• Gujarati News
  • National
  • Woman Asi Faces Domestic Violence For Dowry Demand Than Taken Help Of Police In Vatva Ahmedabad

મહિલા પોલીસ કર્મી પર 20 લાખ દહેજ લેવા સાસરિયાનો ત્રાસ, પતિ પ્રેમિકા સાથે રહેવા લાગ્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 2014માં લગ્ન કરનાર મહિલા એએસઆઈ પાસે સાસરિયાઓએ દહેજ લેવા શારીરિક માનસિક ત્રાસ ગુજાર્યો

અમદાવાદ: મહિલા પોલીસ કર્મીને જ હવે પોલીસનો સહારો લેવાનો વારો આવ્યો છે. શહેરના પૂર્વ વિસ્તારના પોલીસ સ્ટેશનમાં નોકરી કરતી મહિલા પોલીસ કર્મીએ તેના સાસરિયાઓ 20 લાખ રૂપિયા દહેજ માંગી ત્રાસ ગુજારતા હોવાની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં મહિલા એએસઆઇએ તેના પતિ પર દહેજ આપનારી પ્રેમિકા સાથે રહેવા લાગ્યો હોવાનો આક્ષેપ કર્યો છે.
સાત લોકો સામે ફરિયાદ
અમદાવાદના પૂર્વના એક પોલીસ સ્ટેશનની ખુદ પોલીસકર્મીએ પોલીસને શરણે જવું પડ્યું છે. પોલીસ સ્ટેશનમાં મહિલા એએસઆઇએ તેના સાસરિયાઓ સહિત સાત લોકો સામે શારીરિક માનસિક ત્રાસ અને દહેજ માંગતા હોવાની વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
મહિલા એએસઆઇએ 2014માં રાજેશ નામના વ્યક્તિ સાથે લગ્ન કર્યા હતા. ત્યારબાદ તેના સાસરિયાઓએ તેની પાસે અને તેના પિતા પાસે 20 લાખ રૂપિયા દહેજ માંગવાની શરૂઆત કરી હતી. પરંતુ  મહિલા એએસઆઇના પિતાની ક્ષમતા ન હોવાથી તે મનાઇ કરતી અને તેને લઇને સાસરિયાઓ ત્રાસ આપતા હતા. લાંબા સમયથી અપાતો ત્રાસ સહન કર્યા બાદ મહિલા પોલીસ કર્મીના પતિએ અન્ય સ્ત્રી સાથે પ્રેમ સંબંધ બાંધી લેતા આખરે કંટાળીને તેણે વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
પતિ માર મારતો
મહિલા પોલીસ કર્મીનો પતિ રાજેશ તેને માર પણ મારતો હતો. તેના પિતાએ 20 લાખ દહેજ ન આપતા તેના પતિએ સમાજની અને મૂળ અરવલ્લીની યુવતી સાથે પ્રેમ સંબંધ બાંધી લીધો હતો.  મહિલા પોલીસ કર્મી જૂનાગઢ ખાતે ટ્રેઇનિંગમાં ગઇ ત્યારે તે યુવતી તેના ઘરે રહેતી અને તેનો પતિ પણ તેને ફોન કરાવતો અને રાજેશ હવે તેનો થઇ ગયો છે તેવું પ્રેમિકા પાસે બોલાવતો હતો.
પતિની ધરપકડ
પોલીસે આરોપી રાજેશની ધરપકડ કરી તેને કોર્ટમાં રજૂ કરી જેલહવાલે કર્યો હતો. લોકોની ફરિયાદો સાંભળતી પોલીસને જ હવે પોલીસ ફરિયાદ કરી પોલીસ પાસે ન્યાયની માંગ કરવાની ફરજ પડી છે જે બાબત પોલીસબેડામાં ચર્ચાનો વિષય બન્યો છે.

અન્ય સમાચારો પણ છે...