અમદાવાદ / નારોલમાં મહિલા તલાટીનો આપઘાત, 4 મહિના પહેલા રૂ.4 હજારની લાંચમાં ACBએ ધરપકડ કરી હતી

શીતલ વેગડાની ફાઇલ તસવીર
શીતલ વેગડાની ફાઇલ તસવીર

  • બપોરે 4 વાગ્યે શીતલ વેગડાએ પોતાના ઘરે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
  • મૃતક પાસેથી સ્યુસાઇડ નોટ મળી, ખોટી રીતે ટ્રેપ કરાવી હોવાનો ઉલ્લેખ કર્યો

Divyabhaskar.com

Sep 11, 2019, 09:47 PM IST

અમદાવાદ: શહેરના નારોલ વિસ્તારમાં મહિલા તલાટી આપઘાત કર્યો છે. ચાર મહિના પહેલા જ વારસાઈનું પ્રમાણપત્ર કાઢવા માટે રૂ. 4 હજારની લાંચના ગુનામાં એસીબીએ ધરપકડ કરી હતી. નારોલ પોલીસે અકસ્માત મોત નોંધી તપાસ શરૂ કરી છે.

વારસાઈનું પ્રમાણપત્ર કાઢી આપવા લાંચમાં ઝડપાયા હતાં
મળતી માહિતી પ્રમાણે નારોલની શ્રીનાથ રેસિડેન્સીમાં રહેતા અને મેમનગર ગ્રામ પંચાયતમાં તલાટી તરીકે ફરજ બજાવતા શીતલ વેગડા સામે 14 મે 2019ના રોજ વારસાઈનું પ્રમાણપત્ર કાઢી આપવા રૂ. 4000ની લાંચની ટ્રેપ થઈ હતી. જેમાં એસીબીએ તેમની ધરપકડ કરી હતી.

સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે: પીઆઈ
આજે બપોરે ચાર વાગ્યે શીતલે તેના ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.નારોલ પીઆઈ આર. એ જાદવે જણાવ્યું હતું કે તેઓની સામે ACBનો ગુનો નોંધાયો હતો અને તેમની ધરપકડ થઈ હતી. ત્યારબાદ તેઓ ટેન્શનમાં રહેતા હતા. આજે તેમને કોઈ નોટિસની બજાવણી બાબતે ફોન આવ્યો હતો. મૃતક પાસેથી એક સ્યુસાઇડ નોટ મળી છે જેમાં તેઓએ તેમની પર થયેલા એસીબીના ગુના અંગે જાણ કરી છે અને તેઓને એસીબીના ફરિયાદીએ ફસાવી અને ખોટી ટ્રેપ કરાવી હોવાનો ઉલ્લેખ કર્યો છે. હાલમાં આ મામલે તપાસ કરવામાં આવી રહી છે.

X
શીતલ વેગડાની ફાઇલ તસવીરશીતલ વેગડાની ફાઇલ તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી