ધોરણ-3ના વિદ્યાર્થીઓની આકરી પરીક્ષા લીધી આકૃતિ આપ્યા વિના જ ત્રિકોણની સંખ્યા પૂછી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • રાજ્યની સમગ્ર શાળાઓમાં એકસરખા પેપર પહોંચાડવાના પ્રથમ પ્રયાસમાં જ ધો-3 અને ધો-5ના પ્રશ્નપત્રમાં છબરડો
  • જિલ્લા શિક્ષણ સમિતિ પહેલા પ્રયાસમાં જ નાપાસ

આણંદ: રાજ્યની પ્રાથમિક શાળાઓમાં આજથી સત્રાંત કસોટીનો પ્રારંભ થયો છે. જેમાં પ્રથમ વખત રાજ્ય સરકારે સમગ્ર રાજ્યની શાળાઓમાં દરેક ધોરણના એકસરખા પ્રશ્નોવાળું પેપર પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે. જે માટે નિષ્ણાંતો દ્વારા સેન્ટ્રલ લેવલેથી પ્રશ્ન પત્રો તૈયાર કરીને દરેક જિલ્લામાં મોકલી આપ્યા છે. પરંતુ પ્રથમ પ્રયાસે રાજ્યના પ્રાથમિક વિભાગના ભારે છબરડાં જોવા મળ્યા હતા. પરીક્ષાઓ પહેલીવાર પ્રશ્નપત્ર નિરીક્ષક, પરીક્ષકની સહી કે વિદ્યાર્થીનું નામ કે શાળા, ગુણપત્રક માટેની કોઇ કોલમ મુકાઈ જ નથી. ધો-3ના ગણિતના પ્રશ્નપત્રમાં પ્રશ્ન નંબર 16માં પ્રશ્ન પૂછાયો છે કે, આકૃતિમાં કેટલાં ત્રિકોણ છે? પણ પ્રશ્નપત્રમાં ત્રિકોણની આકૃતિ દર્શાવવામાં આવી જ નથી. જેના કારણે વિદ્યાર્થીઓ સહિત શિક્ષકો મુંઝવણમાં મુકાઇ ગયા હતા.
GCERT ગાંધીનગરના સત્રાંક કસોટી 2019ના પરિપત્ર પ્રમાણે ધો-5માં ગણિત વિષયમાં પુરવણીમાં લખવાની સુચના અપાઈ હતી. જેથી વિદ્યાર્થીઓએ પુરવણીમાં ઉત્તર લખવાની શરૂઆત કરી હતી. પરંતુ 30 મિનિટ પછી મેસેજ આવ્યો કે દરેક વિદ્યાર્થીએ પ્રશ્નપત્રમાં ઉત્તર લખવાની જાહેરાત કરાઈ હતી. જેના કારણે વિદ્યાર્થીઓ સહિત શિક્ષકો પણ મુંઝવણમાં મુકાઇ ગયા હતા. તો વળી કેટલીક શાળાઓમાં પહેલેથી પુરવણીના અભાવે વિદ્યાર્થીઓને પ્રશ્નપત્રમાં ઉતર લખવાની શરૂઆત કરી હતી. પ્રાથમિક વિભાગ પ્રથમ સત્રાંક પરીક્ષામાં શિક્ષણ વિભાગનો છબરડો જોવા મળ્યો હતો. જેથી શિક્ષકોએ અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. આ બાબતે કેટલાંક શિક્ષકોએ રોષ વ્યક્ત કર્યો હતો. 

અન્ય સમાચારો પણ છે...