ગુજરાત / એરલાઈન્સે કહ્યું- શરીર બગડ્યું તો નોકરી ગઈ, યુવતી પ્રેગ્નેન્ટ થઈ, ગુસ્સામાં પતિ પાસે છૂટાછેડા માંગ્યા, પતિએ કોન્ડમ કંપની પર કેસ કર્યો

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

  • હાઈકોર્ટમાં યુવતીએ કહ્યું- મેં પ્રેગ્નેન્ટ નહીં થવાની શરતે લગ્ન કર્યાં હતાં
  • 5 વર્ષ પહેલાં લગ્ન વખતે કરાર કર્યો હતો, લગ્નનાં 3 વર્ષ બાદ બાળકને જન્મ આપ્યો હતો

Divyabhaskar.com

Dec 04, 2019, 01:32 AM IST
તેજલ શુકલ, અમદાવાદ: શહેરના પોશ વિસ્તારમાં રહેતી અને પૂણેની એક ખાનગી એરવેઝ કંપનીમાં કામ કરતી તથા મોડલિંગ કરતી યુવતીએ નોકરીમાં ફેમિલી પ્લાનિંગ નહિ કરવાનો કરાર પતિએ તોડ્યો હોવાનું કારણ આપી છૂટાછેડા માટે હાઈકોર્ટમાં અરજી કરી છે. પતિએ કોન્ડોમ હલકી ગુણવત્તાનું હોવાને કારણે પત્ની પ્રેગ્નેન્ટ થઈ હોવાનો આરોપ મૂકી કંપની સામે કેસ કર્યો છે.
બંનેએ લગ્ન દરમિયાન ફેમિલી પ્લાનિંગ કરવાની શરત સાથે લગ્ન કર્યાં હતાં
હાઈકોર્ટમાં થયેલી અરજી મુજબ, 5 વર્ષ પહેલાં મિથિલાનાં લગ્ન અમદાવાદમાં જ રહેતા ધર્મેશ નામના એન્જિનિયર યુવક સાથે થયાં હતાં. મિથિલા મુંબઈમાં મોડલિંગ તથા પુણેની એરવેઝ કંપનીમાં કામ કરતી હોવાથી ત્યાં કંપનીના માપદંડ મુજબ શરીરની સુડોળતા જાળવી રાખવાની હોય છે. દર વર્ષે તેની ચકાસણી પણ થતી હોય છે. આથી બંનેએ લગ્ન દરમિયાન ફેમિલી પ્લાનિંગ કરવાની શરત સાથે લગ્ન કર્યાં હતાં. જોકે લગ્નનાં ત્રણ વર્ષ બાદ મિથિલાને પ્રેગ્નન્ટ હોવાની જાણ થઈ હતી, પણ આ સમાચારથી તે દુ:ખી થઈ હતી. પ્રેગ્નન્સીના સમાચાર જાણ્યા બાદ બંને વચ્ચે ઝઘડા શરૂ થઈ ગયા હતા. મિથિલાનું કહેવું હતું કે, શરીર સંબંધ દરમિયાન ધર્મેશે પ્રોટેક્શનનો ઉપયોગ ન કર્યો હોવાથી તે પ્રેગ્નેન્ટ થઈ છે. જ્યારે ધર્મેશ તેને સમજાવવાનો પ્રયાસ કરતો હતો કે, તેણે શરીર સંબંધ દરમિયાન પૂરેપૂરી કાળજી રાખી હતી, પણ મિથિલા આ વાત માનવા તૈયાર નહોતી.
ફેમિલી કોર્ટે અરજી ફગાવી દેતા હવે હાઈકોર્ટમાં અરજી કરી
બંને વચ્ચે ઝઘડા દરમિયાન ધર્મેશે પોતાની સાથે લગ્ન કરારનો ભંગ કરી પોતાને છેતરી હોવાનું કારણ આપી મિથિલાએ ફેમિલી કોર્ટ સમક્ષ છૂટાછેડાની અરજી કરી હતી, પરંતુ ફેમિલી કોર્ટે તેની અરજી ફગાવી દેતા તેણે હવે હાઈકોર્ટમાં અરજી કરી છે. હાલ બંનેને મિડિએશન સેન્ટરમાં મોકલી તેમનું કાઉન્સેલિંગ કરવામાં આવી રહ્યું છે.
ધર્મેશે કન્ઝ્યુમર કોર્ટમાં વળતર માટે અરજી કરી
પત્નીએ છૂટાછેડા માગતી અરજી કરતા ધર્મેશે કોન્ડોમ બનાવતી કંપની સામે ગ્રાહક સુરક્ષામાં કેસ કર્યો છે. તેણે એવી રજૂઆત કરી છે કે, કોન્ડોમ નિષ્ફળ જવાને લીધે તેમના લગ્નવિચ્છેદનો મુદ્દો ઉપસ્થિત થયો છે. તે પોતે પણ હાલ પિતા બનવા માગતો નથી. કંપનીની પ્રોડક્ટ ફેલ ગઈ હોવાથી વળતર મળવું જોઈએ.(નોંધ: બંને પતિ-પત્નીનાં નામ બદલ્યાં છે)
X
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી