તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રેલવે પ્લેટફોર્મ ટિકિટના ભાવમાં વધારો થતાં ખરીદીમાં 80% ઘટાડો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

આણંદઃ કોરોના ઇફેકટના પગલે રેલ્વે સ્ટેશનમાં નાકામની ભીંડ જામે નહીં તે માટે રેલ્વે તંત્ર દ્વારા ત્રણ દિવસ 5 રૂપિયાની પ્લેટફોર્મ ટીકીટના ભાવમાં 10 ગણો વધારો કરીને રૂા 50 કરી દેવામાં આવ્યા હતા.જેના કારણે પ્લેટફોર્મ ટીકીટની ખરીદીમાં ત્રણ દિવસમાં 80 ટકાનો ઘટાડો નોંધાયો છે.

ટીકીટમાં રાતોરાત 10 ગણો વધારો જાહેર કરવામાં આવ્યો હતો
કોરાના વાયરસ પગલે પશ્વિમ રેલ્વે વિભાગ દ્વારા રેલ્વે સ્ટેશન પર નાકામની ભીંડના જામે તે માટે પ્લેટફોર્મ ટીકીટમાં રાતોરાત 10 ગણો વધારો જાહેર કરવામાં આવ્યો હતો.પ્લેટફોર્મ ટીકીટના ભાવ વધતા પ્લેટફોર્મ ટીકીટની ખરીદી ત્રણ દિવસમાં ભારે ઘટાડો નોંધાયો છે.જેમાં આણંદ,નડીઆદ અને મહેમદાવાદ સ્ટેશન પર થઇને દૈનિક 400 પ્લેટફોર્મ ટીકીટ વેચાતી હતી.તે ઘટી માળ 80 પહોંચી છે.જયારે અગાઉ દૈનિક 17000 મુસાફરો ટીકીટ વહેચાતી હતી.તેમાં પણ ત્રણ થી ચાર હજારનો ઘટાડો નોંધાયો છે. જો કે આણંદ સ્ટેશન પર એક સપ્તાહ પહેલા પ્લેટફોર્મ ટિકિટના ભાવ 5 રૂપિયા હતા ત્યારે પાંચેય પ્લેટફોર્મ પર પેસેંજરોને મુકવા માટે તેઓના સંબંધીઓ પણ આવતા હતા.
 

અન્ય સમાચારો પણ છે...