પોર્ન સાઇટ્સ પર પ્રતિબંધના ‘દિવ્ય ભાસ્કર’ના અભિયાનના સહયોગમાં વડતાલ રવિસભામાં યુવાનોનેે પ્રતિજ્ઞા લેવડાવાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તસવીર પ્રતિકાત્મક છે - Divya Bhaskar
તસવીર પ્રતિકાત્મક છે
  • સરકાર અને સમાજ સંયુકત બની આ દુષણને રોકી શકે છે : ડો.સંત સ્વામી

આણંદ, નડિયાદ : પોર્ન વેબસાઇટ્સ પર પ્રતિબંધના ‘દિવ્ય ભાસ્કર’એ શરૂ કરેલા અભિયાનને ચરોતર પંથકના સધુ સંતોએ પ્રશંસનીય ગણાવી એકસૂરમાં કહ્યું કે, દેશમાં તમામ પોર્ન સાઇટ્સ પર પ્રતિબંધ મુકાવો જ જોઈએ. ‘દિવ્ય ભાસ્કર’ના  આ અભિયાનને સત્સંગો, સભાઓમાં આગળ ધપાવવાનો નિર્ધાર પણ કર્યો હતો.  પોર્ન સાઇટ થકી યુવકો અને કીશોરો વિકૃત બની રહ્યાં છે. દેશ ભરમાં હાલમાં વધી રહેલા બળાત્કારના શરમજનક બનાવોથી લોકો ચિંતિત છે ત્યારે મહિલાઓ પર વધી રહેલા અત્યાચારોને રોકવા માટે પોર્ન સાઇટ્ટસ પર પ્રતિબંધ મુકવો જરૂરી બની ગયો છે. આજે આ બદીને ડામવા કે રોકવા કોઇ પગલા નહી ભરીએ તો આવનારો સમય આનાથી વધુ ખરાબ બની શકે છે તેવી પણ ચીંતા વ્યકત કરી હતી. અને દિવ્ય ભાસ્કર દ્વારા શરૂ કરવામાં આવેલા પોર્નસાઇટ પ્રતિબંધના અભિયાનને સમર્થન આપ્યુ હતું. 

અભિયાનને પ્રશંસનીય ગણાવતાં સંતોએ એકસૂરમાં કહ્યું કે, તમામ પોર્ન સાઇટ્સ પર પ્રતિબંધ મૂૂકાવો જ જોઈએ 
પોર્ન સાઇટ્સ પર પ્રતિબંધ લદા
વો 
પોર્ન સાઇટ્સ પર યુવાન અને કિશોર મોટાભાગનો સમય ફાળવે છે.જેના કારણે મગજમાં વિકૃતિ પેદા થાય છે. તેઓ  સંસ્કાર પાણી ફેરવી રહ્યાં છે. પોન સાઇટ્સ પ્રતિંબધ લાદવાની દિવ્ય ભાસ્કરના અભિયાનની સાથે છું.>  ગણેશદાસજી મહારાજ, સંતરામ મંદિર ઉમરેઠ

આજે નહીં રોકો તો  કાલ વધુ ખરા
 પોર્ન સાઇટ્સ વધુ પડતો ઉપયોગને કારણે તેઓમાં વિકૃતિ જોવા મળે છે.ત્યારે સૌએ સાથે મળીને યુવાનોનેે સદમાર્ગે લઇ જવાનો પ્રયાસ કરવો જોઇએ ‘દિવ્ય ભાસ્કર’ની આ ઝુંબેશની સાથે છે. - શ્રીમાઇધર્માચાર્ય હરેન્દ્ર બાલેન્દું ભગવતી કેશવભવાની મહારાજ, નડિયાદ

ટેકનોલોજીનો ઉપયોગ ઊર્ધ્વગતિ તરફ અને દુરઉપયોગ અધોગતિ તરફ જાય
‘આપણી પરંપરા સત્વશીલ સમાજ નિર્માણની છે.  ટેકનોલોજી તેની એક સીડી જેવી છે.  તેનો સદુપયોગ ઊર્ધ્વગતિ તરફ જવામાં મદદ કરે છે.  પરંતુ પોર્ન સાઈટ જોવાથી અધોગતિ તરફ લઈ જાય છે. ભગવાનશ્રી સ્વામિનારાયણે વચનામૃતમાં આવા દ્રશ્યોથી દુર રહેવાની વાત કહી છે.  વચનામૃત દ્વિશતાબ્દી વર્ષમાં જ્યારે ‘દિવ્ય ભાસ્કર’એ  આ ઝુંબેશ ઊપાડી છે તેને અભિનંદન પાઠવું છું અને વડતાલ સંસ્થા આ અભિયાનમાં સહયોગરૂપે રવિસભામાં યુવાનોને પોર્ન સાઈટોથી દૂર રહેવા પ્રતિજ્ઞા કરાવશે. સરકાર અને સમાજ; સંયુક્ત બનીને આ દૂષણને રોકી શકે છે. આવો સાથે મળીને સફળતા સુધી જઈએ . ’  > ડો. સંત સ્વામી, આસીસ્ટંટ કોઠારી, વડતાલ મંદિર

મહિલાઓ પર અત્યાચારો વધે છે
પોર્ન સાઇટ્સ સંપૂર્ણ બંધ ન થાય ત્યાં સુધી આપણે સૌ એ બાલકોનું ધ્યાન રાખવું પડશે.વડીલો, માતા-પિતા, શિક્ષક અને સંતોએ ભેગાં મળી બાળકો ગુમરાહ ન થાય તે માટે પ્રયાસો કરવા પડશે. સૌ દિવ્ય ભાસ્કરની સાથે છે. - ચંદ્રભાન રાજબાહદૂર મહારાજ, આણંદ

સંસ્કારો નષ્ટ કરતી સાઇટ્સ ખતરારૂપ
પોર્ન સાઇટ્સ યાદી યુવકો અને કિશોરો વિકૃત બની રહ્યાં છે. સંસ્કારો પાણી ફેરવતી પોર્ન સાઇટ્સ સહિતની તમામ પ્રવૃતિને ઇસ્લામ ધર્મમાં વખોડવામાં આવે છે. મુસલિમ સમાજ ‘દિવ્ય ભાસ્કર’ની આ ઝુંબેશમાં સંપૂર્ણપણે સાથે છે. - મૌલાના લુકમાન તારાપુરી, આણંદ

અન્ય સમાચારો પણ છે...