આણંદ / USમાં ગુજરાતીના સ્ટોરમાંથી 1444 કરોડનો જેકપોટ લાગ્યો, કમિશન પેટે 30 હજાર ડોલર મળ્યાં

  • બોરસદના વેપારી છેલ્લા 10 વર્ષથી ન્યુજર્સીમાં પોતાના સ્ટોરમાં લોટરી ટિકિટ વેચી રહ્યા છે
  • લોટરી એક્ઝિક્યુટિવ ડિરેક્ટરે ક્વિક સ્ટોપ ફૂડ સ્ટોરના માલિકને 21 લાખનો ચેક આપી અભિનંદન પાઠવ્યું

Divyabhaskar.com

Feb 26, 2020, 03:12 PM IST

આણંદ: મૂળ આણંદના અને છેલ્લા 20 વર્ષથી યુએસએના ન્યુજર્સીમાં રહેલા બોરસદના વેપારીના ક્વિક સ્ટોપ ફુડ સ્ટોરને 1444 કરોડનો જેકપોટ લાગ્યો છે. આ માટે ન્યુજર્સી લોટરી એક્ઝિક્યુટિવ ડિરેક્ટર જેમ્સ કેરીએ સ્ટોરના માલિક કૌશિક અને અપેક્ષા પટેલને મેગા મિલિયન જેકપોટ ટિકિટ વેચવા માટે બોનસ કમિશન પેટે ત્રીસ હજાર ડોલરનો (21 લાખ) એક ચેક આપ્યો છે. આ વેપારી છેલ્લા 10 વર્ષથી પોતાના સ્ટોરમાં લોટરી ટિકિટ વેચી રહ્યા છે.

સ્ટોર 'લકી લોટરી સ્ટોર' તરીકે જાણીતો થયો

એક અઠવાડિયા પહેલા એક વ્યક્તિએ કૌશિક પટેલના 'ક્વિક સ્ટોપ ફૂડ સ્ટોર' એડિશનમાંથી એક લોટરીની ટિકિટ ખરીદી હતી. આ વ્યક્તિને 202 મિલિયન ડોલર એટલે 1444 કરોડની લોટરી લાગી હતી. આટલી મોટી લોટરી લાગ્યા બાદ હવે આ સ્ટોર 'લકી લોટરી સ્ટોર' તરીકે જાણીતો થયો છે. આ સ્ટોર મૂળ આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના અલારસા ગામના વતની કૈશિક પટેલ અને અપેક્ષા પટેલનો છે. તેઓ છેલ્લા 20 વર્ષથી USના સ્થાથી થયેલા છે. 202 મિલિયન ડોલરની મેગા મિલિયન ટિકિટ બદલ કૌશિક અને અપેક્ષા પટેલને ત્રીસ હજાર ડોલર એટલે રૂપિયા 21 લાખ બોનસ ચુકવવામાં આવ્યું છે.

ગુજરાતીનો સ્ટોર દેશભરમાં જાણીતો થયો છે
ન્યુજર્સી લોટરી એક્ઝિક્યુટિવ ડિરેક્ટર જેમ્સ કેરીએ કૌશિક અને અપેક્ષા પટેલને વિજેતા ટિકિટ વેચવા બદલ અભિનંદન પાઠવ્યું હતું. તેમજ આ જીતથી સ્થાનિક ક્વિક સ્ટોપ સ્ટોરને ખૂબ જ લોકપ્રિય બનાવ્યું છે. તે દેશભરમાં લકી લોટરી સ્થાન તરીકે જાણીતો થયો છે તેમ જણાવ્યું હતું. સ્ટોરમાં આવતા ગ્રાહકોને લોટરી જીતવાની તક મળતા હવે આ સ્ટોરને લકી લોટરી સ્ટોર તરીકે પણ ઓળખવામાં આવે છે. સ્ટોરના ગ્રાહકો સતત લોટરી જીતતા હોવાથી કૌશિક અને અપેક્ષા પણ ખુબ જ ખુશ છે.

X

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી