તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • The Husband And Wife Together Threatened To Force The Woman Into Having Physical Relations

પત્નીએ પાડોશી મહિલાને પતિ સાથે સંબંધ રાખવા એસિડ છાંટવાનો પ્રયાસ કર્યો, પતિ-પત્ની સામે ફરિયાદ નોંધાવી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
તસવીર પ્રતિકાત્મક છે - Divya Bhaskar
તસવીર પ્રતિકાત્મક છે

અમદાવાદ: શહેરના ઇસનપુર વિસ્તારમાં પત્નીએ પતિ સાથે શારિરીક સંબંધ રાખવા માટે પાડોશી મહિલા પર એસિડ ફેંકવાનો પ્રયાસ કર્યો હોવાની ઘટના બની હતી. પતિ અને પત્નીએ ભેગા મળી મહિલાને શારિરીક સંબંધ રાખવા દબાણ કરી ધમકી આપી હતી. ઇસનપુર પોલીસે પતિ-પત્ની સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

ઇસનપુર વિસ્તારમાં આવેલા એક ફ્લેટમાં 38 વર્ષની મહિલા પતિ સાથે છૂટાછેડા બાદ તેના પુત્ર સાથે રહે છે. તેમની પાડોશમાં રહેતી મહિલા સાથે તેઓ પાડોશી તરીકે સારા સંબંધો હતા. થોડા દિવસ પહેલા મહિલાના ઘરે આવી તું મારા પતિ સાથે કેમ સંબંધ નથી રાખતી ? જો સંબંધ નહિ રાખે તો એસિડ ફેંકી ચહેરો બગાડી દઈશ તેવી ધમકી આપી ગાળાગાળી કરી હતી.

ધુળેટીના દિવસે ફ્લેટના સભ્યો પાર્કિંગમાં ધૂળેટી રમતાં હતા. દરમ્યાનમાં તેમની પાડોશમાં રહેતી મહિલા હાથમાં એસિડની બોટલ લઈને આવી હતી. તને મેં મારા પતિ સાથે શારિરીક સંબંધ રાખવા કહ્યું તો કેમ નથી રાખ્યા કહી એસિડ ફેકવાનો પ્રયાસ કર્યો હતો. જો કે મહિલા ત્યાંથી દોડી ઘરમાં જતી રહી હતી. મહિલાના પતિએ પણ સંબંધ રાખવા અમે ઉંચી પોહચ ધરાવીએ છીએ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી.

અન્ય સમાચારો પણ છે...