તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

નિરાધારનો આધાર બની આણંદની મહિલા, દોઢ વર્ષ પહેલા શરૂ કરેલા ટ્રસ્ટમાં આજે 850 ગરીબ બાળકો ભોજન અને શિક્ષણ મેળવે છે

8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોનાબેન ઘરેથી રસોઇ બનાવીને ગરીબ બાળકોનું પેટ ભરતા હતા
  • આજે તેમના ટ્રસ્ટમાં મેડિકલ તેમજ એન્જિનિયર સ્ટુડન્ટ્સ સહિત 150થી વધારે લોકો જોડાયા છે
  • એમેરિકા, લંડન તેમજ કેનેડાથી કેટલાક એનઆરઆઇ પણ સંસ્થા સાથે જોડાવા માંગે છે

આણંદ: દેશમાં ઘણીએવી સંસ્થાઓ છે જે જરૂરિયાતમંદોને રહેવા, જમવા તેમજ શિક્ષણ સહિતની સુવિધાઓ પુરી પાડે છે. ફૂટપાટ તેમજ બસ સ્ટોપ પર રહેતા ગરીબ તેમજ નિરાધારો માટે સંસ્થાઓ હંમેશા સેવાભાવી રહી છે. ત્યારે ગુજરાતના આણંદમાં એક મહિલાએ દોઢ વર્ષ પહેલા શરૂ કરેલી સંસ્થા શહેરમાં રહેતા ગરીબ બાળકો માટે વરદાન સ્વરૂપ સાબિત થઇ છે. સંસ્થા દ્વારા ઝૂંપડપટ્ટીમાં રહેતા ગરીબ બાળકોને ભોજન તેમજ શિક્ષણ આપવામાં આવે છે. મેડિકલ, એન્જિનિયરના વિદ્યાર્થીઓ તેમજ સિનિયર સિટીઝનો પણ હાલમાં આ સંસ્થા સાથે જોડાયા છે. અમેરિકા, લંડન તેમજ કેનેડાથી કેટલાક એનઆરઆઇએ પણ સંસ્થાનો સંપર્ક કર્યો છે. તેઓ પણ સંસ્થામાં જોડાઇ બાળકો માટે કઇક કરવા માંગે છે. 

મેડિકલ તેમજ એન્જિનિયરના સ્ટુડન્ટ્સ બાળકોને સ્પેશિયલ ટ્યૂશન આપે છે
આણંદના મોનાબેન મોટવાણી એક વર્કિગ વુમન છે. પોતાના કામની સાથે ગરીબ બાળકો માટે કઇક કરવાની ઇચ્છા સાથે દોઢ વર્ષ પહેલા આત્મીય સેવા ચેરીટેબલ ટ્રસ્ટની શરૂઆત કરી હતી. જરૂરિયાતમંદોને પણ રોજગારી મળી રહે તે માટે સંસ્થા તેમની પાસેથી ભોજન બનાવડાવી બાળકોને આપે છે. હાલમાં તેમના ટ્રસ્ટ સાથે 150થી વધારે લોકો જોડાયા છે. સંસ્થા આણંદના નાના-મોટા વિસ્તારોમાં રહેતા ગરીબ તેમજ નિરાધાર બાળકોને ભોજન તેમજ સ્પેશિયલ ટ્યૂશન ક્લાસ ચલાવે છે. મોનાબેનના આ સેવાયજ્ઞમાં આજે મેડિકલ તેમજ એન્જિનિયરના સ્ટુડન્ટ્સ પણ વિશેષ ભાગ ભજવી રહ્યા છે. પોતાના દિવસભરના સમયમાંથી કેટલોક સમય ગરબી બાળકોને યોગ્ય શિક્ષણ આપવામાં વિતાવી રહ્યા છે. યંગસ્ટરોની સાથે કેટલાક સિનિયર સિટીઝન પણ પોતાની યોગ્યતા અનુસાર મદદે આગળ આવ્યા છે.

સંસ્થા દ્વારા 850 બાળકોને ભોજન, કપડાં તેમજ શિક્ષણ મળે છે
ફૂટપાથ પર વસવાટ કરતા બાળકોને જો યોગ્ય શિક્ષણ મળે તો તે જીવનમાં આગળ વધી શકે છે. તેવા જ સંકલ્પ સાથે આ સંસ્થા કાર્ય કરી રહી છે. સંસ્થા આણંદના અંદાજિત 400થી વધુ બાળકોને ભોજન, કપડાં તેમજ શિક્ષણ આપી રહી છે. સંસ્થા દર રવિવારે બાળકોને વિશેષ ભોજન આપવામાં આવે છે. જ્યારે દરરોજ સાંજે 4:30થી 6:30 સુધી સ્પેશિયલ ક્લાસ દ્વારા બાળકોને ભણાવવામાં આવે છે. આણંદમાં 400, નડિયાદમાં 300 તેમજ અમદાવાદમાં 150 ગરીબ બાળકોને સંસ્થા દ્વારા શિક્ષણ મેળવી રહ્યા છે. દેશ તેમજ વિદેશમાંથી પણ ઘણા લોકો આ સંસ્થા સાથે જોડાયા છે. દાતાઓ ભોજન તેમજ શિક્ષણની સામગ્રી માટે દાન કરતા રહે છે

વોટ્સએપ ગ્રુપમાં 150 લોકોની ટીમ બાળકોનું ધ્યાન રાખે છે
મોના મોટવાણીએ divyabhaskar.con સાથેની વાતચીતમાં જણાવ્યું કે, સંસ્થા શરૂ કર્યા બાદ ગરીબ બાળકોમાં ઘણા પરીવર્તનો આવ્યા છે. શાળાએ ન જતા બાળકો પણ હવે સ્કૂલમાં જઇ રહ્યા છે. જે બાળકો સ્કૂલે નથી જતા તેમને અમે સ્પેશિયલ ટ્યુશન આપીએ છીએ. બાળકોને સિનિયર સિટીઝનના બાકડા પર દરરોજ બાળકોને 4:30થી 6:30 સુધી ભણાવીએ છીએ. હાલમાં અમારા વોટ્સએપ ગ્રુપમાં આણંદ, નડિયાદ તેમજ અમદાવાદના મળીને 150થી વધારે મેમ્બર જોડાયેલા છે. બાળકોના અભ્યાસ માટે અમને ટિચિંગ ગ્રુપ બનાવ્યું છે જેમા એન્જિનિયર, ડોક્ટર્સ તેમજ હાઉસ વાઇફ ભણાવવા માટે આવે છે. હાલમાં નડિયાદ તેમજ અમદાવાદમાં દર રવિવારે બાળકોને ભણાવવામાં આવે છે જોકે થોડાક સમયમાં ત્યાં પણ દરરોજ ભણાવવાનું શરૂ કરીશું. 

અમેરિકા અને લંડનના NRI પણ મદદે આવ્યાં
હું અમારી દરેક એક્ટિવીટીને ફેસબૂક પર અપલોડ કરું છું. જેને જોઇ ઘણા લોકો અમારી સાથે જોડાવવા માંગે છે. અમેરિકા, લંડન અને કેનેડાથી અમને સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. ત્યાં રહેતા કેટલાક એનઆરઆઇઓ અમારી સંસ્થા સાથે જોડાવા માંગે છે અને ગરીબ બાળકો કઇક કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે. શિક્ષણ સિવાય બાળકોને વૃક્ષારોપણ સહિતની એક્ટિવીટી પણ કરાવવામાં આવે છે તેમજ ગરમીના સમયે ચાર અલગ-અલગ જગ્યાઓ પર વોટર કૂલર્સ પણ કર્યા હતા. 

ગરીબ બાળકોની સાથે સિનિયર સિટીઝનને પણ સંસ્થા મદદ કરે છે
ગરીબ બાળકોની સાથે અમે ઓલ્ટ એજ હોમમાં રહેલા સિનિયર સિટીઝન માટે પણ ભોજનની વ્યવસ્થા કરીએ છીએ. અમારા ગ્રુપમાં કોઇપણનો જન્મદિવસ હોય ત્યારે અમારા ઘરેથી ભોજન બનાવી સિનિયર સિટીઝન સાથે બર્થ ડે સેલિબ્રેટ કરીએ છીએ. ઉપરાંત બાળકો તેમજ જરૂરિયાતમંદો માટે મેડિકલ કેમ્પ પણ કર્યું હતું. કેમ્પમાં બીમાર બાળકો તેમજ સિનિયર સિટીઝનની સારવાર કરવામાં આવે છે. 

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- લાભદાયક સમય છે. કોઇપણ કાર્ય તથા મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. ફોન કોલ દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાની સંભાવના છે. માર્કેટિંગ અને મીડિયાને લગતાં કાર્યો ઉપર ધ્યાન આપો. નેગેટિવઃ- કોઇપણ પ્રક...

વધુ વાંચો