આણંદમાં પાણી-પુરીની લાલચ આપી નરાધમોએ 8 વર્ષીય બાળા પર દુષ્કર્મ આચરી ગળું દબાવી તળાવમાં ફેંકી દીધી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે દુષ્કર્મ કરનારા આરોપીઓ માંથી એકની ધરપકડ કરી લીધી છે
  • નરાધમો માસુમને પાણી-પુરી સહિત ખાદ્યવસ્તુઓ ખવડાવવાની લાલચ આપી લઇ ગયા હતા
  • એકની એક પુત્રીના મોતથી પરિવાર શોકમય બન્યો

આણંદ: આણંદના કાણીસા વિસ્તારમાં 8 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરી તેને તળાવમાં ફેકી દેવાની ઘટના સામે આવી છે. ઘટનાની જાણ થતા પોલીસ અને 108ની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી. પોલીસની હાજરીમાં ગ્રામજનોએ બાળકીનો મૃતદેહ નગ્ન અને મૃત હાલતમાં કાંસડીમાંથી બહાર કાઢ્યો હતો.ખાનગી વાહન મારફતે મૃતદેહને ખંભાત જનરલ હોસ્પિટલ ખાતે કોલ્ડ સ્ટોરેજમાં મુકવામાં આવ્યો હતો. પોલીસે દુષ્કર્મ કરનારા આરોપીઓ માંથી એકની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. 
 

વિકૃત નરાધમો આંગળી ઝાલીને ઝારી ઝાખરા વચ્ચે લઈ ગયા હતા
પ્રાપ્ત માહિતી અનુસાર, 4 બાળાઓ બપોરના 1 વાગ્યાની આસપાસ ફળીયામાં રમતી હતી. બાળાઓને ગામના જ નરાધમે પાણી-પુરી સહિત ખાદ્યવસ્તુઓ ખવડાવવાની લાલચ આપી ફરવા લઈ જવાનું કહ્યું. જેમાંથી એક જૂથ ચારેય બાળાઓ પૈકી ત્રણ બાળાઓને દારૂ પીધેલા હોવાનું માલુમ પડતા તેઓની સાથે ન ગઈ. જોકે એક 8 વર્ષીય બાળકીને લાલચની જાળમાં ફસાવી દીધી હતી. તેને ગામના વિકૃત નરાધમોએ આંગળી ઝાલીને અવાળુ જગ્યામાં ઝારી ઝાખરા વચ્ચે લઈ જઈ દુષ્કર્મ ગુજાર્યો હતો. ત્યારબાદ તેની ગળું દબાવી હત્યા કરી માસૂમને દુધિયા તળાવની કાંસમાં ફેંકી દીધી હતી.
 

દિકરી ઘરે ન આવતા પરિવાર અને ગ્રામજનોએ શોધખોળ શરૂ કરી હતી
બાળા ઘરે ન આવતા તેમજ ફળીયામાં પણ નજરે ન પડતા પરિવારજનોએ તેમજ ગ્રામજનોએ તેની શોધખોળ હાથ ધરી હતી. સાંજના સમયે ગામના એક માણસને કાંસડીમાં બાળાનો મૃતદેહ દેખાતા પરિવારને જાણ કરી હતી. ત્યારબાદ પોલીસને પણ જાણ કરાઈ હતી. પોલીસની હાજરીમાં ગ્રામજનોએ બાળકીનો મૃતદેહ નગ્ન અને મૃત હાલતમાં કાંસડીમાંથી બહાર કાઢ્યો હતો. ખાનગી વાહન મારફતે મૃતદેહને ખંભાત જનરલ હોસ્પિટલ ખાતે કોલ્ડ સ્ટોરેજમાં મુકવામાં આવ્યો હતો.અને બીજા દિવસે કરમસદ હોસ્પિટલ ખાતે પી.એમ.કરવામાં આવ્યું હતું. પ્રાથમિક તપાસમાં માસૂમ બાળકી પર દુષ્કર્મ ગુજારી ગળું દબાવી હત્યા કરાઈ હોવાનું જાણવા મળ્યું હતું. મોડી રાત્રે ખંભાત ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી.

નવા વર્ષે જ માસૂમના મોતથી પરિવાર શોકમય અને ગ્રામજનોમાં રોષ
બાળકીના પિતા પગે વિકલાંગ છે અને ખેત મજૂરી કરીને પરિવારનો ગુજરાન ચલાવે છે. આર્થિક પરિસ્થિતિ સામે પરિશ્રમના માધ્યમથી સંઘર્ષ કરી માતા-પિતા સાથે એક દીકરો અને એક દીકરી સાથે પરિવાર ખુશખુશાલ રહેતું હતું. 8 વર્ષીય માસુમ કાણીસા ગામની એન.ટી હાઈસ્કૂલમાં ધોરણ-૩માં અભ્યાસ કરતી હતી. એકની એક વ્હાલસોયી માસૂમ દીકરી 'દીપ'બુઝાઈ જતા પરિવાર શોકમય બન્યો છે અને વિકૃત ગુનેહગારો સામે ગ્રામજનોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.

બંને નરાધમોની વિકૃતિઓ બાબતથી સમગ્ર ગ્રામજનો ત્રસ્ત
મળતી માહિતી મુજબ, અર્જુનકુમાર ઉર્ફે દડો હિંમતભાઈ ગોહેલ (રહે.રાચડિયું ફળિયું, કાણીસા)
 અને તેનો એક મિત્ર વિકૃત હોવાનું જાણવા મળ્યું હતું. એટલું જ નહિ તેઓ એટલી હદે વિકૃતતા ધરાવતા હતા કે, પશુઓની ચોરી કરી તેઓની ઉપર પણ ઇચ્છા સંતોષ માણતા હતા.ઉપરાંત જીણજ ખાતે આવેલી રાઈસમીલમાં પણ ચોરીને અંજામ આપ્યો હતો. પણ જે તે સમયે બંને નરાધમો સામે તંત્ર દ્વારા કાર્યવાહી ન થઈ અને આજે નવા વર્ષે માસૂમ બાળકી સાથે 'રેપ વીથ મર્ડર'નામનો શરમજનક અને ગંભીર કેસ સમાજ વચ્ચે ઉભો થઈ ગયો છે. સમગ્ર કાણીસાના ગ્રામજનોએ વકૃત નરાધમોને કડકમાં કડક સજા થાય અને પરિવારને ન્યાય મળે તેવી માંગણી ઉચ્ચારી છે.
 

( અહેવાલ અને તસવીર - કલ્પેશ પટેલ, આણંદ)