તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આણંદ જિલ્લામાં 27 મેડિકલ સ્ટોર પર તંત્રએ આકસ્મિક દરોડા પાડ્યાં

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
તંત્રએ આકસ્મિક દરોડા પાડ્યાં - Divya Bhaskar
તંત્રએ આકસ્મિક દરોડા પાડ્યાં
  • સેનેટાઇઝર-ગ્લોવઝ વેચતા સ્ટોર પર ચેકીંગ
  • પી.સી.આર. રજિસ્ટ્રેશન સર્ટીફીકેટ ન હોવાથી તોલમાપ વિભાગ દ્વારા રૂા. 16000 નો દંડ કરાયો આણંદઃ કોરાના વાયરસને અનુલક્ષીને આણંદ જિલ્લામાં તકેદારી અને સાવચેતીના પગલાં લેવાય છે. નાગરિકોને સરળતાથી હેન્ડ સેનેટાઇઝર, માસ્ક અને ગોલ્વઝ મળી રહે તે માટે કલેકટર ગોહિલના માર્ગદર્શન હેઠળ પુરવઠા અધિકારી બામણિયા તથા ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા સઘન ચકાસણી હાથ ધરવામાં આવી છે. આણંદ શહેર સહિત જિલ્લામાં આજે વિદ્યાનગર, કરમસદ, ગામડીના મેડીકલ સ્ટોર, ડીસ્ટ્રીબ્યુટર્સ તેમજ ઉત્પાદક પેઢીઓ સહિત ૨૭ એકમોની ચકાસણી કરવામાં આવી હતી. ચકાસણી દરમિયાન હ પેકેજીંગ કોમોડીટી એકટ હેઠળ પી.સી.આર. રજિસ્ટ્રેશન સર્ટીફીકેટ ન હોવાથી તોલમાપ વિભાગ દ્વારા રૂા. 16000/-નો દંડ કરી હેન્ડ સેનેટાઇઝર, ગ્લોવઝને આવશ્યક ચીજવસ્તુ ધારામાં સમાવેશની જાણકારી આપી હતી. આણંદમાં જાહેર માર્ગ પર થુંકનારા 3 સામે કાર્યવાહી કોરોનાની મહામારી સામે તંત્ર વધુ સજાગ બનીને કાર્યવાહી કરી રહ્યું છે. આણંદ પાલિકાએ બુધવારે જાહેર માર્ગ પર થુંકનારા 3 વ્યક્તિઓને ઝડપી પાડી રૂા. 500નો દંડ વસુલ કર્યો હતો. જ્યારે કોરોનાના કારણે પાલીકાએ તમામ કચેરીઓમાં સેનેટાઇઝેશન અને સ્ટરીલાઈઝની કામગીરી શરૂ કરી હતી.

આણંદઃ કોરાના વાયરસને અનુલક્ષીને આણંદ જિલ્લામાં તકેદારી અને સાવચેતીના  પગલાં લેવાય છે. નાગરિકોને સરળતાથી હેન્ડ સેનેટાઇઝર, માસ્ક અને ગોલ્વઝ મળી રહે તે માટે   કલેકટર  ગોહિલના માર્ગદર્શન હેઠળ પુરવઠા અધિકારી   બામણિયા તથા ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા  સઘન ચકાસણી હાથ ધરવામાં આવી છે.  આણંદ શહેર સહિત જિલ્લામાં આજે  વિદ્યાનગર, કરમસદ, ગામડીના મેડીકલ સ્ટોર, ડીસ્ટ્રીબ્યુટર્સ તેમજ ઉત્પાદક પેઢીઓ સહિત ૨૭ એકમોની ચકાસણી કરવામાં આવી હતી. ચકાસણી દરમિયાન હ પેકેજીંગ કોમોડીટી એકટ હેઠળ પી.સી.આર. રજિસ્ટ્રેશન સર્ટીફીકેટ ન હોવાથી તોલમાપ વિભાગ દ્વારા રૂા. 16000/-નો દંડ કરી  હેન્ડ સેનેટાઇઝર, ગ્લોવઝને આવશ્યક ચીજવસ્તુ ધારામાં સમાવેશની જાણકારી આપી હતી.

આણંદમાં જાહેર માર્ગ પર થુંકનારા 3 સામે કાર્યવાહી
કોરોનાની મહામારી સામે તંત્ર વધુ સજાગ બનીને કાર્યવાહી કરી રહ્યું છે. આણંદ પાલિકાએ બુધવારે જાહેર માર્ગ પર થુંકનારા 3 વ્યક્તિઓને ઝડપી પાડી રૂા. 500નો દંડ વસુલ કર્યો હતો. જ્યારે કોરોનાના કારણે પાલીકાએ તમામ કચેરીઓમાં સેનેટાઇઝેશન અને સ્ટરીલાઈઝની કામગીરી શરૂ કરી હતી. 

અન્ય સમાચારો પણ છે...