તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કેનેડામાં બોરસદની યુવતીની કચડાયેલી હાલતમાં લાશ મળી, 36 વર્ષનો પૂર્વ પતિ પોલીસની શંકાના દાયરામાં

8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હત્યાની જાણ થતા યુવતીના પરિવારજનોમાં શોકનો માહોલ ફેલાયો છે
  • એક વર્ષથી સાસરિયા દ્વારા યુવતીને સતત ત્રાસ આપવામાં આવતો હતો: પરિવારનો આક્ષેપ
  • યુવતીની બોડી એક શખ્શને ત્યારે મળી જ્યારે તે કૂતરા સાથે વોકિંગમાં જઇ રહ્યો હતો- પોલીસ

આણંદ: બોરસદના પામોલની યુવતીની કેનેડામાં કચડાયેલી હાલતમાં લાશ મળી આવી છે. એક શખ્શ શ્વાસ સાથે વોકીંગમાં જઇ રહ્યો હતો ત્યારે હિરલ પટેલ નામની યુવતીનો મૃતદેહ તેણે જોયો હતો. ત્યારબાદ પોલીસને ઘટાની જાણ થતા તપાસ શરૂ થઇ છે. પોલીસની પ્રાથમિક તપાસમાં હિરલનો પૂર્વ પતિ આ હત્યા પાછળ જવાબદાર હોઇ શકે છે.  ઘટનાની જાણ થતા યુવતીના પરિવારજનોમાં શોકનો માહોલ ફેલાયો છે. સાસરિયાઓ જ યુવતીની હત્યા કરાવી છે તેવો યુવતીના પરિવારનો આક્ષેપ છે. પોલીસે હત્યા છેકે અકસ્માત તે તરફ વધુ કાર્યવાહી હાથ ધરી છે. યુવતી મૂળ બોરસદની છે અને તે છેલ્લા ત્રણ વર્ષથી કેનેડા રહેતી હતી.
ઘટના બાદ પોલીસે ગુમ થયેલા લોકોની શોધ કરતા યુનિટને તેડાવીને તપાસ શરૂ કરી હતી. પોલીસે પ્રાથમિક તપાસ બાદ એ તારણ કાઢ્યું કે યુવતીનો પૂર્વ પતિ રાકેશ પટેલ(36) આ ગુનામાં મુખ્ય રીતે શંકાના દાયરામાં છે. તેમણે તેને તાત્કાલિક સરેન્ડર કરવા માટે કહ્યું હતું. મૃત્યુનું કારણ હજુ સુધી જણાવવામાં આવ્યું નથી. ટોરન્ટો પોલીસના જણાવ્યા પ્રમાણે તે 11 જાન્યુઆરીથી મિસીંગ હતી. છેલ્લે શનિવારે રાત્રે 11 વાગ્યાના અરસામાં તે બ્લેક જેકેટ, ગ્રે પેન્ટ્સમાં હિરલ પટેલ જોવા મળી હતી.તે અંગે પોલીસે ટ્વિટ પણ કર્યું હતું. તે ઇસ્લિંગ્ટન અને સ્ટીલ્સ એવેન્યુ વિસ્તારોમાં છેલ્લે દેખાઇ હતી. 

ટોરન્ટો પોલીસે તેની શોધખોળ માટે ફિન્ચ અને સ્ટીલ્સ એવેન્યુઝ વિસ્તારમાં કમાન્ડ પોસ્ટ બનાવી હતી. પોલીસ તરફથી કોન્સ્ટેબલ ડેની માર્ટીનીના કહ્યા પ્રમાણે- ‘‘13 તારીખે તે લોકેટ થઇ હતી. તે અમુક દિવસોથી ગૂમ હતી. તેથી અમે શંકાસ્પદ વ્યક્તિ, ગાડી કે કંઇક અજુગતુ મળે તે ચકાસી રહ્યા છીએ.’’ જોકે જે વિસ્તારમાંથી હિરલનો મૃતદેહ મળ્યો, ત્યાં તે કેવી રીતે પહોંચી તે હજુ સ્પષ્ટ થયું નથી. માર્ટીની પ્રમાણે તેના મૃત્યુ સમયે તે તેના પૂર્વ પતિ સાથે રહેતી ન હતી. 

 

( તસવીર અને અહેવાલ- કલ્પેશ પટેલ આણંદ ) 

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- લાભદાયક સમય છે. કોઇપણ કાર્ય તથા મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. ફોન કોલ દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાની સંભાવના છે. માર્કેટિંગ અને મીડિયાને લગતાં કાર્યો ઉપર ધ્યાન આપો. નેગેટિવઃ- કોઇપણ પ્રક...

વધુ વાંચો