સાયક્લોન / ‘વાયુ’ વાવાઝોડું 48 કલાક સુધી સૌરાષ્ટ્રના દરિયાકાંઠાને ધમરોળશે, 15મીએ દ્વારકાના દરિયામાં સમાઈ જશે

Wind Thunderstorms will hit the coast of Saurashtra for 48 hours

  • વાવાઝોડું સૌરાષ્ટ્રથી 280 કિમી દૂર
  • 13મીએ સવારે 5 વાગ્યે 165 કિમીની ઝડપે વાવાઝોડું ત્રાટકશે

Divyabhaskar.com

Jun 12, 2019, 06:11 PM IST

અમદાવાદ: ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છમાં વાવાઝોડાનો ભય ફેલાયો છે ત્યારે આ વાવાઝોડું ગુજરાતમાં 13 જૂને સવારે 5 વાગ્યે દીવ, ઉના અને કોડિનારથી 170 કિમીની ઝડપે ત્રાટકવાનું હતું. જો કે હાલ તેની દિશા બદલાઈ છે. હવે વાવાઝોડું વેરાવળને બદલે પોરબંદર તરફ ડાયવર્ટ થયું છે. જે માંગરોળ, પોરબંદર અને દ્વારકા સહિતના વિસ્તારોમાં અસર કરીને 15મીએ વહેલી સવારે 3 વાગ્યે દ્વારકાથી વાવાઝોડું દરિયા તરફ જશે. જ્યાં 16મીએ સાંજે સમુદ્રમાં આ વાવાઝોડું સમાઈ જશે. આ વાવાઝોડાની અસર સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં ગંભીર અસર કરી શકે છે. આવી રીતે વાયુ વાવાઝોડુ ગુજરાતના દરિયાકાંઠે 48 કલાક સુધી ધમરોળશે અને 15મી દ્વારકાથી બહાર નીકળી સમુદ્રમાં જ સમાઈ જશે.

165 કિમીની ઝડપે વાવાઝોડું ત્રાટકશે: અરબી સમુદ્રમાં વેરાવળથી 280 કિમી દૂર વાયુ વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે. બપોરે 12 વાગ્યાની સ્થિતિએ windy.com મુજબ આ વાવાઝોડું ગુજરાતમાં સૌ પ્રથમ 13 જૂન વહેલી સવારે 3 વાગ્યે વલસાડને અસર કરીને 5 વાગ્યે 170 કિમીની ઝડપે દીવ, ઉના, વણાકબારા, કોડિનાર, ગીર-સોમનાથ, તાલાલા, પીપાવાવમાં પ્રવેશ કરશે. સવારે 8 વાગ્યા સુધીમાં વેરાવળ, માંગરોલ અને માળિયામાં ત્રાટકશે. વેરાવળમાં અસર કરતુ વાવાઝોડું રાત્રે 8 વાગ્યે ફરી માંગરોલમાં ત્રાટકશે. ત્યારબાદ 14મીએ સવારે 3 વાગ્યે નવાબંદર, સવારે 5 વાગ્યે પોરબંદરમાં ત્રાટકશે. 14મી સાંજે 6 વાગ્યે વાવાઝોડું દ્વારકા પહોંચશે અને 15મીએ વહેલી સવારે 3 વાગ્યે ધીમે-ધીમે બહાર નીકળી જશે. અને આખરે આ વાવાઝોડું 16મીએ રવિવાર સાંજે સમુદ્રમાં સમાઈ જશે.

સંભવિત ટાઈમ લાઈન
12-06 સવારે 11 વાગ્યે મુંબઈ પહોંચ્યું, સૌરાષ્ટ્રથી 280 કિમી દૂર
13-06 રાત્રે 3 વાગ્યે વલસાડ પહોંચશે
13-06 સવારે 5 વાગ્યે 165 કિમીની ઝડપે- દીવ, ઉના, કોડિનાર, ગીર-સોમનાથ, તાલાલા, પીપાવાવમાં ત્રાટકશે
13-06 સવારે 8 વાગ્યે વેરાવળ, માંગરોળ, માળિયા પહોંચશે
13-06 સવારે 11 વાગ્યે વેરાવળમાં અસર કરશે
13-06 રાત્રે 8 વાગ્યે માંગરોળમાં ત્રાટકશે
14-06 રાત્રે 12 વાગ્યે કડછ પહોંચશે
14-06 સવારે 3વાગ્યે નવા બંદર
14-06 સાંજે 6 વાગ્યે દ્વારકા પ્રવેશશે
15-06 રાત્રે 3 વાગ્યે દ્વારકાથી બહાર નીકળશે
16-06 રવિવાર સાંજે સમુદ્રમાં શમી જશે

X
Wind Thunderstorms will hit the coast of Saurashtra for 48 hours

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી