તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આણંદમાં કોરોનાના 2 શંકાસ્પદ કેસ,દિવસમાં 86 પ્રવાસીઓનું સ્કેનીંગ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • વિદેશથી આવેલી મહિલા સહિત બે વ્યક્તિ સારવાર હેઠળ : આણંદ જિલ્લામાં કોરોનાનો એક પણ પોઝેટિવ કેસ નથી
  • અત્યાર સુધી 325 પ્રવાસીનું સ્કેનીંગ 222 પ્રવાસી ઓર્બ્ઝવેશન હેઠળ

આણંદઃ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહેલા કોરોના વાઇરસની સામે લડવા કેન્દ્ર અને આણંદ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા અગમચેતીના તમામ પગલાં લેવામાં આવ્યા છે.આણંદ પંથકમાં વિદેશમાં રહેતા એન.આર.આઇ તથા સ્ટુન્ડ વીઝા ધરાવતાં વિદ્યાર્થીઓની સંખ્યા વધારે છે.જેથી હાલમાં એકદોલક વિદેશી આવી રહ્યાં છે. તેઓનું આરોગ્ય વિભાગ દ્વારા સ્કેનીંગ કરવામાં આવી રહ્યું છે.તે દરમિયાન આણંદ સિવિલ હોસ્પિટલમાં કોરાના શંકાસ્પદ  લક્ષણ ધરાવતી એક મહિલા તથા અન્ય એક વ્યકિતને સારવાર આપવામાં આવી રહી છે. પરંતુ આ બાબતે તંત્રએ કહીં પણ કહેવાનો નૈન્યો ભરી દીધો છે.

એક દર્દીને આઇસોલેશન વોર્ડમાં રાખવામાં આવેલ છે
કલેકટર આર.જી ગોહિલએ જણાવ્યું હતું કે આણંદ જિલ્લામાં એક પણ કોરોના કેસ નથી.બુધવારના રોજની સ્થિતતિએ કુલ-325 પ્રવાસીઓનું સ્કેનીંગ કરવામાં આવ્યું  છે. જે પૈકી 103 પ્રવાસીઓનું સ્કે-નીંગ પૂર્ણ કરવામાં આવેલ છે જયારે 222 પ્રવાસીઓ ઓર્બ્ઝ વેશન હેઠળ છે. અને એક દર્દીને આઇસોલેશન વોર્ડમાં રાખવામાં આવેલ છે. કોરોના (COVID 19) અંતર્ગત જિલ્લામાં એકપણ કેસ પોઝીટીવ આવેલ ન હોવાનું  આરોગ્ય  અધિકારી ડૉ. એમ. ટી. છારીએ જણાવ્યુંમ છે.  બુધવારના રોજ વધુ 86 પ્રવાસીઓનું સ્કેનીંગ કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...