડુપ્લીકેટ ખાતર બનાવવાની ફેક્ટરી ઝડપાઈ
 • બ્રાન્ડેડ કંપનીના ખાતરમાં ભેળસેળ કરી બનાવેલી ડુપ્લીકેટ ખાતરની 400થી વધુ બોરીઓ ઝડપાઈ
 • છેલ્લા ચાર વર્ષથી ડુપ્લીકેટ ખાતર બનાવવાની ફેકટરીઓ ધમધમી રહી હતી
 • આણંદની એસઓજી પોલીસે છાપો મારી ડુપ્લીકેટ ખાતર બનાવવાની ફેકટરી સાથે એક મહિલાને ઝડપી પાડી

આણંદ: આંકલાવ તાલુકાના ભેટાસી ગામે બ્રાન્ડેડ કંપનીના રાસાયણિક ખાતરમાં ભેળસેળ કરી ડુપ્લીકેટ ખાતર બનાવતી ફેકટરી પર ગત રાત્રીના સુમારે આણંદની એસઓજી પોલીસે છાપો મારી ફેકટરીના ગોડાઉનમાંથી 400થી વધુ ડુપ્લીકેટ ખાતર તેમજ મશીનરી અને કેમીકલના બેરલ સહિત દોઢ લાખનો મુદ્દામાલ કબ્જે કરી એક મહિલાની અટકાયત કરી ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.

ડુપ્લીકેટ ખાતર તૈયાર કરી ખેડુતોને વેચવામાં આવતું હતું
મળતી વિગતો અનુસાર આણંદની એસઓજી પોલીસને બાતમી મળી હતી કે ભેટાસી ગામે બ્રાન્ડેડ કંપનીના ખાતરમાં ભેળસેળ કરી ડુપ્લીકેટ ખાતર તૈયાર કરી ખેડુતોને વેચવામાં આવી રહ્યું છે. જે બાતમીના આધારે ગત રાત્રીના સુમારે એસઓજી પીઆઈ વી. કે. ગઢવી સહિત પોલીસ સ્ટાફે છાપો મારતા ડુપ્લીકેટ ખાતર બનાવવાની ફેકટરીમાંથી બ્રાન્ડેડ કંપનીના ખાતરમાં કેમીકલ સહિત અન્ય વસ્તુઓની ભેળસેળ કરી બનાવેલી ડુપ્લીકેટ ખાતરની 400થી વધુ થેલીઓ મળી આવી હતી. જેને લઈને એસઓજી પોલીસ ચોંકી ઉઠી હતી. તેમજ ફેકટરીના ગોડાઉનમાંથી જુદા જુદા કેમીકલના નાના મોટા બેરલો મળી આવ્યા હતા તેમજ બ્રાન્ડેડ કંપનીની ખાતરની પ્રિન્ટ કરેલી ખાલી થેલીઓ તેમજ કેટલીક બ્રાન્ડેડ કંપનીના ખાતરની ભરેલી થેલીઓ પણ મળી આવી હતી. 

મહિલા દ્વારા છેલ્લા ચાર વર્ષથી ડુપ્લીકેટ ખાતરનું કૌભાંડ ચલાવવાતું હતું
પોલીસના જણાવ્યા અનુસાર નડિયાદની એક મહિલા દ્વારા છેલ્લા ચાર વર્ષથી ડુપ્લીકેટ ખાતર બનાવવાનું કૌભાંડ ચલાવવામાં આવી રહ્યું હતું. જેમાં બ્રાન્ડેડ કંપનીના ખાતર લાવી તેમાં કેમીકલ સહિત અન્ય ચીજવસ્તુ ઉમેરી તેને બ્રાન્ડેડ કંપનીના નામ છાપેલી અન્ય થેલીઓમાં ભરીને આ ડુપ્લીકેટ ખાતર વેપારીઓ દ્વારા ખેડુતોને વેચવામાં આવતું હતું. પોલીસે હાલમાં ઘટનાસ્થળેથી દોઢ લાખથી વધુનો મુદ્દામાલ અને આ ડુપ્લીકેટ ખાતરનું કૌભાંડ ચલાવતી મહિલાની અટકાયત કરી ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. પોલીસે એફએસએલ અધિકારીને બોલાવી આ ખાતરની ચકાસણી કરાવતા તેમાં પણ ખાતર ડુપ્લીકેટ હોવાનું જણાયું હતું. મોંઘા ભાવનું ખાતર ખરીદીને ખેતરમાં નાંખતા ખેડુતો સાથે છેતરપીંડી થઈ હતી અને જેના કારણે ખેડુતોને પાક નિષ્ફળ જતા આર્થિક નુકસાન પણ જતું હતું. આ ઘટનાને લઈને સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો