તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદથી લઇ અમેરિકા સુધી ખંભાતી પતંગની ડિમાન્ડ, વર્ષે 4 કરોડથી વધુનું ટર્નઓવર

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • અલગ ડિઝાઈન, ઉત્તમ કાગળ અને કલાત્મક કારીગરીના કારણે વખણાય છે
 • ખંભાતમાં 12 જાતના પતંગો મળે છે, એક પતંગ 5 રૂ.થી લઇ 2 હજારમાં વેચાય છે
 • ખંભાતના ચુનારા અને મુસ્લીમ સમાજ પતંગો થકી રોજગાર મેળવે છે

ખંભાત: ખંભાતના પતંગ તેની ડિઝાઇન, કાગળ અને દર વર્ષે કઇક નવી કલાત્મક કારીગરીના કારણે દેશ-વિદેશમાં પ્રખ્યાત છે. ગુજરાત સહિત મુંબઈ, કલકત્તા, જયપુરમાં પણ ખંભાતી પતંગોની ડિમાન્ડ વધારે છે. ખંભાતના કારીગરો પતંગ વ્યવસાય થકી વર્ષે 4 કરોડોથી વધુનો બિઝનેસ કરે છે. પતંગ બિઝનેસ થકી 100થી વધુ પરિવારોને આખા વર્ષની રોજગારી મળી રહે છે. ગુજરાત આ ઉપરાંત કેનેડા, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા,અને અમેરિકામાં પણ ખંભાતી પતંગોની વિવિધ એજન્સીઓ અને વેપારીઓ દ્વારા નિકાસ કરવામાં આવે છે. સ્થાનિક વેપારી રવિ માથુર ચુનારાએ જણાવ્યું હતું કે,સુરત અને અમદાવાદના વેપારીઓ નિકાસ કરતી એજન્સીઓને ડિમાન્ડ પ્રમાણે પતંગો સપ્લાય કરે છે.

રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ખંભાતી પતંગની પુષ્કળ ડિમાન્ડ
ગુજરાતના અમદાવાદ, વડોદરા, સુરત, જંબુસર, ભરૂચ, રાજકોટ, આણંદ, નડિયાદ જેવા શહેરોમાં ખંભાતી પતંગની પુષ્કળ માંગ રહે છે.ખંભાતમાં વર્ષોથી પતંગ ઉત્પાદન સાથે સંકળાયેલા બીપીનચંદ્ર ચુનારાએ જણાવ્યું કે, પ્રાચીન નગરી ખંભાતમાં નવાબી કાળથી પરંપરાગત રીતે ઉત્તરાયણની ઉજવણી થાય છે. એક અંદાજ મુજબ સુરતમાં ખંભાતની 70 લાખથી વધુ પતંગોનું વેચાણ થતું હોય છે. આ આંકડો મકરસંક્રાંતિ સુધીમાં એક કરોડને આંબી જાય છે.

ખંભાતના પતંગો હજારો કાગારીગરોને રોજગાર આપે છે
ખંભાત નગરના કારીગરોને પતંગ ઉત્પાદનની કલા તેમના વડીલોથી મળી છે. જોકે તેઓ દર વર્ષે કંઈક નવુ કરવાની પોતાની ઈચ્છા શક્તિના કારણે પતંગોને અધ્યતન રૂપરંગ અને આકાર આપવામાં અનેરા ઉત્સાહી છે. આણંદ જિલ્લાનું ખંભાત નગર વર્ષોથી પતંગ ઉત્પાદન ક્ષેત્રે પ્રખ્યાત છે. ખંભાતના પતંગ ઉદ્યોગનું વાર્ષિક 4 કરોડનું ટર્ન ઓવર છે. ખંભાતના ચુનારા અને મુસ્લીમ સમાજના લોકો મળી બાર હજાર ઉપરાંત કારીગરોને રોજગારી આપે છે.

ખંભાતમાં 12 જાતની પતંગો બને છે
ખંભાતમાં બાર જાતની અલગ-અલગ પતંગો બને છે. પતંગ આઠ પ્રકારની વિવિધ પ્રક્રીયામાંથી પસાર થાય છે. પતંગો માટે વાંસ વલસાડ અને આસામથી મંગાવવામાં આવે છે. તેમાથી ઢઢ્ઢો અને કમાન તૈયાર કરાય છે. પતંગ હવામાં સ્થિર રહી શકે તે માટે વાંસને છોલી તેનુ કમાન તૈયાર કરાય છે. રાજ્યના અન્ય શહેરોની સરખામણીમાં ખંભાતી પતંગોના કાગળ ઉચ્ચ ગુણવત્તાવાળા જોવા મળે છે. એક કાગળમાંથી છ,ત્રણ, બે પતંગ બને છે. આ પતંગને અડધીયુંં, પાવલુંં, પોણીયુંં કે આખુ કહેવાય છે, જ્યારે ચીલ, ઘેસીયો, ચાંપટ, ગોળ અને સૂર્ય પતંગો પણ વિવિધ કલરમાં પતંગ ખંભાતમાં બનાવવામાં આવે છે.

વિદેશીઓ ખંભાતી પતંગો માટે 10 ગણો ભાવ આપે છે
વિદેશમાં ખંભાતી કલાત્મક પતંગની માંગ વધુ હોવાથી ઘણીવાર મૂળ કિંમત કરતા 10 ગણા વધારે ભાવે પતંગ વેચાય છે. જેકે જે ચીલ પતંગની કિંમત 5 રૂપિયા છે તે 50થી 60 રૂપિયામાં વેચાય છે. આફ્રિકામાં નૈરોબી સ્થિત વિવિધ સંસ્થાઓના મેદાનોમાં પતંગ ચગાવવામાં આવે છે. ઉત્તરાયણ પછીના પ્રથમ રવિવારે મેદાનોમાં ગ્રુપ પ્રમાણે ખાણી-પીણી સાથે પતંગની મોજ લૂંટવામાં આવે છે.

5 રૂપિયાથી લઇ 2 હજાર સુધીનો પતંગ મળે છે
ખંભાતની વિવિધ વેરાઈટીની પતંગો ગુજરાત ઉપરાંત અમેરિકા, આફ્રીકા, લંડન જેવા અનેક દેશોમાં જતી હોય છે. ખંભાતના પતંગોનું ફીનીશીંગ ગુજરાત અને અન્ય રાજ્યોમાં ખુબ પ્રખ્યાત છે. અહીં બે ઈંચથી માડીને બાર ફૂટ સુધીના પતંગો મળે છે. જેની કિંમત પાંચ રૂપિયાથી લઈને બે હજાર રૂપિયા સુધીની હોય છે.

શહેરના કયા વિસ્તારમાં પતંગ બજાર છે?  
ખંભાતના મોટાભાગના વિસ્તારોમાં પતંગ બજારો આવેલા છે. સ્ટેશન રોડ, ગવરા રોડ, ચકડોળ મેદાન તેમજ લાલ દરવાજા જેવા વિસ્તારોમાં પતંગના સ્ટોલ ઉભા કરવામાં આવે છે. પતંગના વેપારી બિપિન ચુનારાએ જણાવ્યું કે,ચુનારવાડ, અકબરપુર તેમજ લાલ દરવાજા વિસ્તારમાં કુલ ૩૦૦થી વધારે જગ્યાએ પતંગ તથા ફીરકીનું વેચાણ થઈ રહ્યું છે. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો