ફરિયાદ / આણંદમાં સ્કૂલવાનથી ઘરે જતી પુત્રીનું માતાએ 4ની મદદથી અપહરણ કરાવ્યું

4 year old schoolgirl kidnapped case at anand

  • પતિ સાથે 1 વર્ષ અગાઉ ફેમિલી કોર્ટમાં પત્નીએ છુટાછેડા લીધા હતા
  • પિતાને ફોન કરી દીકરીએ કહ્યું કે, માતા જોડે જાઉ છું, વેકેશન પછી પરત આવીશ

Divyabhaskar.com

Oct 10, 2019, 08:34 AM IST

આણંદ: શહેરના માન્યાની ખાડમાં ઠક્કર પરિવાર રહે છે. વર્ષ અગાઉ પતિ પત્ની વચ્ચે અણબનાવ બનતા પત્નીએ પતિ સાથે છુડાછેડા લીધા હતા. પુત્ર અને પુત્રી પિતા સાથે રહેતા હતા. પરંતુ બુધવારે બપોરે માતાએ ઘર આગળથી 4 શખ્સોની મદદથી સ્કૂલવાનમાં ઉતરીને ઘરે જતી પુત્રીનું કારમાં અપહરણ કરીને ગાયબ થઇ ગઇ હતી. જે બાબતે આણંદ ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.


શહેરના માન્યાની ખાડ વિસ્તારમાં જગદંબા કોલોનીમાં રહેતાં સૌરભભાઇ ઠક્કર ટ્રાવેલ્સનો વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેમના લગ્ન સંધ્યાબેન સાથે થયા હતા. તેમને 7 વર્ષની દીકરી યાત્રી અને 5 વર્ષનો પુત્ર જીયાન છે. 1 વર્ષ પહેલા તેમણે પત્ની સંધ્યા સાથે ફેમીલી કોર્ટમાં છુટાછેડા લીધા હતા. જેમાં સ્ટેમ્પ પેપર પર લખાણ થયું હતું કે બંને બાળકો સૌરભભાઈ સાથે રહેશે. યાત્રી હાલમાં લાંભવેલ ખાતે સૃષ્ટી ઈંગ્લિશ મિડીયમ સ્કૂલમાં ધો. 2માં અભ્યાસ કરે છે અને પુત્ર જીયાન વિદ્યાનગર ખાતે જુનીયર કેજીમાં અભ્યાસ કરે છે.


યાત્રી સવારે 7 વાગે સ્કુલ ગઈ હતી. બપોરના અરસામાં સૌરભભાઈ કાર રીપેર કરાવવા બોરસદ ચોકડી પાસે ગયા હતા. આ દરમિયાન બપોરે પોણા 3 વાગે યાત્રી સોસાયટીની બહાર સ્કૂલવાનમાંથી ઉતરી ઘર તરફ જઈ રહી હતી. તે સમયે ગ્રે કલરની કાર આવી હતી. જેમાં બુરખો પહેરી 2 મહિલાઓ ઉતરી અને તેમણે યાત્રીને ઉઠાવીને કારમાં બેસાડી હતી. કારમાં 2 પુરુષો પણ બેઠેલા હતા. તરત જ આ લોકોએ કાર ભગાડી હતી. ઘટનાની જાણ માતાએ સૌરભભાઈને કરતા તેઓ માતા પાસે ગયા હતા. પોલીસ મથકે કરેલી ફરિયાદ જણાવ્યું કે, સૌરભભાઈના મોબાઈલ પર તેમની છુટાછેડા લીધેલ પત્ની સંધ્યાનો ફોન આવ્યો હતો જેમાં તેણે યાત્રી જાડે વાત કરાવી હતી. યાત્રીએ કહ્યું હતું હું મધર જોડે જાવું છું અને વેકેશન પછી પરત આવીશ. સંધ્યાની સાથે હિમાંશુ રાણા નામનો શખ્સ પણ હતો. એટલે તેમણે આ પત્ની સહિત 4 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.જેની તપાસ ચાલી રહી છે.

X
4 year old schoolgirl kidnapped case at anand
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી