તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બોરસદ પાસે લગ્નમાં હલવો ખાધા પછી 2000ને ફૂડ પોઇઝનિંગ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • નાપાડ ગામની બે બહેનોના લગ્ન હતાં,  નાપા-વાંટા અને નવસારીથી જાન આવી હતી, અસરગ્રસ્તોને દવાખાનામાં ખસેડાયા

આણંદ / બોરસદ: આણંદ તાલુકાના નાપાડ ગામમાં રવિવારે એક પરિવારની બે દીકરીનાં લગ્ન સમારંભમાં જમણવારમાં ગાજરનો હલવો ખાધા બાદ 2000 મહેમાનને ફૂડ પોઇઝનિંગ થયું હતું. દર્દીઓને આણંદ, બોરસદ, કરમસદ, આંકલાવની હૉસ્પિટલમાં ખસેડાયા હતા.
નાપાડમાં બોરસદ તાલુકાના નાપા-વાંટા અને નવસારીથી જાન આવી હતી. રવિવારે બપોરે દીકરીના પરિવારજનો તથા 2 જાનના મહેમાનો સહિત 6000 લોકોએ ભોજન સમારંભમાં ગાજરનાે હલવો, મોહનથાળ, ખમણ સહિતનું ભોજન લીધું હતું. બાદમાં કેટલાક લોકોને પેટમાં ગરબડ સાથે ઝાડા-ઊલટી થઇ ગયાં હતાં, તેમાંથી 2000થી વધુ વ્યક્તિને ફૂડ પોઇઝનિંગ થયું હતું.
લગ્નવિધિ સંપન્ન થયા બાદ બપોરે 3 વાગ્યા બાદ નાપા-વાંટા ખાતે જાન પરત ફરી હતી. સાંજના 5 વાગ્યાના અરસામાં જાનમાં ગયેલા કેટલાક લોકોને અચાનક પેટમાં ગરબડ સાથે દુ:ખાવો શરૂ થઇ ગયો હતાે. અને ઝાડા-ઊલટી પણ શરૂ થઇ ગયાં હતાં. જોત જોતમાં ગામમાં મોટી સંખ્યામાં લોકોને ફૂડ પોઇઝનિંગની અસર જોવા મળી હતી. હાલ આરોગ્ય વિભાગના કર્મચારીઓની હડતાલ ચાલી રહી છે.

તેમ છતાં પીએચસીના હેલ્થ વર્કર ઈમ્તિયાઝબાનુ ઠાકોરને આ બનાવની જાણ થતાં ઘટના સ્થળે દોડી જઇ પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે બોરસદ, આંકલાવ, આણંદ અને કરમસદની હોસ્પિટલ ખાતે મોકલી આપ્યાં હતાં. આણંદ તાલુકાના નાપાડ ગામે પણ 1300, નાપાવાંટા ગામે 550, નવસારીના 150થી વધુ વ્યક્તિને ફૂડ પોઇઝનિંગની અસર થઇ હોવાથી આરોગ્ય વિભાગે બંને ગામોમાં ટીમો ઉતારી દઇ તાત્કાલિક સારવાર શરૂ કરી દીધી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો