તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખંભાતના અકબરપુરમાં કોમી છમલું, પથ્થરમારા અને આગચંપી બાદ પોલીસનું 7 રાઉન્ડ ફાયરિંગ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂથ અથડામણ બાદ પોલીસના ધાડા ઉતારાયા - Divya Bhaskar
જૂથ અથડામણ બાદ પોલીસના ધાડા ઉતારાયા
  • લગ્નમાં ડીજે વગાડવા મુદ્દે 4 દિવસ પહેલાં માથાકુટ થઈ હતી
  • મદનનગરમાં 7 મકાન, 2 વાહનને આગ લગાડી દેવાઇ
  • ટોળાંએ ઘરોમાં લૂંટફાટ કરી પથ્થરમારામાં 15ને ઇજા 
  • અશ્રુવાયુના 22 શેલ છોડાયા, 3 પોલીસ વાહનને નુક્સાન 5 પોલીસ જવાન પણ ઘાયલ 
આણંદ/ખંભાત:  અકબરપુર વિસ્તારમાં બે કોમના લોકો સાથે રહેતા હોવાથી અવારનવાર છમકલાં થાય છે. ચાર દિવસ અગાઉ લગ્નમાં ડી.જે વગાડવા બાબતે બે કોમ બાખડી હતી. જેના પરિણામ સ્વરૂપે રવિવારે ફરી બે કોમના ટોળાઓ સામસામે આવી પથ્થરમારો કરતાં સ્થિતિ તંગ બની હતી. વિફરેલા ટોળાઓએ મદનનગર પાસે આગચંપી કરતાં જિલ્લાનો પોલીસ કાફલો ઉતારી દેવાયો હતો. પોલીસે ટીયર ગેસના 22 રાઉન્ડ અને 7 રાઉન્ડ હવામાં ગોળીબાર કર્યા હતાં. લગભગ દોઢ કલાક સુધી ભારે પથ્થરમારો ચાલુ રહ્યો હતો. જેમાં 5 પોલીસ જવાન સહિત 15થી વધુ વ્યક્તિઓને વધતી ઓછી ઇજા થઇ છે.

રવિવાર બપોરે ત્રણ વાગ્યા બાદ અચાનક અકબરપુર વિસ્તારના મદનનગર નજીક બે કોમના ટોળા સામેસામે આવીને પથ્થરમારો શરૂ કરી દીધો હતો. વિફરેલા ટોળાએ મદનનગરમાં બે હોમગાર્ડ જવાનોના મકાન સહિત 7 મકાનોમાં આગ ચાંપી દીધી હતી. 

ટોળાએ ઘરોમાં લૂંટફાટ પણ ચલાવી હતી. આ સાથે એક ટૂ વ્હીલર અને કારમાં પણ આગ ચાંપી દીધી હતી. અને બે બકરીના લવારીયાને જીવતાં સળગાવી દીધા હતાં. આ બનાવની જાણ થતાં ખંભાત પોલીસ કાફલા સાથે પહોચી ગઇ હતી.

વિફરેલા ટોળાએ પોલીસ પર પણ પથ્થરમારો કરીને ત્રણ વાહનોને નુકસાન પહોચાડ્યું હતું. જેના પગલે જિલ્લાના પોલીસ કાફલાને પણ બોલાવીને ટોળાને વિખેરીને મામલો થાળે પાડ્યો હતો. અને શહેરમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો હતો. 

20 દિવસ પહેલા બે કોમના પરિવાર વચ્ચે ડી.જે. વગાડવા બાબતે માથાકુટ થઈ હતી. જેનો પડઘો ગત ગુરુવારે પડ્યો હતો. ખંભાત શહેરના માછીપુરામાં રહેતા ભરતભાઈ ઉર્ફે ગાંધી જશવંતભાઈ ખલાસી પોતાના મિત્ર અતુલભાઈ સાથે ભાઈ અને ભત્રીજાને લેવા માટે નીકળ્યા હતા. 

તેઓ અકબરપુરા નજીક પહોંચ્યા ત્યારે છ મુસ્લિમ યુવાનોએ તેમની ઉપર હુમલો કર્યો હતો. અને તેમને તથા તેમના મિત્રને ઘાયલ કર્યા હતા. આ બનાવ અંગે ફરિયાદ પણ દાખલ થઈ હતી. ગામમાં પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો. 

મઝરખાન સમીઉલ્લાખાન પઠાણ  ફરજાનાબાનું ઇસાકભાઇ મલેક  યાકુબભાઇ ઇબ્રાહીમભાઇ વ્હોરા  અજમેરીભાઇરોશનઅલી દિવાન  અફસલભાઇ મજનુભાઇ મોદન  બિસ્મીલ્લાહ અબદ્દુલભાઇ મલેક  અન્ય એક વ્યક્તિ

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

વધુ વાંચો