અમદાવાદ / ઓનલાઇન મંગાવેલા ઇડલી-સાંભારમાંથી વંદો નીકળતા ઓર્ડર કરનાર મહિલાએ ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ કરી

ઓનલાઇન મંગાવેલા ફૂડમાંથી વંદો નીકળ્યો
ઓનલાઇન મંગાવેલા ફૂડમાંથી વંદો નીકળ્યો

  • ભારે વિવાદ થયાના બે દિવસ પછી મ્યુનિ.એ રેસ્ટોરાંને દંડ કરી ખાદ્યપદાર્થના નમૂના લીધા 

Divyabhaskar.com

Oct 10, 2019, 03:55 AM IST

અમદાવાદ:શહેરમાં સાઉથ ઇન્ડિયન ફૂડ માટે જાણીતી સંકલ્પ રેસ્ટોરાંમાંથી 7 ઓક્ટોબરે ઓનલાઈન મંગાવવામાં આવેલા ફૂડ પાર્સલમાં સંભારમાંથી વંદો નીકળતા આ બાબતે ભારે હોબાળો થયાના બે દિવસ બાદ મ્યુનિ.એ સંકલ્પ 25 હજારનો દંડ ફટકારી નમૂના લીધા હતા.
મ્યુનિ.ને લેખિત તેમજ ફોનથી જાણ કરી
આ અંગે ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિના પ્રમુખ મુકેશ પરીખે જણાવ્યું હતું કે, એક ગ્રાહકે 7 ઓક્ટોબરે ગુરુકુળ નજીક આવેલી સંકલ્પ રેસ્ટોરાંમાંથી ફૂડ પેકેટ મંગાવ્યું હતું. જેમાં સ્ટીમ ઇડલી, સ્પેશિયલ ટોમેટો ઉત્તપમ અને સુપર પેપર મસાલા ઢોંસાનું પાર્સલ મંગાવ્યું હતું. જે પેટે તેમણે રોકડથી બિલ ભર્યું હતું. જો કે ગ્રાહકે પાર્સલ ખોલતાં તેમાંથી સંભારમાં વંદો નીકળ્યો હતો. જેથી ગ્રાહકે તેના ફોટા લઇને આ સેમ્પલ લેવા માટે મ્યુનિ.ને લેખિત તેમજ ફોનથી જાણ કરી હતી. જે પત્રમાં એવું લખવામાં આવ્યું હતું કે, તેમણે મંગાવેલા સંભારમાં વંદો મળી આવ્યો છે જેથી રેસ્ટોરાં સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.
ખોરાક અને ઔષધ નિયમન તંત્રને પણ જાણ કરી
જો કે મ્યુનિ.એ કોઇ કાર્યવાહી નહીં થતાં ગ્રાહક દ્વારા રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્રને પણ જાણ કરી ફરિયાદની નકલ મોકલી હતી. જે બાબતે તંત્રએ તત્કાલ પગલા લેવાની ગ્રાહકને ખાતરી આપી હતી. આ બાબતે પ્રતિક્રિયા જાણવા માટે ‘દિવ્ય ભાસ્કરે’ સંકલ્પ રેસ્ટોરાંના મેનેજરનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જો કે તેમણે આ બાબતે જવાબ આપવાનું ટાળ્યું હતું.
રેસ્ટોરાં સામે ફરિયાદ દાખલ કરાશે
આ બાબતે ગ્રાહક સુરક્ષા એક્ટ હેઠળ ગ્રાહક અદાલતમાં પણ ફરિયાદ કરવામાં આવશે. ભેળસેળ અને નફાખોરી માટે વાસી ખોરાક અથવા અખાદ્ય ખોરાક આપવાની બાબતે આ રેસ્ટોરાં સામે ફરિયાદ દાખલ કરાશે.-મુકેશ પરીખ, પ્રમુખ ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિ.

X
ઓનલાઇન મંગાવેલા ફૂડમાંથી વંદો નીકળ્યોઓનલાઇન મંગાવેલા ફૂડમાંથી વંદો નીકળ્યો
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી