આણંદ: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વલ્લભ વિદ્યાનગર ખાતે 10મી એપ્રિલે યોજાનારી જાહેરસભાનો કાર્યક્રમ મોકૂફ રહ્યો છે. આગામી 17મી એપ્રિલે જાહેરસભા યોજાવાની સંભાવના રહેલી છે.
કોંગ્રેસના ગઢમાં મુખ્યમંત્રી પ્રચારમાં ઉતરશે: આણંદ જિલ્લા
ભાજપના પ્રમુખ મહેશભાઇ પટેલે જણાવ્યું હતું કે, આગામી આઠમી એપ્રિલે મુખ્યમંત્રી
વિજય રૂપાણીની જાહેરસભા યોજવાની છે. જ્યારે વડાપ્રધાન
નરેન્દ્ર મોદીની જાહેરસભા 10મી એપ્રિલે હતી. તો મોકૂફ રહી છે કોંગ્રેસના ગઢ ગણાતા બોરસદ તાલુકામાં ભાજપે પ્રચાર મુખ્યમંત્રી રૂપાણીને મેદાનમાં ઉત્તાર્યા છે.પામોલની ફરતે આવેલા દાવોલ, બોદાલ, દહેમી, નાપામાં કોંગ્રેસના પ્રભુત્વવાળા હોવાથી સોમવારે મુખ્યમંત્રી સહિત ભાજપના સ્થાનિક અને પ્રદેશ કક્ષાના નેતાઓના ધાડેધાડા ઉતરી પડશે.