તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આણંદનો યુવક એક્ટીવા લઇ પુરઝડપે જતી એક્સપ્રેસ ટ્રેનમાં ઘુસી જતા ઉછળીને પછડાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • શહેરના અમીન મંજીલ સ્થિત રેલ્વે ફાટક પાસે બનેલી ઘટના
  • સકિલ એક્ટીવા કાઢીને ટ્રેન પસાર થઈ જાય તેની રાહમાં ઉભો હતો

આણંદ: શહેરના અમીના મંજીલ પાસે આવેલ ફાટક નં. 260માં ગઈકાલ સાંજના 8:30 વાગ્યાના આસપાસ ફાટક બંધ હતો ત્યારે બાંદ્રા સેજલમેલ એક્સપ્રેસ પુરઝડપે જઈ રહી હતી. અચાનક એક્ટીવા ચાલક અંધારામાં ટ્રેનમાં ઘુસી જતાં ફેંકાઈ ગયો હતો. જેના કારણે શરીરે ગંભીર ઈજાઓ પહોંચતાં સારવાર માટે શહેરની હોસ્પિટલમાં ખસેડાયો હતો. 

આણંદ અમીના મંજીલ રેલ્વે ફાટક બંધ હોવા છતાં અવાર નવાર કેટલાક યુવાનો ફાટક નીચેથી સ્કુટર કાઢીને વહેલું ઘેર જવા માટે ટ્રેન પસાર થાય તેની રાહ જાતા હોય છે. ગઈકાલ રાતના સાડા આઠ વાગ્યાના આસપાસમાં ઓવરબ્રીજ નજીક સુકુનપાર્કમાં રહેતા સકિલ સત્તાર વ્હોરા (ઉ.વ. 31) પોતાનું એક્ટીવા લઈને ફાટક પાસે ઉભા હતા. ફાટક બંધ હોવાથી તેઓએ ફાટક નીચેથી એક્ટીવા કાઢીને બાંદ્રા સેજલમેન ટ્રેન પસાર થઈ જાય તેની રાહમાં ઉભા હતા અને છેલ્લી ઘડીએ સકિલે અંધારામાં ટ્રેનના ડબ્બા પુર્ણ થઈ ગયા હોવાનો ભાસ થતાં એક્ટીવાનું એક્સીલેટર વધારી દેતાં સ્કુટર ટ્રેન સાથે ધડાકાભેર અથડાયું હતું. જેના કારણે સકિલ ઉછળીને પછડાયો હતો. શરીરે ગંભીર ઈજા થતાં સારવાર માટે આણંદની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ અંગે આણંદ રેલ્વે પોલીસે જાણવાજાગ નોંધ દાખલ કરીને તપાસ હાથ ધરી છે. આ બનાવનો વિડિયો વાયરલ થતાં ઉતાવળમાં રેલ્વે ફાટક ક્રોસ કરતાં લોકોમાં પણ આઘાતની લાગણી છવાઈ ગઈ હતી. 

(કલ્પેશ પટેલ, આણંદ)