ચોમાસું / આણંદ તાલુકામાં ચાલુ વર્ષે 142% સાથે 5 વર્ષનો રેકોર્ડબ્રેક વરસાદ, સૌથી ઓછો તારાપુરમાં 70%

5-year record-breaking rainfall in Anand taluka with 142% this year, lowest in Tarapur 70%

  • સોમવારે વહેલી સવારથી જ વરસાદ : આણંદ પંથકમાં દોઢ ઇંચ અને બોરસદ અને ખંભાતમાં એક ઇંચ પડ્યો
  • બંગાળની ખાડીમાં લો પ્રેશરના પગલે 48 કલાકમાં વરસાદની આગાહી

Divyabhaskar.com

Sep 10, 2019, 07:53 AM IST

આણંદ: આણંદ પંથકમાં છેલ્લા ત્રણેક દિવસથી વાદળોની આવનજાવન વચ્ચે હળવા વરસાદી ઝાપટા પડયા હતા. જો કે સોમવાર વાદળો ઘેરાવો જોવા મળ્યો હતો. બપોરે 12 થી 4 દરમિયાન ધીમી ધારે સતત વરસાદ વરસ્યો હતો. જયારે સાંજે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેના પગલે દિવસ દરમિયાન દોઢ ઇંચ વરસાદ નોંધાયો છે. જયારે છેલ્લા 5 વર્ષમાં ચાલુવર્ષે મૌસમનો સૌથી વધુ 142.17 ટકા વરસાદ આણંદ તાલુુકામાં નોધાયો છે. જયારે સૌથી ઓછો વરસાદ તારાપુર તાલુકામાં 70 ટકા નોંધાયો છે. બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરના પગલે આગામી 48 કલાક દરમિયાન ભારે વરસાદની સંભાવના વ્યકત કરવામાં આવી હતી.

જિલ્લામાં મોસમનો 106 ટકા જેટલો વરસાદ નોંધાયો
આણંદ ,બોરસદ અને ખંભાત આજે દિવસ દરમિયાન હળવા ભારે વરસાદી ઝાપટા દોર જોવા મળ્યા હતા. છેલ્લા ત્રણ દિવસ સામાન્ય વરસાદી ઝાપટા વચ્ચે બાફનું પ્રમાણ વધી ગયું હતું. જેના કારણે નગરજનો ત્રાહીમામ પોકારી ગયા હતા. જો કે સોમવાર સવારથી આણંદ,બોરસદ અને ખંભાત વરસાદી ઝાપટા અવારનવાર વરસ્યા હતા.જેના પગલે ઠંક પ્રસરી જતાં લોકોએ રાહતની લાગણી અનુભવી હતી.જો કે છેલ્લા 5 વર્ષ આણંદ જિલ્લામાં ચાલુ વર્ષે સારો વરસાદ નોંધાયો છે. જિલ્લામાં મૌસમનો 106 ટકા જેટલો વરસાદ નોંધાઇ ચુકયો છે.

આણંદ તાલુકામાં 142.17 ટકા વરસાદ વરસી ચુકયો છે.બોરસદ તાલુકામાં 139 ટકા વરસાદ થયો છે. જયારે સૌથી ઓછો વરસાદ તારાપુર પંથકમાં 70 ટકા નોંધાયો છે.હજુ પણ ચોમાસાની વિદાયના 10 દિવસ બાકી રહ્યાં છે. હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ સુધી હળવા થી ભારે વરસાદની સંભાવના વ્યકત કરી છે.જેના પગલે ચાલુ વર્ષે સૌથી વધુ વરસાદ નોંધાયો તેવી સંભાવના છે. સિકાર વરસાદને પગલે ખેડૂતોમાં આનંદ છવાઇ જવા પામ્યો છે. તો ગત વર્ષ કરતાં ડાંગર સહિતના પાકોનું વાવેતર પણ વધ્યું છે.

સારા વરસાદથી ગત વર્ષ કરતાં 800 હેક્ટર વધુ વાવેતર
આણંદ જિલ્લામાં ચૌમાસુ સિઝનમાં ડાંગરનું વાવેતર વધુ થાય છે.ગતવર્ષે 112062 હેકટરમાં વાવેતર થયું હતું. ચાલુવર્ષે 112839 હેકટરમાં ડાંગરનું વાવેતર થયું છે.જયારે બાજરીના પાકનું 9687 વાવેતર થયું છે. જયારે શાકભાજીનું વાવેતર 13615 હેકટર,ધાસચારનું 14315 હેકટરમાં વાવેતર,કપાસનું વાવેતર 3006 હેકટરમાં અને તમાકુનું વાવેતર 265 હેકટરમાં વાવેતર થયું છે.જયારે અન્ય પાકોનું વાવેતર મળીને કુલ154344 હેકટરમાં વાવેતર થયું છે.

બોરસદ ચોકડી વિદ્યાડેરી રોડ પર બાવળનું વૃક્ષ ધરાશાયી થતાં રસ્તો બંધ : લોકોને ભારે હાલાકી
આણંદ શહેરની બોરસદ ચોકડી થી વિદ્યાડેરી રોડ પર પોલીસ લાઇન નજીક એક બાવડનું વૃક્ષ ધરાશય થતાં રોડ બ્લોક થઇ ગયો છે.જેના કારણે વિદ્યા ડેરી રોડ તરફ આવેલી સોસાયટીના રહીશો અને કોર્ટ તરફ જતાં વાહનચાલકોને પારંવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ અંગે આણંદ નગરપાલિકાના કાઉન્સિલર સુમિત્રાબેન પઢિયાર દ્વારા જિલ્લા પોલીસ વડાને લેખિતમાં રજૂઆત કરી હતી.પરંતુ કોઇ ઝાડ દૂર કરવા માટે તૈયાર નથી. જેથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

આણંદ ,બોરસદ સહિત જિલ્લામાં સવારથી વરસાદી વાતાવરણ, ઠેરઠેર પાણી ભરાયા
આણંદ અને બોરસદ તાલુકામાં સોમવાર સવારથી વાદળો ઘેરાયેલા જોવા મળ્યા હતા. અવારનવાર વીજળી તડકા વચ્ચે હળવાથી ભારે વરસાદી ઝાપટા પટી રહ્યાં છે.આણંદ શહેરમાં સવાર થી સાંજ ચાર વાગ્યા સુધી સવાઇંચ વરસાદ પડી ચુકયો છે.જેથી માર્ગો પર ઠેર ઠેર વરસાદી પાણી ભરાઇ ગયા છે.

X
5-year record-breaking rainfall in Anand taluka with 142% this year, lowest in Tarapur 70%
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી